દેશમાં રવિવારે કોરોનાથી 1,000 મોત જે વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો

દેશમાં રવિવારે કોરોનાથી 1,000 મોત જે વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડોદેશમાં કોરોનાગ્રસ્તની સંખ્યા 22.6 લાખને પાર થઈ ગઈ છે. સોમવારે 52 હજાર દર્દી મળ્યાં હતા જે 6 દિવસ પછી 55 હજારથી ઓછા નોંધાયા છે. 24 કલાકમાં 823 લોકોના મોત થયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક 45,000ને પાર થયો છે. રવિવારે દેશમાં 1,000થી વધુ મોત થયા હતા જે દુનિયામાં અત્યાર સુધીમાં થયેલા સૌથી વધુ મોત છે.

મહારાષ્ટ્રમાં સોમવારે 9,181 અને આંધ્રમાં 7,665 નવા દર્દી મળ્યાં હતા. બંને રાજ્યમાં 5 દિવસ પછી પ્રથમવાર 10,000થી ઓછા દર્દી નોંધાયા છે. તમિલનાડુમાં 5,914 દર્દી નોંધાવાની સાથે કુલ દર્દીનો આંક 3 લાખને પાર થઈ ગયો છે.કોરોનાગ્રસ્ત દર્દીના મૃતદેહને લઇ જઇ રહેલા કર્મચારીઓની ફાઇલ તસવીર.