Translate to...

ધીરૂભાઇ અંબાણીના મોટાભાઈ રમણિકભાઈ અંબાણીનું 95 વર્ષની વયે નિધન

ધીરૂભાઇ અંબાણીના મોટાભાઈ રમણિકભાઈ અંબાણીનું 95 વર્ષની વયે નિધન
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થપક ધીરૂભાઇ અંબાણીના મોટાભાઈ રમણીકભાઇ અંબાણીનું આજે સોમવારે સાંજે અવસાન થયું છે. તેઓ 95 વર્ષના હતા. પ્રાથમિક જાણકારી મુજબ વયોવૃદ્ધ હોવાને લીધે તેમનું નિધન થયું છે. આ અંગેની પુષ્ટી તેમના પરિવારે કરી છે.રમણિકભાઈ તેમના ભાઈ ધીરૂભાઇ અંબાણીના જીવનમાં દરેક પડાવના સાક્ષી રહ્યા છે. રિલાયન્સ ની શરૂઆતમાં પણ તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. પરિવારના જણાવ્યા પ્રમાણે તેમણે 95 વર્ષનું સંપૂર્ણ અને ઉમદા જીવન જીવ્યું અને તેમના જીવન દરમ્યાન ભારતની સફળતાના સાક્ષી અને આજે અસ્તિત્વમાં રહેલા ઇતિહાસનો નાનો ભાગ બન્યા હતા.

ગુજરાતના ઊર્જામંત્રી સૌરભ પટેલ તેમના જમાઇ છે ગુજરાત સરકારમાં એનર્જી મિનિસ્ટર સૌરભ પટેલના લગ્ન રમણિકભાઈની પુત્રી ઈલા સાથે થયા છે.

પુત્રના નામથી વિમલ બ્રાન્ડ શરૂ કરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માં કો ફાઉન્ડર રમણિક ભાઈના પુત્ર વિમલના નામ પરથી ધીરૂભાઇ અંબાણી કાપડની બ્રાન્ડ વિમલ શરૂ કરી હતીરમણિક ભાઈ અંબાણી (વચ્ચે) પુત્ર વિમલ અને પૌત્ર અમર અંબાણી સાથે

Dhirubhai Ambani's brother Ramanik Bhai Ambani dies at the age of 95