Translate to...

ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મેહતા અંબોલી પોલીસ સ્ટેશન પહોંચ્યા, પોલીસ પૂછપરછ કરી રહી છે

ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મેહતા અંબોલી પોલીસ સ્ટેશન પહોંચ્યા, પોલીસ પૂછપરછ કરી રહી છે




સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે હાલમાં જ ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મેહતાને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. ત્યારબાદ મંગળવારે જ પોલીસને તેનું સ્ટેટમેન્ટ આપવા અપૂર્વ અંબોલી પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ તેને ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ડ્રાઈવ થિયેટરને બદલે ડિરેક્ટ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવા માટેના કારણ વિશે સવાલ જવાબ કરી રહી છે. પોલીસ એ પણ જાણશે કે આ બાબતે સુશાંત સાથે કોઈ વાત થઇ હતી કે નહીં. ફિલ્મના કોન્ટ્રાક્ટમાં શું લખ્યું હતું તે પણ જાણવાની ટ્રાય કરશે.

પોલીસ સ્ટેશન સ્ટેટમેન્ટ આપવા આવેલ અપૂર્વ મેહતા (હાથમાં પાણીની બોટલ)

સ્ટેટમેન્ટ આપવા માટે મહેશ ભટ્ટ બપોરે 12 વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને 2 વાગ્યા સુધી તેની પૂછપરછ કરવામાં આવી. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે સુશાંત અને રિયાના રિલેશન વિશે સવાલ જવાબ કર્યા હતા. જોકે, પૂછપરછ બાદ મહેશે મીડિયાના કોઈ સવાલનો જવાબ આપ્યો ન હતો.

પૂછપરછ માટે જગ્યા બદલવામાં આવી મહેશ ભટ્ટને અગાઉ બાંદ્રા પોલીસ સ્ટેશન પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ મીડિયાની હાજરીને ધ્યાનમાં રાખીને મહેશે પોલીસને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવાનો આગ્રહ કર્યો. ત્યારબાદ કેસમાં તપાસ કરનાર પોલીસ અધિકારી સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, મહેશ ભટ્ટની સડક 2 ફિલ્મને લઈને પણ પૂછપરછ થઇ છે.

કરણ જોહરની પણ પૂછપરછ થશે આ કેસમાં ફિલ્મમેકર અને ધર્મા પ્રોડક્શનના માલિક કરણ જોહર સાથે પણ પૂછપરછ કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી ANIએ સોમવારે મુંબઈ પોલીસના હવાલે આ વિશે ટ્વીટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે કરણ પાસે સુશાંત સાથે બનાવેલ ફિલ્મ ડ્રાઈવની કોન્ટ્રાક્ટ કોપી પણ મગાવી છે.

Filmmaker Karan Johar's (in file photo) statement will be recorded this week in the Sushant Singh Rajput case: Mumbai Police pic.twitter.com/YvhIRlF9Hm

— ANI (@ANI) July 27, 2020

ઉપમુખ્યમંત્રીના દીકરાએ પણ CBI તપાસની માગ કરી સુશાંત આત્મહત્યાના કેસમાં NCP નેતા અને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના દીકરા પાર્થ પવારે CBI તપાસની માગ કરી છે. તેમણે સોમવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને એક લેટર આપ્યો.

With the whole country, especially youth, seeking a proper investigation into the death of Late Sushant Singh Rajput, I urged Hon. @AnilDeshmukhNCP ji to take national emotions into consideration & initiate a CBI [email protected] @AmitShah @PMOIndia @narendramodi pic.twitter.com/NvHk4wH8nV

— Parth Pawar (@parthajitpawar) July 27, 2020

કંગનાએ મુંબઈ પોલીસને આડે હાથ લીધા ધર્મા પ્રોડક્શનના CEOને સમન્સ મોકલ્યા બાદ કંગના પોલીસ પર ભડકી હતી. કંગનાની ટીમે ટ્વીટ કરી લખ્યું કે, તો કરણ જોહરના મેનેજરને સમન્સ મોકલવામાં આવ્યું, પરંતુ આદિત્ય ઠાકરેના બેસ્ટ ફ્રેન્ડ કરણ જોહરને નહીં, મુંબઈ પોલીસ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસને મજાક બનાવવાનું બંધ કરે.

So Karan Johar’s manager is summoned but not @AUThackeray 's best friend @karanjohar !! @MumbaiPolice stop making a joke out of SSR murder investigations.https://t.co/iAQGJzLy2x

— Team Kangana Ranaut (@KanganaTeam) July 26, 2020

મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં કરણ જોહરને પૂછપરછ માટે ન બોલાવવાને કારણે કંગના રનૌતની ટીમે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેનો દાવો છે કે કરણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેના મિત્ર છે. માટે તેને ક્યારેય પોલીસ સ્ટેશન બોલવામાં આવશે નહીં. ટીમ કંગના રનૌત દ્વારા આ દાવો ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક યુઝરના ટ્વીટના જવાબમાં કરવામાં આવ્યો હતો.

આવો હતો ટ્વિટર યુઝરનો સવાલ સુમિત ઠાકુર નામના ટ્વિટર યુઝરે કરણ જોહરનો ફોટો શેર કરી લખ્યું હતું, 35 દિવસ થઇ ગયા અને હજુ સૌથી મોટા સસ્પેક્ટ કરણ જોહરને સુશાંતના કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો નથી. હું એડવોકેટ રસપાલ સિંહ રેણુ મારફતે મુંબઈ પોલીસ વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં PIL રજિસ્ટર કરાવી રહ્યો છું. જેથી સાર્વજનિક હિતમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થઇ શકે.

ટીમ કંગનાની પ્રતિક્રિયા ટ્વીટના જવાબમાં કંગનાની ટીમે લખ્યું હતું કે, તે તેને ક્યારેય નહીં બોલાવે, કારણકે તે આદિત્ય ઠાકરેનો બેસ્ટ ફ્રેન્ડ છે. આ તેમની સરકાર છે અને તેમણે કંગનાના ઇન્ટરવ્યૂ પહેલાં જ કેસ બંધ કરી દીધો. આ એ વાતની સાબિતી છે કે તે તેમના મિત્રોને બચાવી રહ્યા છે.

They won’t call him because he is best friend of @AUThackeray. It’s their government and they shut this case before Kangana’s interview, it’s evident they are protecting their friends.. https://t.co/MOAXUbogFw

— Team Kangana Ranaut (@KanganaTeam) July 25, 2020

અત્યારસુધી 38 લોકોની પૂછપરછ સુશાંત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ અત્યાર સુધીમાં 38 લોકોની પૂછપરછ કરી ચૂકી છે. તેમાં સુશાંતનો હાઉસ સ્ટાફ, મિત્રો, પરિવારના સભ્યો, કો-એક્ટર્સ વગેરે સામેલ હતા. આ સિવાય પોલીસે સુશાંતના ડિપ્રેશનની સારવાર કરનાર 3 ડોક્ટર્સના પણ સ્ટેટમેન્ટ લીધા હતા. ડિરેક્ટર શેખર કપૂર, યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા, કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા સહિત અન્ય અધિકારીઓની પણ પૂછપરછ થઇ ગઈ છે. પોલીસે સંજય લીલા ભણસાલી, રાજીવ મસંદ, મહેશ ભટ્ટની પણ પૂછપરછ કરી લીધી છે.







Karan Johar's Dharma Productions' CEO Apoorva Mehta Record His Statement After Summoned In Sushant Singh Rajput Death Case





Karan Johar's Dharma Productions' CEO Apoorva Mehta Record His Statement After Summoned In Sushant Singh Rajput Death Case