દેશમાં 57.2 ટકા વસ્તીની ઉંમરના 25 વર્ષ અથવા તેનાથી વધુની ઉંમરના લોકો છે, પછી ભલે તે પુરુષ હોય કે મહિલા, શહેરી હોય કે ગ્રામીણ. રજિસ્ટ્રાર જનરલ અને જનગણના આયુક્ત કાર્યાલયે સેમ્પલ રજિસ્ટ્રેશન રિપોર્ટ 2018 જાહેર કર્યો છે. રિપોર્ટના અનુસાર, દેશમાં કુલ 46.9 ટકા લોકો યુવાન છે. તેમાં 47.4 ટકા પુરુષ અને 46.3 ટકા મહિલા છે. રાજ્યોમાં સૌથી વધારે યુવાન બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં છે.
પ્રજનન દર: સૌથી ટોચ પર બિહાર, બીજા ક્રમે યુપીદેશનો પ્રજનન દર (ફર્ટિલિટી રેટ)માં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ વય વધી રહી છે. એટલે, લોકો લાંબા સમય સુધી જીવે છે. ઘણા રાજ્ય એવા છે, જ્યાં ફર્ટિલિટી રેટ વધવાથી વસ્તી વધી રહી છે. આ કિસ્સામાં પણ બિહાર સૌથી ટોચ પર છે, રાજ્યનો ફર્ટિલિટી રેટ 3.2 ટકા છે. સમગ્ર દેશમાં સૌથી વધારે યુવાન (57.2 ટકા) અહીં છે.
બીજા ક્રમે ઉત્તર પ્રદેશ છે. અહીંનો ફર્ટિલિટી રેટ 2.9 છે અને કુલ યુવાન 52.7 ટકા છે
જન્મ દર:સૌથી ટોચ પર બિહાર, સૌથી નીચે અંદમાન-નિકોબારરિપોર્ટના અનુસાર, સૌથી ઓછો ફર્ટિલિટી રેટ (1.7%) કેરળનો છે. અહીં 25 વર્ષથી ઓછી ઉંમરના યુવાન માત્ર 37.4 ટકા છે. ફર્ટિલિટી રેટ પ્રતિ મહિલાએ સરેરાશ બાળકોની સંખ્યાના આધાર પર કરવામાં આવે છે. શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં 25 વર્ષથી ઓછી ઉંમરના વધારે યુવાન છે. બિહારમાં શિશુ જન્મ દર 26.2 ટકા છે, તેમજ અંદમાન-નિકોબારમાં આ આંકડો સૌથી ઓછો 11.2 ટકા છે.
મૃત્યુ દરઃ છત્તીસગઢ પહેલા ક્રમે, સૌથી નીચાક્રમે દિલ્હીમૃત્યુ દરના કિસ્સામાં છત્તીસગઢ પહેલા ક્રમે (8%) છે, તેમજ દિલ્હીમાં આ આંકડો સૌથી ઓછો 3.3 ટકા છે. છેલ્લા 40 વર્ષમાં દેશમાં મૃત્યુ દર ઘટી રહ્યો છે. 1971માં તે 14.9 ટકા હતો અને 2018માં તે ઘટીને 6.2 ટકા થઈ ગયો. મૃત્યુ દરના કિસ્સા ગ્રામીણ વિસ્તારમાં ઘટી રહ્યા છે. છેલ્લા એક દાયકામાં મૃત્યુ દર 7.3 ટકાથી ઘટીને 6.2 ટકા થઈ ગયો છે.
ગ્રામીણ વિસ્તારોમાં આ આંકડો 7.8 ટકાથી ઘટીને 6.7 ટકા થઈ ગયો છે. તેમજ શહેરી વિસ્તારોમાં મૃત્યુ દર 5.8 ટકાથી ઘટીને 5.1 ટકા થઈ ગયો છે.
Less than 50% youth in the country, highest in Bihar-UP and lowest in Kerala, mortality rate drops to 8.6% in 40 years