જેટલી નજીક કોલોનીમાં કોઈ પાડોશી રહે છે, તેમજ મધવાપુર-મટિહાનીમાં ભારતીય અને નેપાળી લોકો રહે છે. મધવાપુર ભારતમાં આવે છે અને મટિહાની નેપાળમાં આવે છે. બંને વચ્ચેનું અંતર માત્ર 20 મીટર છે. રસ્તાના એક છેડે નેપાળીના અને બીજી બાજુ ભારતીય લોકોના ઘરો અને દુકાન છે. એક બાજુ નેપાળની આર્મ્ડ ફોર્સ તહેનાત છે તો બીજી બાજુ ભારતીય સુરક્ષાદળ દેશની રક્ષા માટે તહેનાત છે.
આ મધવાપુર-મટિહાની છે. અહીં ભારતીય અને નેપાળી સામસામે રહે છે. વચ્ચે નો મેન્સ લેન્ડ છે.જ્યારે અમે અહીં પહોંચ્યા ત્યારે નેપાળ ક્યાં છે અને ભારત ક્યાં છે તે પારખવું મુશ્કેલ થઈ ગયું. ત્યારે એસએસબી જવાને કહ્યું કે, આગળની પટ્ટી આખી નેપાળની છે અને આ બાજુ વાળી ભારતની છે. બંને દેશના લોકો આખો દિવસ એકબીજાને ત્યાં આવતા જતા રહે છે. નેપાળના મટિહાનીની મોટી સંખ્યામાં મહિલાઓ મધવાપુરના શિવ મંદિરની મુલાકાત લેતી જોવા મળી હતી. જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે શ્રાવણ મહિનાનો સોમવાર ચાલી રહ્યો છે, તે વિસ્તારની મહિલાઓ ભારતીય હોય કે નેપાળી, આ મંદિરમાં પૂજા કરવા આવે છે.
આ શિવ મંદિર ભારતના મધવાપુરમાં છે પરંતુ અહીં મોટી સંખ્યામાં નેપાળી લોકો દર્શન કરવા આવે છે.નેપાળના મટિહાનીમાં રમેશ કુમાર શાહ મળ્યા. તેમણે કહ્યું,હું છેલ્લા 12 વર્ષથી મધવાપુરમાં દુકાન ચલાવું છું. આખો દિવસ, હું ભારતમાં દુકાન ચલાવુ છું અને રાત્રે નેપાળમાં 20 મીટર દૂર સૂવા જઉં છું. કહ્યું, નેપાળની આર્મ્ડ ફોર્સ અમને ખૂબ હેરાન કરે છે. જો અમે ભારતમાંથી રાશન લઈને જઈએ તો તે અમારું અર્ધું રાશન લઈ લે છે. કહે છે કે ભારતથી કેમ લાવ્યા. લોકડાઉન દરમિયાન તો અમને બહુ હેરાન કર્યા.
રમેશ કુમાર શાહે કહ્યું કે, તે ભારતથી રાશન લઈને જાય છે તો નેપાળી પોલીસ અર્ધું રાશન લઈ લે છે.હવે લોકડાઉન હટાવવામાં આવ્યું છે તો પણ અમને હેરાન કરે છે, અમારો સામાન રાખી લે છે. તેમનાથી બચવા અમે ખેતરના માર્ગે નેપાળ જઈએ છીએ. તમે જ કહો ત્યાંથી વસ્તુઓ કઈ રીતે ખરીદીએ. જે ખાંડ અહીં 60 રૂપિયે કિલો મળે છે, તે નેપાળમાં 200 રૂપિયે કિલો મળે છે. અહીં બટાટાનો ભાવ 20 રૂપિયા કિલો છે, જે ત્યાં 100 રૂપિયે મળે છે. બધું બહુ મોંઘું છે.
શાહના જણાવ્યા મુજબ 95% માલ નેપાળમાં ભારતથી જ જાય છે. નહિંતર, ત્યાં ખાવા પીવાની સમસ્યા થઈ જાય એમ છે. જ્યારે અમે નેપાળના લોકો સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે ત્યાં ફોર્સ આવી ગઈ અને અમને ફોટો-વીડિયો શૂટ કરતા રોક્યા હતા. જોકે, તે દલીલ પછી પાછા ફર્યા હતા.
