નેપાળના PMOથી લઈ આર્મી હેડક્વાર્ટર સુધી હોઉ યાંગની પહોંચ,ભારત-નેપાળ સીમા વિવાદમાં મહત્વની ભૂમિકા

નેપાળના PMOથી લઈ આર્મી હેડક્વાર્ટર સુધી હોઉ યાંગની પહોંચ,ભારત-નેપાળ સીમા વિવાદમાં મહત્વની ભૂમિકાચીનની રાજદ્વારી હોઉ યાંગની નેપાળમાં સૌથી શક્તિશાળી વિદેશી રાજદ્વારી માનવામાં આવે છે. નેપાળના પ્રધાનમંત્રી કાર્યાલયથી લઈ આર્મી હેડક્વાર્ટર સુધી તેમની સીધી પહોંચ છે. નેપાળના ચીફ ઓફ આર્મી સ્ટાફ પૂર્ણચંદ્ર થાપા તેમના નજીકના માનવામાં આવે છે. 13 મેના રોજ ચીનની એમ્બેસીમાં એક ડિનરનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમા થાપા ચીફ ગેસ્ટ હતા. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી, પર્યટન પ્રધાન યોગેશ ભટ્ટારાઈ તથા યાંગકીએ તેમા ભાગ લીધો હતો. કોવિડ-19નો સામનો કરવા માટે ચીને જે કન્સાઈમેન્ટ નેપાળ મોકલ્યું હતું તેને જનરલ થાપાએ રિસિવ કર્યું હતું.

ભારત-નેપાળ સીમા વિવાદમાં પણ યાંગકીની ભૂમિકાનેપાળના નવા નકશા અને ભારત-નેપાળ સીમા વિવાદમાં પણ યાંગકીની ભૂમિકા ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. નકશા વિવાદ ઉપરાંત યાંગકી ઓલી સરકારની મુશ્કેલી ઘટાડવા માટે વ્યસ્ત છે. શુક્રવારે તેણે રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીની પણ મુલાકાત કરી હતી. ભંડારી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (NCP)ના નેતા રહી ચુક્યા છે. રવિવારે યાંગકી ભૂતપુર્વ પ્રધાનમંત્રી માધવ કુમાર નેપાળ સાથે મુલાકાત કરવા તેમના ઘરે પહોંચી હતી.

નેપાળ અને ચીન માટે વચ્ચટીયાનું કામ કરી રહી છે યાંગકીએપ્રિલની શરૂઆતમાં જ્યારે નેપાળમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા હતા ત્યારે ચીનના રાજદ્વારીએ જ ટેલિફોન પર નેપાળના રાષ્ટ્રપતિ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વાત કરાવી હતી. એટલું જ નહીં 27 એપ્રિલના રોજ ચીન રાજદૂતે એક નિવેદન જારી કરી પેનાળની પ્રજાને વિશ્વાસ અપાવ્યો હતો કે કોરોના મહામારી સામે લડવા માટે ચીન દરેક પગલે નેપાળની નાગરિકોની મદદ કરશે.

ભારતીય મીડિયાના વિરોધ બાદ સ્પષ્ટતાગયા સપ્તાહે જ્યારે ભારતીય મીડિયાએ હોઉનો નકશા વિવાદમાં સામેલ થવાનો આરોપ લગાવ્યા હતા. બીજી બાજુ હોઉએ નેપાળના પ્રમુખ ડાયરીઝ ધ રાયજિંગ નેપાળ અને ગોરખપત્રને 1લી જુલાઈના રોજ લાંબો ઈન્ટરવ્યુ આપ્યો હતો. તેમા તેમણે કાલાપાની સરહદ વિવાદ અંગે સ્પષ્ટતા આપતા કહ્યું કે કેટલાક મીડિયા સમૂહ લોકોને ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કાલાપાની નેપાળ અને ભારત વચ્ચેનો મુદ્દો છે. તેમા ચીનની કોઈ પણ પ્રકારની દરમિયાનગીરીનો તેમણે સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.

મે મહિનામાં ઓલી સરકારને બચાવી હતીમે મહિનાના પહેલા સપ્તાહમાં પણ ઓલીની ખુરશી જવાની હતી. તે સમયે પણ હોઉ યાંગકી સક્રિય થી હતી. તેમણે ઓલીના મુખ્ય વિરોધી પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે મુલાકાત કરી હતી. અનેક નેતાઓ સાથે પણ તેમણે મુલાકાત કરી હતી. તે સમયે ગમે તેમ કરીને પણ ઓલી સરકાર બચી ગી. આ વખતે સરકાર સામે વધારે પરેશાની છે. તેને લીધે તે સ્ટેન્ડિંગ કમિટીના 40 પૈકી 30 સભ્ય પ્રધાનમંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે.મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ઓલી સત્તા પરથી જવાના હતા. પણ ચીનની રાજદૂત તેમને બચાવવા માટે સક્રિય થઈ હતી-ફાઈલ ફોટો