Translate to...

ધોરાજીમાં 11, ઉપલેટામાં 5, જસદણમાં 4 કેસ, વેરાવળની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે દર્દીના મોત

ધોરાજીમાં 11, ઉપલેટામાં 5, જસદણમાં 4 કેસ, વેરાવળની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે દર્દીના મોત




ધોરાજીમાં વધુ 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ધોરાજી સતત કોરોનાનો કહેર યથાવત છે. અત્યાર સુધીમાં 65 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ધોરાજીમાં સતત કોરોનાના કેસ વધતા આરોગ્ય અધિકારી, ડે.કલેક્ટર તથા અન્ય અધિકારીએ પ્રાંત કચેરીએ બેઠકનો દોર શરૂ કર્યો છે. જસદણમાં 4અને બોટાદમાં 1કેસ નોંધાયોછે. વેરાવળમાં કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે દર્દીના મોત નીપજ્યા છે.ભાવનગરમાં વિદેશી ક્રુ મેમ્બરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.પોલેન્ડના રહેવાસી ક્રૂ મેમ્બર બ્રાઈકો (ઉં.વ.64)ની તબિયત લથડતા તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપલેટામાં આજે વધુ પાંચ કેસ પોઝિટિવ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં 4 જુલાઇ સુધીમાં 1372 કેસ, 50ના મોતસૌરાષ્ટ્રમાં 4 જુલાઇ સુધીમાં 1372 કેસ નોંધાયા છે. જેમાં 50 લોકોના મોત નીપજ્યા છે. જેમાં ભાવનગરમાં 322 કેસ, 13ના મોત અને 155 દર્દી સાજા થયા છે. રાજકોટમાં 267 કેસ નોંધાયા છે. જેમાં 12ના મોત અને 151 દર્દી સાજા થયા છે. બોટાદમાં 99 કેસ નોંધાયા છે. જેમાં 3ના મોત અને 69 દર્દી સાજા થયા છે. જામનગરમાં 266 કેસ નોંધાયા છે. જેમાં 4ના મોત અને 121 દર્દા સાજા થયા છે. ગીરસોમનાથમાં 83 કેસ નોંધાય છે. જેમાં 1નું મોત અને 49 દર્દી સાજા થયા છે. દેવભૂમિ દ્વારકામાં 26 કેસ નોંધાયા છે. જેમાં 2ના મોત અને 16 દર્દી સાજા થયા છે. જૂનાગઢમાં 158 કેસ નોંધાયા છે. જેમાં 4ના મોત અને 58 દર્દી સાજા થયા છે. પોરબંદરમાં 21 કેસ નોંધાયા છે. જેમાં 2ના મોત અને 13 દર્દી સાજા થયા છે. મોરબીમાં 33 કેસ નોંધાયા છે. જેમાં 1નું મોત અને 17 દર્દી સાજા થયા છે. અમરેલીમાં 97 કેસ નોંધાયા છે. જેમાં 7ના મોત અને 46 દર્દીઓ સાજા થયા છે.ઉપલેટામાં પાંચ કેસ નોંધાયાઉપલેટા સ્વામિનારાયણ સોસાયટીમાં 2 મહિલા અને 2 પુરુષ અને વાલ્મિકીવાસમાં એક 12 વર્ષના બાળકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ કેસઉપલેટા શહેર અને ગ્રામ્યમાં અત્યાર સુધીમાં 19 કેસ નોંધાયા છે.પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર સતર્ક અને સમગ્ર વિસ્તારને સેનિટાઇઝર કરવાની કામગીરી શરૂ કરી છે.પોઝિટિવવાળા સમગ્ર વિસ્તારને સીલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

બોટાદમાં એક કેસ નોંધાયો

બોટાદ શહેરમાંથી કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે.બોટાદ શહેરના હરણકુઈ વિસ્તારમાં 68 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડાયા છે. જિલ્લામાં કોરોનાના કુલ કેસો 107 થયા જેમાંથી 76 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. ત્રણના મોત થયા છે. હાલ જિલ્લામાં 28 દર્દીઓ સારવાર હેઠળ છે .

વેરાવળ કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા 2 દર્દીઓના મોત થયા છે.કોડીનારના 77 વર્ષીય કમરૂદીન લાલાણી અને 55 વર્ષીય ફાતિમાબેનનું વહેલી સવારે મોત નીપજ્યું છે.કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વેરાવળ કોવિડ હોસ્પિટલમાં આઇશોલેશન વોર્ડમાં સારવારમાં હતા.જો કે હાલ જિલ્લા આરોગ્ય અધિકારી કોરોનાના કારણે મોત અંગે અસમંજસમાં છે.બન્ને દર્દીઓના મોતનું કારણ કમિટી નક્કી કર્યા બાદ જાહેર કરાશે.શું કોરોનાના કારણે મોતનો આંકડો છૂપાવાય રહ્યો છે તેવા સવાલો ઉઠ્યા છે.

ગીરસોમનાથમાં એક કેસગીરસોમનાથમાં વધારે એક કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.મૂળ પ્રાચી અને હાલ કોડીનારના ડોલાસા ગામે ધંધો કરતા 33 વર્ષીય યુવાનને પોઝિટિ રિપોર્ટ આવ્યો છે.આ વ્યક્તિ દુષ્કર્મનો આરોપી છે. પોલીસે અટકાયત પહેલા રિપોર્ટ કરાવતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. હાલ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં સારવારમાં છે.

જસદણમાં ત્રણ અને વીંછિયામાં એક કેસ નોંધાયોજસદણમાં વધુ ત્રણ કેસ નોંધાયા છે. જેમાં જસદણના છત્રી બજારમાં રહેતા સાહીલ હારૂનભાઇ ધાનાણી (ઉં.વ.17), બાવાનો ચોક વિસ્તારમાં રહેતા સરીફાબેન જમાલભાઇ રાઠોડ (ઉં.વ.50) અને હિતેશ જેઠાલાલ મકવાણા (ઉં.વ.38)નો સમાવેશ થાય છે. જ્યારે વીંછિયામાં એક કેસ નોંધાયો છે. વીંછિયાના જીનપરા વિસ્તારમાં રહેતા ઇકબાલભાઇ ઇબ્રાહીમભાઇ શેખ (ઉં.વ.55)ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કેસની સંખ્યામાં વધારો થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે.જસદણનાં પ્રતાપપુર ગામે સુરતથી આવેલા યુવકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જસદણનાં સાણથલી પાસે આવેલા પ્રતાપપુર ગામના જીતેશભાઇ રવજીભાઇ પારખીયા (ઉં.વ. 45)ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા નાનકડા ગામમા ભયનો માહોલ પ્રસરી ગયો છે.

(કરસન બામટા, આટકોટ/ભરત વ્યાસ, ભાવનગર/જયેશ ગોંધિયા, ઉના, ભરત બગડા, ધોરાજી)







Corona Rajkot LIVE positive cases increase in rajkot city and rural area and saurashtra