Translate to...

નર્સિંગના ફાઇનલ યરના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી 31મી ઓગસ્ટથી લેવાશે, બાકીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે

નર્સિંગના ફાઇનલ યરના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી 31મી ઓગસ્ટથી લેવાશે, બાકીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે




કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલે નર્સિંગ વિભાગની પરીક્ષા લેવા અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં ગુજરાતની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું જણાવ્યું છે. આ ઉપરાંત તમામ વર્ષના વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકન અને વર્ષ દરમિયાન તેમના પર્ફોર્મન્સને આધારે માર્ક્સ આપી પ્રમોશન આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. આ નિર્ણયનો લાભ GNMના 14,671 અને ANMના 3,827 વિદ્યાર્થીઓને મળશે. જ્યારે GNMના 4,561 અને ANMના 3,108 વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી 31 ઓગસ્ટથી લેવામાં આવશે. આ પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝિંગ અને માસ્કના ઉપયોગના નિયમનું ચુસ્તપણે પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ નર્સિંગની બેઠકમાં નિર્ણય લેવાયો આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની ગાઇડલાઇન મુજબ રાજ્યમાં જો કોરોનાને કારણે પરીક્ષા લેવી શક્ય ના હોય તો ફાઇનલ યર સિવાયના વિદ્યાર્થીઓને આંતરીક મૂલ્યાંકન અને તેના વર્ષ દરમ્યાનના પરફોર્મન્સના આધારે માર્ક્સ આપી આગલા વર્ષમાં પ્રમોટ કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં નર્સિંગના શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોરોના દર્દીઓની સારવાર અને સર્વેની કામગીરીઓમાં જોડાયેલા છે. રાજ્યમાં હાલ કોરોના મહામારીની પરિસ્થિતિ ધ્યાને રાખી ગુજરાત નર્સિંગ કાઉન્સીલની પરીક્ષા સમિતિની બેઠકમાં ઇન્ડીયન કાઉન્સીલ ઓફ નર્સિંગની માર્ગદર્શિકાની ચર્ચા કરી સર્વાનુમતે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે સિવાયના નર્સિંગનો અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા સિવાય તેમના અભ્યાસક્રમના આંતરિક મૂલ્યાંકનના આધારે આગળના વર્ષમાં માસ પ્રમોશન આપવામાં આવશે.







ફાઇલ તસવીર