મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને તેમના ભાઈ તથા પરિવારના અમુક મેમ્બર સામે કેસ ફાઈલ થયો છે. આ FIR તેમની પત્ની અંજના આનંદ કિશોર પાંડે ઉર્ફ આલિયા સિદ્દીકીએ કરી છે. 27 જુલાઈએ FIR ફાઈલ થઇ છે, પરંતુ હજુ આ કેસમાં ધરપકડ થઇ નથી. આની પહેલાં આલિયા છૂટાછેડા અને ભરણપોષણ માટે કાનૂની નોટિસ મોકલી ચૂકી છે.
વર્સોવા પોલીસ તરફથી મળેલી જાણકારી પ્રમાણે, એક્ટર વિરુદ્ધ IPC કલમ 354, 323, 504, 506 અને 34 હેઠળ કેસ ફાઈલ કર્યો છે.
પત્ની આલિયા સિદ્દીકીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, મારી ભત્રીજીએ મને કહ્યું કે, જ્યારે તમે મને છોટે ચાચા એટલે કે નવાઝના નાના ભાઈ સાથે મોકલો છો ત્યારે તે ખરાબ વર્તન કરે છે, મને તે સારા લાગતા નથી. આ સાંભળીને મને પહેલીવાર શંકા ગઈ હતી.
આલિયાએ નવાઝુદ્દીન સિદ્દીકીના નાના ભાઈ મિનાઝુદ્દીન સિદ્દીકી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે FIRમાં લખાવ્યું કે, મારા દિયર મિનાઝુદ્દીન સિદ્દીકીએ મારી ભત્રીજીનું જાતીય શોષણ કર્યું છે. આ બાબતે મેં મિનાઝુદ્દીન સામે રોષ વ્યક્ત કર્યો તો તેણે મારપીટ કરી. મેં મારા પતિને આ વિશે ફરિયાદ કરી તો તેણે મને ખરાબ અપશબ્દો કહ્યા.
આ ઉપરાંત આલિયાએ તેના સસરા ફૈયાઝુદ્દીન, અયાઝુદ્દીન અને તેની સાસુ મેહરુનિસા પર અપશબ્દો બોલીને ઘમકાવાનો આરોપ મૂક્યો છે. આલિયાએ કહ્યું કે, મારા પતિ નવાઝુદ્દીન સિદ્દીકીએ મને ફરિયાદ કરવાની ના પાડી હતી.
Nawazuddin Siddiqui News: Case Filed Against Actor Nawazuddin Siddiqui And His Family Members In Maharashtra Mumbai