Translate to...

નોકરિયાત મહિલાઓની પીએમને અપીલ- ‘ઝાડુ મહિલાઓ જ ચલાવે’ એવું તેના પર લખ્યું હોય છે? પુરુષો કેમ મદદ નથી કરતા?

નોકરિયાત મહિલાઓની પીએમને અપીલ- ‘ઝાડુ મહિલાઓ જ ચલાવે’ એવું તેના પર લખ્યું હોય છે? પુરુષો કેમ મદદ નથી કરતા?




શું ઝાડુ પર લખ્યું હોય છે કે, તેનો ઉપયોગ મહિલાઓ જ કરી શકે, તે મહિલાઓ જ ચલાવી શકે?, શું વૉશિંગ મશીન અને ગેસ સ્ટવના મેન્યુઅલમાં પણ આવુ કંઈ લખ્યું હોય છે? તો પછી કેમ મોટા ભાગના પુરુષો ઘરના કામમાં મદદ નથી કરતા? કદાચ દરેક ઘર સાથે જોડાયેલા આ સવાલ એ ઓનલાઈન અરજીના અંશ છે, જે કોરોના વાઈરસના કાળમાં ઘર-રસોડામાં અચાનક વધેલા મહિલાઓના કામને લઈને દાખલ કરાઈ છે.

આ અરજી મુંબઈના રહેવાસી સુવર્ણા ઘોષે દાખલ કરી છે. તેના પર અત્યાર સુધી 71 હજારથી વધુ લોકો હસ્તાક્ષર કરી ચૂક્યા છે. ઘોષ ઈચ્છે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના કોઈ ભાષણમાં આ મુદ્દે વાત કરે, કશુંક બોલે. આ મુદ્દે કોઈ ઉકેલ સૂચવે અને પુરુષોને અપીલ કરે કે, તેઓ પણ ઘરના નાના-મોટા કામની જવાબદારી લે.

હકીકતમાં લૉકડાઉન વખતે સુવર્ણા પર ઘર અને ઓફિસ બંનેના કામનો બોજ આવી પડ્યો હતો. આ અરજી તેમના જ અનુભવોનો સાર છે અને તેમના પણ ઘરની કહાની છે. એવું પણ કહી શકાય કે, આ ‘ઘર ઘર કી કહાની’ છે. દુનિયાની કરોડો મહિલાઓ આ સ્થિતિનો સામનો કરે છે. ઘરના કામની જવાબદારી ફક્ત તેમના પર જ હોય છે. ખાવાનું બનાવવાનું, સાફ-સફાઈ, કપડાં ધોવા, ઈસ્ત્રી કરવી ઘર સુવ્યવસ્થિત કરવું એ બધું મહિલાઓ જ કરે છે.

સુવર્ણા ઘોષ એક ચેરિટી સંસ્થા ચલાવે છે અને તેમના પતિ બેંકર છે. તેઓ કહે છે કે, મહિલાઓ પાસે એવી અપેક્ષા પણ રખાય છે કે, આટલું કર્યા પછીયે મહિલા ઓફિસનું કામ યોગ્ય સમયે સારી રીતે પૂરું કરે. લૉકડાઉન વખતે મહિલાઓએ સૌથી વધુ સમાધાનો કરવા પડ્યા. વર્ક ફ્રોમ હોમ અને ઉપરથી ઘરનું કામ. તેથી ઓફિસના કામ પર અસર પડી. એ વખતે હું ખૂબ થાકી જતી. પારિવારિક સંતુલન પણ ખોરવાઈ ગયું. આ મુદ્દે મેં ફરિયાદ પણ કરી. જોકે, પછી એ સ્થિતિ બદલાઈ. સુવર્ણા ઘોષનું માનવું છે કે, લોકો આ મુદ્દે વાત કરવા કેમ નથી માંગતા? મારી અરજીનો હેતુ લોકોના વિચારો બદલવાનો છે.

મોદીને સંબોધીને આ પંક્તિઓમાં વર્ણવી ‘મન કી બાત’ લૉકડાઉન કે બહાને સે યહ બાદ યાદ આઈ ઘરબંધી મર્દો કો ક્યા કિસી ને નહીં સમજાઈ ઘર કા કામ ઔરત કા હૈ, બોલ કે ઉસને ઠુકરાયા જીડીપી કી બાત છોડો, અપનો ને ભી ભુલાયા તબ સોચા ક્યોં ન મોદીજી સે બાત ચલાયે કિ અગલે સ્પીચ મેં મર્દો કો યે બાત યાદ દિલાયે ઘર કામ હર દિન હૈ સબકા લૉકડાઉન મેં ફિર કામ ક્યોં બઢતા? ભાગીદારી હી હૈ જિમ્મેદારી ક્યા બરાબરી નહીં ઈન્ડિયા કો પ્યારી?







પ્રતિકાત્મક તસવીર.