Translate to...

નાણાવટીમાંથી અભિષેકને ડિસ્ચાર્જ કર્યા બાદ અમિતાભે તેને પ્રેમથી આવકારતા લખ્યું, ભૈય્યુ ઘરમાં તારું સ્વાગત છે

નાણાવટીમાંથી અભિષેકને ડિસ્ચાર્જ કર્યા બાદ અમિતાભે તેને પ્રેમથી આવકારતા લખ્યું, ભૈય્યુ ઘરમાં તારું સ્વાગત છે




મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ અભિષેક બચ્ચનનો લેટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જુનિયર બચ્ચને આ માહિતી ટ્વિટર પર આપી છે. તેણે લખ્યું કે, ‘વચન વચન હોય છે. આજે બપોરે મારો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મેં તમને કહ્યું હતું કે હું આને હરાવી દઈશ. મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરવા બદલ તમારો આભાર. નાણાવટી હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફનો ઘણો આભાર.’

welcome home Bhaiyu .. GOD IS GREAT https://t.co/vtHMQpSPjr

— Amitabh Bachchan (@SrBachchan) August 8, 2020

ઘરે પરત ફરવાનો આનંદ અમિતાભે બ્લોગમાં પણ દર્શાવ્યો અમિતાભ બચ્ચને પણ પોતાના બ્લોગમાં અભિષેકના ઘર પરત ફરવાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે આ વિશે લખ્યું કે, અભિષેકનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તે ઘરે આવી રહ્યો છે. અત્યારે બીજું કંઇ મગજમાં નથી આવી રહ્યું. ફક્ત પરિવાર માટે પ્રેમ ઊભરાઈ રહ્યો છે. ફરી પાછો આવીશ.

અભિષેકને હોસ્પિટલમાં દાખલ કરાતા બિગ બી ઉદાસ થઈ ગયા હતા 77 વર્ષના અમિતાભ અને 44 વર્ષીય અભિષેક બચ્ચન 11 જુલાઇએ એકસાથે હોસ્પિટલમાં દાખલ થયા હતા. 22 દિવસ આઇસોલેશન વોર્ડમાં રહ્યા બાદ અમિતાભને 2 ઓગસ્ટના રોજ રજા આપવામાં આવી હતી. પરંતુ અભિષેકનો ટેસ્ટ નેગેટિવ ન આવ્યો હોવાથી તેણે હોસ્પિટલમાં જ રહેવું પડ્યું હતું. બીજા દિવસે અમિતાભ તેમના બ્લોગમાં અભિષેકને યાદ કરીને ઉદાસ થઈ ગયા હતા. તેમણે લખ્યું હતું કે, કોરોના વાઇરસથી મુક્ત થયા બાદ હોસ્પિટલમાંથી ઘરે પરત ફરવું એ ખૂબ આનંદની વાત છે. પરંતુ અભિષેક માટે ખરાબ લાગી રહ્યું છે, તે હજી પણ મેડિકલ કેરમાં છે.

પ્રસૂન જોશીની કવિતાથી અભિષેકની હિંમત વધારી હતી બે દિવસ પહેલા અમિતાભે પ્રસૂન જોશીની એક કવિતા શેર કરીને અભિષેકને હિંમત આપી હતી. તેમણે કવિતા સાથે એક ફોટો પણ શેર કર્યો હતો, જેમાં તેઓ કોરોના વાઇરસને લાત મારતા જોવા મળ્યા હતા. અભિષેક પણ ફ્રેમમાં દેખાઈ રહ્યો હતો. આ સાથે, અમિતાભે કેપ્શનમાં પ્રસૂન જોશીની ખૂબ સુંદર કવિતા લખી હતી.

View this post on Instagram

What can one say ..

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on Aug 6, 2020 at 12:51pm PDT







After discharging Abhishek from Nanavati, Amitabh wrote a warm welcome to him, "Welcome home, brother."