નવા 176 કેસ નોંધાતા કુલ 25,349 કેસ થયા, 3 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 1568 એ પહોંચ્યો

નવા 176 કેસ નોંધાતા કુલ 25,349 કેસ થયા, 3 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 1568 એ પહોંચ્યો



શહેર-જિલ્લામાં એક સમયે કોરનાના 250થી વધુ કેસ નોંધાતા હતા. જ્યારે આજે 176 નવા કેસ નોંધાયા છે અને 3 દર્દીના મોત થયા છે. આમ છેલ્લા 21 દિવસમાંથી 19 દિવસ 200ની નીચે કેસ નોંધાયા છે. 23 જુલાઈની સાંજથી 24 જુલાઈની સાંજ સુધીમાં શહેરમાં 161 જ્યારે જિલ્લામાં 15 કેસ મળીને કુલ 176 કેસ નોંધાયા છે. શહેરમાં 3 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત શહેરમાં 191 અને જિલ્લામાં 14 દર્દી મળી કુલ 205 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કુલ કેસનો આંકડો 25,349 અને મૃત્યુઆંક 1,568 થયો છે. તેમજ કુલ 20,153 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન સેક્રેટરી ઓફિસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હરીશભાઈ કોષ્ટીનું કોરોનાને કારણે મોત થયું છે. હરીશ કોષ્ટી RSSમાં કાર્યરત હતા. હરિશભાઈના મૃત્યુ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમાચાર મળતા જ પરિવારના સભ્યોને ફોન કરી સાંત્વના આપી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

17 દિવસમાં 10 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયા આ પહેલા 7 જુલાઈ, 11 જુલાઈ, 12 જુલાઈએ 4-4 મોત, 13 જુલાઈએ 3 મોત, 14 જુલાઈ 3 મોત, 15 જુલાઈએ 2, 16 જુલાઈએ 5, 17 જુલાઈએ 5, 18 જુલાઈએ 4, 19 જુલાઈએ 6, 20 જુલાઈએ 4, 21 જુલાઈએ 6, 22 જુલાઈએ 3 અને 23 જુલાઈએ 5, 24મી જુલાઈએ 3 દર્દીના મોત થયા હતા. આમ 17 દિવસમાં 10 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયા છે.

29 દિવસમાં 25 વાર 10થી ઓછા મોત શહેર અને જિલ્લામાં 26 જૂને 8 મોત, 27 જૂને 10 મોત, 28 જૂને 13 મોત, 29 જૂને 9, 30 જૂને 9 મોત, 1 જુલાઈએ 8 મોત, 2 જુલાઈએ 7 મોત,3 જુલાઈએ 10 મોત, 4 જુલાઈએ 9 મોત, 5 જુલાઈએ 9 મોત, 6 જુલાઈએ 7 મોત, 7 જુલાઈએ 4 મોત, 8 જુલાઈએ 5 મોત, 9 જુલાઈએ 5 મોત, 10 જુલાઈએ 5 મોત,11 જુલાઈએ 4 મોત, 12 જુલાઈએ 4 મોત, 13 જુલાઈએ 3,14 જુલાઈએ 3,15 જુલાઈએ 2, 16 જુલાઈએ 5, 17 જુલાઈએ 5,18 જુલાઈએ 4, 19 જુલાઈએ 6, 20 જુલાઈએ 6, 21 જુલાઈએ 6, 22 જુલાઈએ 3, 23 જુલાઈએ 5, 24 જુલાઈએ 3 દર્દીના મોત થયા છે. આમ 29 દિવસમાં 25 વખત 10થી ઓછા મોત નોંધાયા છે.

આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટતા ગયા

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ 17 જૂન 330 22 223 18 જૂન 317 22 281 19 જૂન 312 21 206 20 જૂન 306 16 418 21 જૂન 273 20 427 22 જૂન 314 16 401 23 જૂન 235 15 421 24 જૂન 215 15 401 25 જૂન 238 12 216 26 જૂન 219 8 210 27 જૂન 211 12 218 28 જૂન 211 13 181 29 જૂન 236 9 171 30 જૂન 197 9 137 1 જુલાઈ 215 8 125 2 જુલાઈ 211 7 161 3 જુલાઈ 204 10 131 4 જુલાઈ 172 9 228 5 જુલાઈ 177 9 216 6 જુલાઈ 183 7 240 7 જુલાઈ 187 5 124 8 જુલાઈ 156 5 170 9 જુલાઈ 162 5 139 10 જુલાઈ 165 5 161 11 જુલાઈ 178 4 126 12 જુલાઈ 172 4 133 13 જુલાઈ 164 3 125 14 જુલાઈ 167 3 180 15 જુલાઈ 173 2 212 16 જુલાઈ 181 5 188 17 જુલાઈ 184 5 165 18 જુલાઈ 199 4 169 19 જુલાઈ 212 6 167 20 જુલાઈ 193 4 200 21 જુલાઈ 199 6 205 22 જુલાઈ 196 3 203 23 જુલાઈ 210 5 203 24 જુલાઈ 176 3 205 કુલ આંક 8050 337 8087





ફાઇલ તસવીર