અજયકુમાર શાહ પણ નેપાળના છે. તેઓ દરરોજ ભારત જાય છે. તેમની વેદના એ છે કે નેપાળની સરકાર ફક્ત પહાડીઓ વિશે જ વિચારી રહી છે, મધેશી વિશે નહીં. એવું કહેવામાં આવે છે કે નેપાળમાં ક્વોલિટી કે વેરાયટી નથી, માત્ર મોંઘવારી છે. તેથી જ દરેક વ્યક્તિ ભારતથી માલ ખરીદે છે. ફોર્સ હેરાન કરે છે તેથી બધા એવા રસ્તેથી જાય છે, જ્યાં ફોર્સ ન હોય. આખી બોર્ડર ખુલી છે. કોઈપણ ખેતરમાંથી નીકળી જઈએ છીએ.
તેઓ કહે છે કે ઘણી વખત તો ખેતરની વચ્ચે ફોર્સ વાળા મળી જાય છે. 100-200રૂપિયા આપો તો જવા પણ દે છે. નેપાળના રાજેશ તો મટિહાનીનો બિહારમાં જ સમાવેશ કરવા માંગે છે. તેઓ કહે છે- અમારે રહેવાનું, ખાવાનું, કમાવવાનું બધું અહીં જ છે. રાત્રે ખાલી સૂવા માટે ઘરે જઈએ છીએ. મટિહાનીનો જો બિહારમાં સમાવેશ થઈ જાય તો સારું થશે. સસ્તું રાશન અને ભારતમાં મળનાર તમામ સુવિધા પણ મળશે. નેપાળમાં કાંઈ મળતું નથી. રાજેશ પૈસા ભેગા કરી રહ્યો છે જેથી તે માધવપુરમાં જમીન ખરીદી શકે, પછી એક મકાન બનાવીને અહીં નાગરિકત્વ લઈ શકે.
રસ્તામાં, અમે જોયું કે કેટલીક મહિલાઓ માથા પર ચોખાની બોરી લઈને જઈ રહી હતી. તે મધવાપુરથી ચોખા લઈને મટિહાની જઇ રહી હતી. આમાંથી એક સવિતા દેવીએ જણાવ્યું હતું કે નેપાળમાં આ ચોખાની બોરીનો ભાવ 1200 રૂપિયા છે, જ્યારે ભારતમાં તે 800 રૂપિયામાં મળે છે. તેથી, રાશન ભારતથી લઈને જઈએ છીએ. સવિતા અમારી સાથે વાત કરી રહી હતી, ત્યારે નેપાળ ફોર્સના જવાને તેને જોઈ તો તેણે કહ્યું, હવે હું સરહદ પરથી નહિ જાઉં. ખેતરમાંથી ફરીને જઈશ. કારણકે બોર્ડરથી ગઈ તો આ ફોર્સ વાળો મને હેરાન કરશે.
માથા પર ચોખાની બોરીને લઈને જતી નેપાળી મહિલા. ભારતમાં આ બોરી 400 રૂપિયા સસ્તી મળે છે.માધવપુરનો દિપકકુમાર દાસ પણ નેપાળની ફોર્સથી નારાજ છે. તેણે કહ્યું, અહીં પાણીની લાઈન માટે કામ ચાલતું હોય તો પણ તેઓ આવીને કામ અટકાવી દે છે. કહે છે કે આ અમારી જમીન છે. અહીં કઈ કરો નહિ. જ્યારે અમારી આર્મી વાળા ક્યારેય હેરાન કરતા નથી. અમે લોકો વર્ષોથી સાથે રહીએ છીએ. ખાવા-પીવાનું પણ એકસાથે હોય છે. પરંતુ આ આર્મી ફોર્સ વાળા સંબંધો બગાડવાની ઇચ્છા ધરાવે છે.
આ નેપાળના રામબીર સિંહ છે, જે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત દૂધ આપવા આવે છે.દિપકના ઘરની બહાર ઉભા રહેલા નેપાળના રામેશ્વર શાહે કહ્યું કે, અમે એકબીજાને દાન કરીએ છીએ. અમે નવરાત્રી, ગણેશ ઉત્સવ પર મટિહાની પાસેથી દાન એકત્રિત કરીએ છીએ. અમારા મધવાપુરના મિત્રો પણ સાથે હોય છે. હવે સરકાર કંઈપણ વિચારે તેનાથી અમને ફરક પડતો નથી. અમારો સંબંધ ખૂબ જ મજબૂત છે. માધવાપુરની દુકાનો પણ સરહદ પરની અન્ય દુકાનો જેવી જ સ્થિતિ છે. અહીં પણ ઘણા નેપાળી ગ્રાહકો છે. તેથી, આ લોકો પણ ઈચ્છે છે કે સદીઓથી બંને દેશો વચ્ચેનો પ્રેમ સંબંધ ચાલુ રહે. રોટલી અને દીકરીની સંસ્કૃતિ જાળવવી જોઈએ.
Statement of Nepalis: Our soldiers snatch rations saying why we bought it from India