Translate...

નેપોટિઝમ મુદ્દે કંગનાએ કરીનાને છ સવાલ કર્યા, કહ્યું, ‘તમે લોકોએ બોલિવૂડને બુલીવૂડ બનાવી દીધું છે’

નેપોટિઝમ મુદ્દે કંગનાએ કરીનાને છ સવાલ કર્યા, કહ્યું, ‘તમે લોકોએ બોલિવૂડને બુલીવૂડ બનાવી દીધું છે’કંગના રણોત કરીના કપૂરે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂ પછી એના પર ભડકી છે. આ ઈન્ટરવ્યૂમાં કરીનાએ નેપોટિઝમ મુદ્દે બોલતાં કહ્યું કે જે દર્શકોએ અમને સ્ટાર બનાવ્યા એ લોકો જ આજે અમારી સામે આંગળી ચીંધી રહ્યા છે. જો એવું જ હોય તો તમે ફિલ્મો જોવા શા માટે જાઓ છો? કરીનાના આ નિવેદન પર પોતાની ટીમ મારફતે કરીના સામે નિશાન તાક્યું છે.

કંગના તરફથી એની ટીમે કરીનાના આ ઈન્ટરવ્યૂની લિંક શૅર કરીને લખ્યું કે, ‘હા કરીનાજી, દર્શકોએ આપ સૌને ધનવાન અને પ્રસિદ્ધ બનાવ્યા છે, પરંતુ એમને એ ખબર નહોતી કે અયોગ્ય હોવા છતાં સફળ થઈને તમે લોકો બોલિવૂડને બુલીવૂડ (ધમકાવનારી જગ્યા) બનાવી દેશો. પ્લીઝ સમજાવો.’ એ પછી કંગનાએ કરીનાને છ સવાલ પૂછીને એના જવાબ માગ્યા.

કરીનાને કંગનાના છ સવાલ

તમારા બેસ્ટ ફ્રેન્ડે કંગનાને ઈન્ડસ્ટ્રી છોડવાનું શા માટે કહેલું?મોટાં પ્રોડક્શન હાઉસોએ સુશાંતને બૅન શા માટે કરી દીધેલો?એમણે કંગનાને ચુડેલ અને સુશાંતને રેપિસ્ટ શા માટે કહ્યો?તમારી ઈકો સિસ્ટમે કંગના અને સુશાંતને બાયપોલર શા માટે કહ્યાં?તમારા સાથી નેપો કિડે લગ્નનો વાયદો કર્યા પછીયે તેના પર પોલીસ ફરિયાદો દાખલ કરાવી?કંગના અને સુશાંતને ઈન્ડસ્ટ્રીમાં હાંસિયામાં શા માટે ધકેલી દેવાયાં? એમને કેમ ક્યારેય કોઈ પાર્ટીમાં બોલાવવામાં આવતા નહીં? એમની નવી ફિલ્મની રિલીઝ પર કે એમના જન્મ દિવસ પર કોઈ એમને અભિનંદન શા માટે નથી આપતું?નેપોટિઝમ પર કરીના- મારો પોતીકો સંઘર્ષ છે

Yes Kareena ji, audience has made you all rich and famous but they didn’t know after getting undeserving success you all will turn Bollywood in to Bullywood, please explain 1) Why your best friend asked Kangana to leave the industry?..(1/3) https://t.co/GSrwjcLqxF

— Team Kangana Ranaut (@KanganaTeam) August 4, 2020

2) Why Sushant was banned from big production houses? 3) Why they called Kangana a witch and Sushant a rapist ? 4) Why your ecosystem call Kangana and Sushant Bipolar? 5) Why your fellow nepo kid after promising marriage filed criminal cases on her ?..(2/3)

— Team Kangana Ranaut (@KanganaTeam) August 4, 2020

6) Why Kangana and Sushant isolated in the industry never called for any parties? No one wishes them on their film releases birthdays or successes?..(3/3)

— Team Kangana Ranaut (@KanganaTeam) August 4, 2020

તાજેતરમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં કરીના કપૂરે નેપોટિઝમ વિશે બોલતાં કહ્યું કે, લોકોને એ જાણીને ભલે નવાઈ લાગે, પણ અહીં મારે પણ સંઘર્ષ કરવો પડ્યો છે. હા, કોઈ ખિસ્સામાં દસ રૂપિયા લઈને આવેલી વ્યક્તિ જેવો મારો સંઘર્ષ રોમાંચક નથી. પરંતુ એ માટે કંઈ હું એપોલોજેટિક ફીલ ન કરું.’

‘તો તમને કોણ કહે છે એમની ફિલ્મ જોવા જવાનું?’ કરીના આગળ બોલી કે, ‘દર્શકોએ જ અમને સ્ટાર બનાવ્યા છે, બીજા કોઈએ નહીં.’ આ નેપોસ્ટિક લોકોને સ્ટાર બનાવનારા લોકો જ આજે એમની સામે આંગળી ચીંધી રહ્યા છે, ખરું ને? તમે જાઓ જ છો ને ફિલ્મો જોવા? ન જાઓ. કોઈ તમને ફરજ થોડી પાડે છે? એટલે જ આ વાત મને સમજાતી નથી. મને લાગે છે કે આ સમગ્ર ચર્ચા જ વિચિત્ર છે.’

‘આજના કેટલાય સ્ટાર્સ આઉટસાઈડર્સ છે’ કરીનાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘મુદ્દો એ છે કે તમે જે લોકોને પસંદ કરીને સ્ટાર્સ બનાવ્યા છે તેવા આજના કેટલાય સ્ટાર્સ આઉટસાઈડર્સ છે, જેમ કે, અક્ષય કુમાર, શાહરૂખ ખાન કે પછી આયુષ્માન ખુરાના કે રાજકુમાર રાવ. આ તમામ સફળ એક્ટર્સ છે, કેમ કે, એમણે સખત મહેનત કરી છે.’

‘દર્શકો જ સ્ટાર બનાવે છે અને એ જ એમને ફેંકી દે છે’ ‘કરીના કપૂર હોય કે આલિયા ભટ્ટ, અમે સૌએ સખત મહેનત કરી છે. તમે અમને જોઈ રહ્યાં છો અને અમારી ફિલ્મોનો આનંદ પણ લઈ રહ્યા છો. એટલે અમને બનાવનારા કે ફેંકી દેનારા સૌ દર્શકો જ છે.’ કરીનાએ ઈન્ટરવ્યૂમાં કહેલું.On the issue of nepotism, Kangana asked Kareena six questions, saying, "You people have turned Bollywood into Bollywood."