દેશમાં કેસ 13 લાખ નજીક: રેલવેએ કહ્યું- અત્યાર સુધી 4,165 શ્રમિક ટ્રેન દોડાવાઈ, હવે કોઈ માંગ નથી

દેશમાં કેસ 13 લાખ નજીક: રેલવેએ કહ્યું- અત્યાર સુધી 4,165 શ્રમિક ટ્રેન દોડાવાઈ, હવે કોઈ માંગ નથી



દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 12 લાખ 88 હજાર 130 થઈ ચુકી છે. ગુરુવારે રેકોર્ડ 48 હજાર 446 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. અત્યાર સુધી એક દિવસમાં સંક્રમિતો મળવાનો આ સૌથી મોટો આંકડો છે. ગુરુવારે સૌથી વધુ મહારાષ્ટ્રમાં 9,895, આંધ્રપ્રદેશમાં 7,998, તમિલનાડુમાં 6,472 અને કર્ણાટકમાં 5,030 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ આંકડા covid19india.org ના જણાવ્યા પ્રમાણે છે.તો આ તરફ રેલવેએ જણાવ્યું કે, દેશમાં 9 જુલાઈ સુધી 4165 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવાઈ છે. હવે તેની કોઈ માંગ નથી. આ ટ્રેન દ્વારા 63 લાખ લોકોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે. રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે જણાવ્યું કે, જો કોઈ રાજ્ય માંગ કરશે તો તેના પર વિચારણા કરવામાં આવશે.

રાજ્યોની સ્થિતિમધ્યપ્રદેશઃ ભોપાલમાં શુક્રવારે રાતે 8 વાગ્યાથી 4 ઓગસ્ટની સવાર 5 વાગ્યા સુધી ટોટલ લોકડાઉન રહેશે. જિલ્લા તંત્રએ આ નિર્ણય ભોપાલમાં કોરોના સંક્રમણના કારણે લીધો છે. જો કે, એરપોર્ટ અને રેલવે સ્ટેશથી અન્ય શહેરો માટે ફ્લાઈટ અને ટ્રેનનું ઓપરેશન ચાલું રહેશે. જ્યારે લો ફ્લોર બસો, ટેક્સી, ઈ-રિક્ષા ઓટો રિક્ષા પુરી રીતે બંધ રહેશે.ઈન્દોરમાં પણ લોકડાઉન અંગે ચર્ચા છે. તંત્રનું કહેવું છે કે, અહીંયા નવા વિસ્તારોમાં સંક્રમણ સામે આવી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં 14 વિસ્તાર ચિન્હિત કરાયા છે. અત્યાર સુધી પોલીસના 55 કર્મચારી અને નગરનિગમના 49 કર્મચારી સંક્રમિત મળ્યા છે. ગ્વાલિયરની સરહદ ત્રણ દિવસ માટે સીલ કરી દેવાઈ છે.

મહારાષ્ટ્રઃ કોરોના મહામારીના કારણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 27 જુલાઈના રોજ જન્મદિવસની ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, કોઈ પણ કાર્યકર્તા અને પ્રશંસક તેમને શુભેચ્છા પાઠવવા માટે ઘરે કે ઓફિસે ન આવે.તો આ તરફ રાજ્યમાં અત્યાર સુધી 17 લાખ 41 હજાર 992 લોકોના ટેસ્ટ કરાયા છે. દરરોજ 50 હજારથી વધુ ટેસ્ટ થઈ રહ્યા છે. ગુરુવારે 50 હજાર 466 લોકોના ટેસ્ટ કરાયા હતા. રાજ્યમાં ગુરુવારે સૌથી વધુ 78 લોકોના મોત પૂણેમાં થયા હતા

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં ગુરુવારે પહેલી વખત રેકોર્ડ 2500થી વધુ કેસ સામે આવ્યા છે. તો આ તરફ મુખ્ય સ્વાસ્થ્ય સચિવ અમિત મોહન પ્રસાદે જણાવ્યું કે, અમે સતત ટેસ્ટીંગ ક્ષમતાને વધારી રહ્યા છીએ. બુધવારે 54 હજાર 897 સેમ્પલની તપાસ કરવામાં આવી. અત્યાર સુધી રાજ્યમાં કુલ 16 લાખ 54 હજાર 651 સેમ્પલની તપાસ થઈ ચુકી છે.

રાજસ્થાનઃ છેલ્લા ત્રણ દિવસોથી જોધપુરમાં 200થી વધુ દર્દી મળી રહ્યા છે. ગુરુવારે રેકોર્ડ 243 દર્દી સામે આવ્યા હતા. 88ને ડિસચાર્ડ પણ કરી દેવાયા હતા. જોધપુરમાં કોરોનાના ખતરનાક સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે વધુ એક અધિકારીને અહીંયા કામે લગાડવાનો નિર્ણય કર્યો છે.

બિહારઃ રાજ્યની કોવિડ-19 હોસ્પિટલમાં બેડની સંખ્યા 8 હજાર છે. હવે સરકારે 5 હજાર બેડ વધારવાનો નિર્ણય કર્યો છે. તો આ તરફ સેમ્પલ ટેસ્ટની ક્ષમતા પણ વધારવામાં આવશે. જિલ્લાથી માંડી તાલુકા સ્તર સુધી 1 લાખ કીટ્સ ફિલ્ડમાં મોકલવામાં આવશે, જેથી લોકો ઓન ડિમાન્ડ તપાસ કરાવી શકે. આ સાથે જ બિહારમાં ગુરુવારે ચાર લોકોના મોત થયા.







આ તસવીર મુંબઈના ધારાવીની છે. BMCના મેડિકલ સ્ટાફે ગુરુવારે અહીંયા બ્લડ પ્લાઝ્મા સેમ્પલ લીધા હતા