Translate to...

નાણાકીય કટોકટી, કામદારોની અછત-ઉત્પાદન ખર્ચ વધતા ગુજરાતની 1500થી વધુ MSMEએ બિઝનેસ રિસફલ કર્યો

નાણાકીય કટોકટી, કામદારોની અછત-ઉત્પાદન ખર્ચ વધતા ગુજરાતની 1500થી વધુ MSMEએ બિઝનેસ રિસફલ કર્યો
કોરોના વાયરસ મહામારીના કારણે ત્રણ માસ જેટલો સમય લોકડાઉનમાં પસાર થયો જેના કારણે ગુજરાતને અનેક એમએસએમઇને વેપાર રિસફલ કરવાની ફરજ પડી છે. લોકડાઉન દૂર થયું છે પરંતુ ગુજરાતની અંદાજે 1500થી વધુ MSMEએ વેપાર જાળવી રાખવા માટે મેઇન બિઝનેસમાંથી અન્ય વેપાર તરફ ડાઇવર્ટ થયા છે. મેનપાવરની અછત, નાણાંકિય કટોકટી તેમજ અનેક યુનિટો ડિમાન્ડ પર આધારિત છે તેને અસર થતા સંખ્યાબંધ કંપનીઓ પોતાના મેઇન બિઝનેસમાંથી અન્ય બિઝનેસ અપનાવવા લાગ્યા છે. આગામી હજુ બે માસ સુધીમાં ગુજરાતની કુલ 4.5-5 લાખ એમએસએમઇ યુનિટોમાંથી અંદાજે 75000 જેટલી નાની કંપનીઓ પોતાનો બિઝનેસ રિસફલ કરશે તેવો અંદાજ છે.

પાયાના સેક્ટર એવા ટેક્સટાઇલ-ગારમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર- રિઅલ એસ્ટેટ, આયાત-નિકાસ, એફએમસીજી, ટૂરિઝમ, હોટલ-ફૂડ ઇન્ડસ્ટ્રીઝ તથા જવેલરી સેક્ટરની અનેક કંપનીઓ ઓનલાઇન બિઝનેસ, ગ્રોસરી, વેજીટેબલ્સ-ફ્રૂટ, પીપીઇ કીટ, ગ્લોવ્સ-માસ્ક, સેનેટાઇઝરના ઉત્પાદન તરફ ડાઇવર્ટ થઇ છે. જેટલી કંપનીઓએ બિઝનેસ રિસફલ કર્યો છે તે કંપની શોર્ટટર્મમાં પ્રોફિટેબલ બની ગઇ છે. એટલું જ નવા બિઝનેસના પ્રોફિટના કારણે જૂનો બિઝનેસ સસ્ટેઇન થઇ રહ્યો છે. મહત્વની વાત એ છે કે રિસફલ બિઝનેસ ઉપરાંત મેઇન બિઝનેસમાં સ્થિતિ રાબેતા મૂજબ થતા તેમાં પણ વેપાર ચાલુ રાખશે.

કોરોના ઇફેક્ટ હજુ આગામી ત્રણ થી ચાર માસ તો અમુક સેક્ટરમાં એકાદ વર્ષ સુધી ચાલુ રહેશે તેવો નિર્દેશ અગ્રણી બિઝનેસમેન કરી રહ્યાં છે. જ્યાં સુધી ડિમાન્ડ-સપ્લાય રાબેતા મુજબ નહિં બને તો આગળ જતા અનેક કંપનીઓ પોતાનો મેઇન બિઝનેસ રિસફલ કરશે તેમાં શંકાને સ્થાન નથી. જે કંપનીઓએ નવા બિઝનેસમાં ઝંપલાવ્યું છે તેમાં પોઝિટીવ ગ્રોથ જોવા મળ્યો છે.

શા માટે MSMEને બિઝનેસ રિસફલ કરવાની જરૂર પડી?એમએસએમઇ અનેક કંપનીઓને અનલોકમાં સૌથી મોટો પ્રશ્ન મેનપાવર પૂરતો ન હોવાનો છે. આ ઉપરાંત નાણાંકીય કટોકટી, ડિમાન્ડ ન હોવાથી વેપારમાં અડચણ છે ત્યારે નવા બિઝનસેમાં શોર્ટટર્મ ગેઇન થતા જૂનો બિઝનેસ સસ્ટેઇન થઇ રહ્યો છે. નવા બિઝનેસમાં કમાણીની તક છે જેના કારણે મહામારીની સ્થિતિ હળવી થશે તો પણ અનેક કંપનીઓ હવે બે બિઝનેસ ચલાવશે.

કયા સેક્ટરમાંથી કયા સેક્ટરમાં ડાઇવર્સિફાઇ થયા

જૂનો બિઝનેસ ડાઇવર્ટ થયેલ બિઝનેસ હોસ્પિટાલિટી ઓનલાઇન ગ્રોસરી બિઝનેસ હોટલ-રેસ્ટોરન્ટ ઓનલાઇન વેજિટેબલ્સ-ફ્રૂટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રોપ બિઝનેસ, સિડ્સ જ્વેલરી-ડાયમંડ જ્વેલરી, ઓનલાઇન વેચાણ ટ્રાન્સપોર્ટેશન બોઇલર-ઓટોપાર્ટ્સ મેન્યુ. ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ ઓનલાઇન ટ્રેનિંગ-એજ્યુ. ઇમ્પોર્ટ-એક્સપોર્ટ પીપીઇ, ગ્લોવ્સ-માસ્ક

ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટમાંથી ઓનલાઇન તરફ પ્રયાણ કર્યુંએમડી-મેટાર્વસિટી ઇન્સ્ટીટ્યૂટના અંકીત જોષીપુરાએ જણાવ્યું કે, પેન ઇન્ડિયા ટ્રેઇનિંગ-કોચીંગ પૂરી પાડતી ઇન્સ્ટીટ્યૂટ છેલ્લા ફેબ્રુઆરી માસથી મૃત: પાય અવસ્થામાં છે જેની સામે નવી તક ઝડપી મેટાર્વસિટી નામનું ઓનલાઇન પ્લેટફોર્મ શરૂ કરવા પ્રયાસ કર્યો છે જેમાં અનેક કંપનીઓ-યુનિવર્સિટી દ્વારા સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ વેપારમાં ટુંકાગાળામાં ઝડપી ગ્રોથ મે‌ળવી લેશું તેવી આશા છે.

20 ટકા જેટલા MSME રિસફલ થશેએન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયનના ફાઉન્ડર ભાવેશ ઉપાધ્યાયે કહ્યું કે,નાના-નાના અનેક યુનિટોને મેઇન બિઝનેસમાંથી અન્યમાં ફરજિયાત ડાઇવર્ટ થવું પડ્યું. મેનપાવરની શોર્ટેજ, નાણાં કટોકટી, ડિમાન્ડ-સપ્લાયનો અભાવ હોવાથી વેપાર બદલવાની ફરજ પડી.નવા બિઝનેસમાં ઝંપલાવ્યું છે તેમાં સારો ગ્રોથ મેળવવામાં કંપનીઓ સફળ રહી છે.

ઓર્ગેનિકમાં કમાણીની તક ઝડપીઓર્ગેનિક હાઉસીસના ફાઉન્ડર પાયલ વેકરીયાના જણાવ્યાનુસાર મુખ્ય વ્યવસાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો હતો પરંતુ મેનપાવરની શોર્ટેજઅને પ્રોજેક્ટ કોસ્ટ વધી જતા વેપાર સંતુલન માટે અન્ય વેપાર તરફ નજર દોડાવી પડી. ઓર્ગેનિકનો જમાનો હોવાથી અને ખેડૂતોને સારા ભાવ મળી રહે તે આશયથી ઓર્ગેનિક વેજિટેબલ્સ-ફ્રૂટના વેપારમાં ઝંપલાવ્યું .USA, કેનેડા,આફ્રિકામાં સ્પાઇસીસ-ગ્રોસરીની નિકાસની વિચારણા છે.

ઓનલાઇન ગ્રોસરી સ્ટોર્સમાં પ્રવેશકેપ્સિકમ રેસ્ટોરન્ટના કો-ફાઉન્ડર રૂપલ ઘીઆ એ જણાવ્યું કે, કોરોનામાં સૌથી મોટી અસર હોસ્પિટાલિટી-હોટલ તથા રેસ્ટોરન્ટ બિઝનેસને પડી છે અને હજૂ પડી રહી છે. હજુ બે માસ સુધી આ સેક્ટર માટે પડકારો છે તેને ધ્યાનમાં લેતા ઓનલાઇન ગ્રોસરી સ્ટોર શરૂ તરફ નજર દોડાવી. અમારા ક્લાઇન્ટો સાથે કોન્ટેક્ટ જળવાઇ રહે તે મુખ્ય આશય છે. જૂનો બિઝનેસ શરૂ થવા સાથે નવા વેપારને પણ વેગ આપીશું.

કિટ-માસ્ક-સેનિટાઇઝરમાં ઝંપલાવ્યુંસંકર-6 કોટન ફાઇબર પ્રા.લિ.ના એમડી તુષાર શેઠે જણાવ્યું કે, કોટન તથા યાર્નની નિકાસ કોરોના ઇફેક્ટથી અટકી છે. ચાર માસથી વેપાર ન હોવાથી અન્ય બિઝનેસમાં પીપીઇ કિટ, માસ્ક, સેનેટાઇઝર તથા હોસ્પિટલ પ્રોડક્ટમાં ઝંપલાવ્યું છે અને તેમાં સફળતા મળી છે. નવા વેપારમાં 10 કરોડથી વધુનું ટર્નઓવર મેળવી લીધું છે.More than 1500 MSMEs in Gujarat reshuffle business due to financial crisis, labor shortage and rising production costs