ધંધુકા-ફેદરા રોડ પર ગેસના બાટલા ભરેલી ટ્રકમાં બ્લાસ્ટ, 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત, વીડિયો વાઈરલ થયો

ધંધુકા-ફેદરા રોડ પર ગેસના બાટલા ભરેલી ટ્રકમાં બ્લાસ્ટ, 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત, વીડિયો વાઈરલ થયો



ધંધુકા-ફેદરા રોડ હરીપુરા પાટીયા પાસે ગેસના બાટલા ભરેલી ટ્રકમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ સમયે બાજુમાંથી પસાર થતી કારમાં સવાર 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને ધંધુકાની RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ટ્રકમાં બ્લાસ્ટ થતા ચારે બાજુ ધુમાડો-ધુમાડો થઈ ગયો હતો. ત્યારે આસપાસના લોકોએ પણ વીડિયો ઉતારવા લાગ્યા હતા.

લોકો બ્લાસ્ટનો વીડિયો તેમજ સેલ્ફી લેતા જોવા મળ્યા હતા અકસ્માતને પગલે રોડ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયું હતું. ટ્રકમાં બ્લાસ્ટ થયો તે સમયે જ ત્યાંથી એસટી બસ સહિત અન્ય વાહનો પણ પસાર થઈ રહ્યા હતા. જોકે તેઓને કોઇપણ નુકસાન પહોંચ્યું નથી. જોકે એક કાર તેમજ તેમા બેઠા 4 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકજામને હળવો કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ત્યારે કેટલાક લોકો બ્લાસ્ટનો વીડિયો તેમજ સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.

બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત થયેલા 4 વ્યક્તિ (1) તેજશભાઇ રમેશચંદ્ર મોદી (ઉ.વ. 49) (2) ફાલ્ગુનીબેન તેજશભાઇ (ઉ.વ. 46) (3) ઝિન્કલબેન તેજશભાઈ (ઉ.વ. 25) (4) કિન્તુલભાઈ તેજશભાઇ (ઉ.વ. 21)







Gas bottle-filled truck blast on Dhandhuka-Fedra road, 4 injured, video goes viral