સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદને કારણે રિયા ચક્રવર્તી તથા તેના પરિવારની ધરપકડ થાય તેવી શક્યતા છે. સૂત્રોના મતે રિયા પર બિનજામીન પાત્ર કલમ પણ લગાવવામાં આવી છે. આ જ કારણે તેની ધરપકડ થઈ શકે છે. એ વાત પણ સામે આવી છે કે પટના પોલીસ રિયાની પૂછપરછ માટે આપવામાં આવેલા એડ્રેસે ગઈ હતી પરંતુ ત્યાં તેમને એમ કહેવામાં આવ્યું કે અહીંયા રિયા અને તેન પરિવાર નથી.
પટના પોલીસે દિશા સલિયનના અવસાનની માહિતી લીધી હાલમાં પટના પોલીસે મુંબઈ પોલીસ સાથે આ કેસની વિગતે ચર્ચા કરી હતી. પટના પોલીસે સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ PR મેનેજર દિશા સલિયનના સુસાઈડ અંગે માહિતી લીધી હતી. આ ઉપરાંત સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા વિસેરા રિપોર્ટ પણ લીધો હતો. બિહાર પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે હાલમાં આ કેસમાં તેમના તરફથી એક પણ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી નથી.
બિહાર પોલીસ બહેનની સાથે સુશાંતના ફ્લેટ પર જશે સુશાંત સિંહ રાજપૂતે બાંદ્રા સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી હતી અને પટના પોલીસ તપાસ અર્થે આ ફ્લેટમાં જશે.પટના પોલીસની સાથે સુશાંતની બહેન મીતુ તથા મિત્ર મહેશ પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે સુશાંત કેરળમાં મહેશની સાથે ઓર્ગેનિક ખેતી કરવાનો હતો.
સુશાંતના ભાઈએ કહ્યું, પોલીસ રિયાની ધરપકડ કરે સુશાંત સિંહ રાજપૂતના પિતરાઈ ભાઈ નીરજ કુમાર બબલુએ કહ્યું હતું કે પોલીસ રિયા ચક્રવર્તીની ધરપકડ કરે અને પૂછપરછ કરે. સાચી વાત સામે આવી જશે.
નીરજે કહ્યું હતું કે ફરિયાદમાં જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે તે તમામની તપાસ કરવામાં આવે. ફરિયાદમાં કરવામાં આવેલા તમામ આક્ષેપો સાચા છે. રિયાએ છેતરપિંડી કરી હતી. અકાઉન્ટમાંથી પૈસા લીધા હતા.
આ કલમ હેઠળ ફરિયાદ થઈ પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમ 341, 342, 380, 406, 420 અને 306 હેઠળ ફરિયાદ નોંધી છે. રિયા તથા તેના પરિવાર સહિત છ લોકોન સામે ફરિયાદ કરવામાં આવી છે.
rhea-chakraborty-not-found-at-address-given-to-patna-police Bihar police will investigate Sushant's flat along with his sister