નેપોટિઝ્મની ચર્ચા વચ્ચે કરન જોહર પાર્ટીમાં જોવા મળ્યો, સો.મીડિયા યુઝર્સે કહ્યું- સાંભળ્યું હતું કે તે ભાંગી પડ્યો હતો?

નેપોટિઝ્મની ચર્ચા વચ્ચે કરન જોહર પાર્ટીમાં જોવા મળ્યો, સો.મીડિયા યુઝર્સે કહ્યું- સાંભળ્યું હતું કે તે ભાંગી પડ્યો હતો?



સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદથી કરન જોહર પર નેપોટિઝ્મને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે. હાલમાં જ કરનના એક નિકટના મિત્રે કહ્યું હતું કે કરનની સ્થિતિ બિલકુલ સારી નથી અને તે બોલી શકવાની સ્થિતિમાં નથી. જોકે, મિત્રનો આ દાવો ખોટો સાબિત થયો છે. કરન જોહર બોલિવૂડ એક્ટ્રેસ નીતુ સિંહની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો હતો. કરન જોહરને પાર્ટીમાં જોતા જ સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.

નીતુ સિંહે પાર્ટીની તસવીર શૅર કરીઆઠ જુલાઈના રોજ નીતુ સિંહનો જન્મદિવસ હતો. નીતુ સિંહે સાત જુલાઈના રોજ બર્થડે પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં કરન જોહર ઉપરાંત રણબીર કપૂર, દીકરી રિદ્ધિમા સહિત ફેમિલી મેમ્બર્સ જોવા મળ્યાં હતાં. નીતુ સિંહે તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘જેની પાસે સૌથી સારા સંબંધો હોય તે અમીર હોય છે. તમામને નિકટના લોકોનો પ્રેમ, સપોર્ટ, શક્તિની જરૂર રહેતી હોય છે. આજે હું મારી જાતને સૌથી અમીર માનું છું.’ 30 એપ્રિલ, 2020ના રોજ નીતુ સિંહના પતિ રિશી કપૂરનું નિધન થયું હતું. પતિના નિધન બાદ નીતુનો આ પહેલો જન્મદિવસ હતો.

View this post on Instagram

The richest are the ones with good relationships!!! We all need love ,support strength from our loved ones always