નવા 260 કેસ સાથે કોરોના પોઝિટિવનો આંકડો 6756 થયો, છ મોત સાથે મૃત્યુઆંક 255 ઉપર પહોંચ્યો

નવા 260 કેસ સાથે કોરોના પોઝિટિવનો આંકડો 6756 થયો, છ મોત સાથે મૃત્યુઆંક 255 ઉપર પહોંચ્યોકોરોના સંક્રમણ કુદકે ને ભુસકે વધી રહ્યું છે. શહેર અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ કુલ 260 કેસ વધ્યા છે. જેથી પોઝિટિવનો કુલ આંકડો 6756 ઉપર પહોંચ્યો છે. શહેરમાં સાંજે સાત વાગ્યા સુધીમાં 201 નવા કેસ અને જિલ્લાના 59 મળીને કુલ 260 કેસ ઉમેરાયા છે. આજે કુલ 6 મોત સાથે મૃત્યુઆંક 255 થયો છે. જેમાં શહેરના 226 અને જિલ્લાના 29નો સમાવેશ થાય છે. આજે કુલ 126 લોકો શહેરમાંથી અને જિલ્લામાંથી 16 લોકો કોરોનાને મ્હાત આપીને ઘરે પરત થયા છે. જેથી રિક્વર થયેલા દર્દીઓની સંખ્યા 4061 થઈ છે. જેમાંથી જિલ્લાના 426 લોકો પણ તંદુરસ્ત થઈને ઘરે પરત થયા છે. વરાછા ઝોન-બીમાં આજે સૌથી વધુ કેસ નોંધાતા તંત્ર માટે નવું હોટસ્પોટ વિસ્તાર બની રહ્યો હોય તેમ સામે આવતા કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે.

નવી સિવિલ હોસ્પિટલના બે તબીબ સહિત વધુ 9 તબીબ સંક્રમિત થયાનવી સિવિલ કેમ્પસમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ બે તબીબો સંક્રમિત થયા છે. આ સાથે વરાછા વિસ્તારમાં રહેતા અને મોહિની ખાતે ફરજ બજાવતા એક તબીબ, વરાછામાં રહેતા અને સ્પાર્કલ હોસ્પિટલના તબીબ, વરાછા વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ ક્લિનિક ચલાવતા એક તબીબ, રાંદેર વિસ્તારમાં રહેતા મીશન હોસ્પિટલના તબીબ, રાંદેર વિસ્તારમાં રહેતા અને મોહિણી પીએચસીમાં ફરજ બજાવતા તબીબ, રાંદેર વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ ક્લિનિક ચલાવતા તબીબ, તેમજ સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં રહેતા અને એપલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં શહેરમાં 102 તબીબ સંક્રમિત થયા છે. જેમાં સિવિલ હોસ્પિટલના 29, સ્મીમેરના 7 અને પ્રાઈવેટના 66નો સમાવેશ થયો છે.

ભરત કેન્સરના મેનેજર, મીશનની નર્સ અને મહાવીરનો વોર્ડ બોય સંક્રમિતવરાછા વિસ્તારમાં રહેતા અને ભરત કેન્સર હોસ્પિટલના મેનેજર પણ સંક્રમિત થયા છે. તેવી જ રીતે સાઉથ વેસ્ટ ઝોનમાં રહેતા અને મીશન હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ પણ સંક્રમિત થયા છે. જ્યારે કતારગામ વિસ્તારમાં રહેતા અને મહાવીર હોસ્પિટલના વોર્ડ બોયને પણ ચેપ લાગ્યો છે.

વકીલ, શેર દલાલ અન બેંક કર્મચારીને પણ સંક્રમણસેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રહેતા અને નાનપુરાની બેંકના કર્મચારી સંક્રમિત થયા છે. તેવી જ રીતે રાંદેર વિસ્તારમાં રહેતા અને વરાછાની કાળુપુર બેંકના કર્મચારી પણ સંક્રમિત થયા છે. જ્યારે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જ રહેતા શેર દલાલ અને વકીલને પણ ચેપ લાગ્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નૈષધ દેસાઈ સંક્રમિત થયાગુજરાત પ્રદેશ કોગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈ પણ સંક્રમિત થયા છે. કોરોનાના લક્ષણો બાદ તેમના સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી હતી. જેમાં રવિવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી હોમ આઈસોલેશન હેઠળ તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.Corona Surat Live, 6 July 2020, The number of positive cases more than 6400