દેશમાં 4 લાખ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે, 3 લાખ તો છેલ્લા એક મહિનામાં જ રિકવર થઈ ઘરે પહોંચી ગયા છે

દેશમાં 4 લાખ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે, 3 લાખ તો છેલ્લા એક મહિનામાં જ રિકવર થઈ ઘરે પહોંચી ગયા છે



દેશમાં લગભગ 4 લાખ લોકો કોરોના વાઈરસને હરાવી ચૂક્યા છે. દર્દી સાજા થવાની ઝડપ છેલ્લા એક મહિનામાં ઘણી બધી છે. 2 જૂન સુધી એક લાખ દર્દી સાજા થઈ ગયા છે. ત્યારે રિકવરી રેટ 48.30 ટકા જેટલો હતો. છેલ્લા 32 દિવસમાં 3 લાખથી વધુ લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે. આ દરમિયાન રિકવરી રેટ 12.50 ટકા જેટલો વધી ગયો હતો. હવે રિકવરી રેટ 60.80 ટકા છે. રાહતની વાત એ છે કે મૃત્યુદર 2 જૂનવાળા સ્તરની પાસે જ છે.

સાજા થવાની ઝડપ સતત વધી રહી છે, આખરી 1 લાખ દર્દી 7 દિવસમાં જ સાજા થઈ ગયા. એક મહિના પહેલા 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રિકવરી રેટ 50%થી વધુ હતો. હવે 16 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 50%થી વધુ દર્દી સાજા થઈ ગયા છે. 31 રાજ્યો અને યુટીમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. પંજાબ, ગોવા અને અંદામાન નિકોબારમાં આ દરમિયાન રિકવરી રેટ ઘટ્યો છે. દિલ્હી, હરિયાણા, બિહાર અને પ.બંગાળમાં દર્દી વઢવાની સાથે રિકવરી વધી છે.

એક મહિનામાં સૌથી વધુ રિકવરી ધરાવતા ટોપ-10 રાજ્ય આ રીતે બદલાયા2 જૂન

અંદામાન નિકોબાર 100.00% પંજાબ 86.12% ગોવા 72.15% ચંડીગઢ 71.10% રાજસ્થાન 68.65% ગુજરાત 67.46% મધ્ય પ્રદેશ 62.01% આંધ્રપ્રદેશ 63.68% ઓડિશા 59.02% ઉત્તર પ્રદેશ 59.30%

3 જુલાઈ

ચંડીગઢ 86.00% ઉત્તરાખંડ 81.40% રાજસ્થાન 80.21% છત્તીસગઢ 79.51% ત્રિપુરા 78.62% મિજોરમ 77.78% લદાખ 77.62% મધ્ય પ્રદેશ 77.28% બિહાર 74.99% ઝારખંડ 74.25%





4 lakh patients in the country have beaten corona, 3 lakh have recovered and reached home in the last one month alone