સૌરાષ્ટ્રમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે રાજકોટ જિલ્લાના જેતપુરના પેઢલા પાસે એક કાર વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ હતી. કારમાં સવાર એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી રાત્રે રેસ્ક્યુ કરીને કારને બહાર કાઢવામાં આવી હતી.
તરવૈયાઓએ રેસ્ક્યુ કરી કારને બહાર કાઢી રાજકોટ જિલ્લાના જેતપુર પાસે આવેલા નવાગઢમાં ગત સાંજે 6 વાગ્યાથી શરૂ થયેલ વરસાદ આખી રાત વરસ્યો હતો. ભારે વરસાદના કારણે મોડી રાત્રે જેતપુરના પેઢલા પાસે વરસાદી પાણીમાં એક કાર તણાઈ હતી. પેઢલાથી પાંચપીપળા જવાના રોડ પર ભારે પૂર આવતા આ કાર પાણીમાં તણાઈ હતી અને જેતપુરના કારચાલક ચંદ્રકાંત છાટબારનું પાણીમાં ડૂબી જતાં મોત થયું છે. જો કે સ્થાનિક તરવૈયાઓએ રેસ્ક્યુ કરી કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.
રેસ્ક્યુ કરીને કારને બહાર કાઢવામાં આવી