Translate to...

દેશમાં પહોંચેલા ફ્રાન્સના ફાઈટર રાફેલ વિશે તમામ માહિતી, જે તમે જાણવા માંગો છો

દેશમાં પહોંચેલા ફ્રાન્સના ફાઈટર રાફેલ વિશે તમામ માહિતી, જે તમે જાણવા માંગો છો22 વર્ષથી જેની રાહ જોવાતી હતી, તે દિવસ આજે આવી ગયો છે. ફ્રાન્સનું ફાઈટર રાફેલ દેશમાં આવવાની સાથે જ દેશને એક નવું ફાઈટર વિમાન મળ્યું છે. ટ્વિટર પર સવારથી #RafaleInIndia ટ્રેન્ડ થઈ રહ્યું છે. બીજી તરફ રાફેલના સ્વાગતની તૈયારીઓ મંગળવારથી જ થઈ રહી હતી. બુધવારે સાંજે 5 વાગ્યા સુધી લોકોને અગાસીમાં ન જવા, ફોટો-વીડિયો ન ખેંચવાની અપીલ કરવામાં આવી હતી.

22 વર્ષ પહેલા દેશને સુખોઈ મળ્યું હતું આ પહેલા ભારતે 1997-98માં રશિયામાંથી સુખોઈની ખરીદી કરી હતી. વર્ષ 2001માં નવું ફાઈટર જેટ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 14 વર્ષ પછી 2012માં રાફેલ શોર્ટલિસ્ટ થયું હતું. જોકે તેને ભારત પહોંચતા આઠ વર્ષ લાગ્યા.

રાફેલને અંબાલા એરબેઝ પર જ કેમ રખાશે ? અંબાલા એરબેઝ ભારતની પશ્ચિમ સીમાથી 200 કિમી દૂર છે, અહીંથી પાકિસ્તાનનું સરગોધા એરબેઝ પણ નજીક છે. અહીં જો રાફેલ હોય તો પશ્ચિમ સીમા પર પાકિસ્તાનની વિરુદ્ધ ઝડપથી એકશન લઈ શકાય. અંબાલા એરબેઝથી 300 કિમી દૂર લેહની સામે ચીનનું ન્ગારી ગર ગુંસા એરબેઝ છે. અંબાલા એરબેઝ પર રાફેલ પહેલા જગુઆર અને મિગ-21 બાઈસન જેવા ફાઈટર વિમાનોને પણ તહેનાત કરાયા છે.

રાફેલ સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ છે.

પ્રથમ રાફેલનું લેન્ડિંગ ગ્રુપ કેપ્ટન હરકીરતે કરાવ્યું, પત્ની પણ અંબાલામાં વિંગ કમાન્ડર 5 વિમાનોની બેન્ચમાં સૌથી પહેલા વિમાનને વાયુસેનાની 17મી ગોલ્ડન અરો સ્ક્વોડ્રનના કમાન્ડિંગ અધિકારી અને શૌર્ય ચક્ર વિજેતા ગ્રુપ કેપ્ટન હરકીરત સિંહે કરાવ્યું છે. તેની પાછળ-પાછળ 4 અન્ય રાફેલનું લેન્ડિંગ કરાયું. 23 સપ્ટેમ્બર 2008ના રોજ એન્જિન ખરાબ હોવા છતા પોતાના જીવને જોખમમાં નાંખીને વિમાનને સુરક્ષિત લેન્ડ કરાવવા બદલ તેમને શૌર્ય ચક્ર આપવામાં આવ્યું હતું. તેમની પત્ની પણ એરફોર્સમાં જ વિંગ કમાન્ડર છે. તે હાલ અંબાલામાં જ પોસ્ટેડ છે.

પરમાણું મિસાઈલ લઈ જવાની ક્ષમતા રાફેલને સૌથી અલગ બનાવે છે રાફેલ હવામાં માત્ર 28 કિમી પ્રતિ કલાકની ખૂબ જ ધીમી ગતિથી ઉડાનની સાથે-સાથે 1,915 કિમી/કલાકની ઝડપ પણ પકડી શકે છે. તે હવામાં પ્રહાર કરવાની ક્ષમતાની સાથે-સાથે હવામાંથી જમીન પર પણ હુમલો કરવા સક્ષમ છે. તેની મદદથી પરમાણું હુમલો પણ કરી શકાય છે. પાકિસ્તાનના સૌથી શક્તિશાળી ફાઈટર જેટ-16 અને ચીનના જે-20માં પણ આ ખૂબી નથી.

રાફેલ રવાના થતા પહેલા કોકપિટમાં બેઠા ફ્રાન્સમાં ભારતના રાજદૂત જાવેદ અશરફ.

અંબાલાના લોકોની જિંદગીનો હિસ્સો બનશે આ તોફાન રાફેલનો અર્થ થાય છે તોફાન. અંબાલાના લોકોને અગામી થોડા મહિના સુધી દિવસ-રાત રાફેલ દેખાશે. અહીં પહોંચ્યા પછી ભારતીય વાયુસેના તેની પર રાઉન્ડ ધ ક્લોક ટ્રેનિંગ આપશે. આ ટ્રેનિંગ આ વિમાન સાથે સંબધિત દરેક સેક્શનની થશે. અંબાલા એરબેઝથી રિટાયર્ડ થયેલા સાર્જેન્ટ ખુશબીરસિંહ દતે જણાવ્યું કે 80ના દાયકામાં જ્યારે તેઓ નોકરીમાં હતા ત્યારે જગુઆર ફાઈટર પ્લેન ભારત આવ્યા હતા. ત્યારે પાયલટ અને ટેકનીકલ સ્ટાફે દિવસ-રાત ટ્રેનિંગ લીધી હતી.

રાફેલ પાકિસ્તાન અને ચીનની ઊંઘ હરામ કરી દેશે અંબાલાની એક્સ સર્વિસમેન વેલફેર કમિટીના અત્ર સિંહ મુલ્તાનીનું કહેવું છે કે રાફેલના આવવાથી પાકિસ્તાન અને ચીનની ઉંઘ હરામ થઈ જશે. આવું ફાઈટર ભારતને મળવું એ ઘણી મોટી વાત છે, જે દુશ્મનના ટાર્ગેટ પર નિશાન સાધીને તેનો નાશ કરી શકે.

સ્વાગતમાં કોઈ જગ્યાએ લાડુ વહેચાયા તો કોઈ જગ્યાએ ઢોલ વાગ્યા અંબાલા એરફોર્સ સ્ટેશન ઉપર મંગળવારથી સુરક્ષા વધારી દેવાઈ હતી. સવારથી જ હેલિકોપ્ટર સતત એરફોર્સ સ્ટેશન ઉપર ઉડાન ભરી રહ્યા હતા. દરેક જગ્યાએ પોલીસ તહેનાત છે. રાફેલ આવ્યું તે પહેલા જ શહેરમાં ઉજવણી શરૂ થઈ ગઈ હતી. ઢોલના તાલે તિરંગાને ફરકાવવામાં આવ્યો. આ અવસરે પૂર્વ સૈનિક ખૂબ નાચ્યા. રાફેલ આવવાની ખુશીમાં ધારાસભ્ય અસીમ ગોયલે લાડવા વહેંચ્યા. ગોયલે લોકોને અપીલ કરી કે સાંજે લાઈટ અને દીવા પ્રગટાવી રાફેલનું સ્વાગત કરો.

અંબાલામાં રાફેલના આવવાની રાહ જોતા લોકો. સવારથી પોતાના ઘરની અગાસી પર જોવા મળ્યા હતા.

All the information you want to know about the French fighter Raphael who arrived in the country