ધારાસભ્ય પૂર્ણેશ મોદીના મોટા ભાઈ દિપક મોદીનું નિધન, વધુ 271 કેસ સાથે પોઝિટિવની સંખ્યા 13,379 થઈ, 10 મોત સાથે મૃત્યુઆંક 586 પર પહોંચ્યો

ધારાસભ્ય પૂર્ણેશ મોદીના મોટા ભાઈ દિપક મોદીનું નિધન, વધુ 271 કેસ સાથે પોઝિટિવની સંખ્યા 13,379 થઈ, 10 મોત સાથે મૃત્યુઆંક 586 પર પહોંચ્યોસુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના મોટા ભાઈ દીપકભાઈએ આજે અડાજણની BAPS હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. શહેરમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવતું ન હોય તે રીતે કેસની સંખ્યા વધી રહી છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે વધુ 271 કેસ સામે આવ્યાં છે. જેથી કોરોના પોઝિટિવનો કુલ આંક 13,379 થયો છે. આજે 10 મોત સાથે કુલ 586 મૃત્યુઆંક થયો છે. જેમાં શહેરના 482 અને જિલ્લાના 104નો સમાવેશ થાય છે. આજે શહેરમાંથી 194 અને જિલ્લામાંથી 56 લોકો કોરોનાને હરાવી ઘરે ગયા છે. જેથી કુલ ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 9136 થઈ છે. જેમાં જિલ્લાના 1749નો સમાવેશ થાય છે.

ધારાસભ્ય પૂર્ણેશ મોદીના મોટા ભાઈ દિપક મોદીનું નિધન છેલ્લા દસ-પંદર દિવસથી સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીનો પરિવાર કોરોનાની ઝપટે હતો. પૂર્ણેશભાઈના બે ભાઈઓ, એમના જમાઈ, વેવાઈ વગેરે સદસ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. જેને પરિણામે આખા પરિવારે ક્વોરન્ટિન થવું પડ્યું હતું. બીજા સભ્યો ધીમે ધીમે કોરોનાને માત આપવામાં સફળ રહ્યા. પરંતુ પૂર્ણેશભાઈના મોટા ભાઈ દીપકભાઈએ આજે અડાજણની BAPS હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

નવી સિવિલના બે તબીબ સહિત વધુ 6 તબીબ, બે નર્સ સંક્રમીત નવી સિવિલ કેમ્પસમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ બે તબીબ સંક્રમીત થયા છે. તેવી જ રીતે કતારગામ વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ પ્રેક્ટીસ કરતા એક તબીબ, કતારગામ વિસ્તારમાં જ રહેતા અને મહાવીર કાર્ડિયાક હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબ, વરાછા વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ પ્રેક્ટીસ કરતા એક તબીબ તેમજ લિંબાયત વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ પ્રેક્ટીસ કરતા એક તબીબ સંક્રમીત થયા છે. જ્યારે રાંદેર વિસ્તારમાં રહેતા અને સ્મીમેરમાં ફરજ બજાવતા નર્સ, વરાછા વિસ્તારમાં રહેતા અને સ્મીમેરમાં ફરજ બજાવતા નર્સ અને રાંદેર ઝોનમાં ફરજ બજાવતા નર્સ પણ સંક્રમીત થયા છે.

કેમીકલ, લૂમ્સ, લેસ અને ફર્નીચરના વેપારી સંક્રમીત સાઉથ ઝોન વિસ્તારમાં રહેતા કેમીકલના વેપારી સાઉથ ઝોન વિસ્તારમાં જ રહેતા લૂમ્સના વેપારી, વરાછા વિસ્તારમાં રહેતા લેસના વેપારી તેમજ લિંબાયત વિસ્તારમાં રહેતા ફર્નીચરના વેપારી પણ સંક્રમીત થયા છે.શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થવાની સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે.