Translate to...

દેશમાં કોરોનાના 10 લાખ કેસ થઈ ગયા હોવાથી હવે ફક્ત સોશિયલ ડિસ્ટન્સિંગ પૂરતું નથી, કોરોનાથી બચવા માટે 10 ખાસ બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી

દેશમાં કોરોનાના 10 લાખ કેસ થઈ ગયા હોવાથી હવે ફક્ત સોશિયલ ડિસ્ટન્સિંગ પૂરતું નથી, કોરોનાથી બચવા માટે 10 ખાસ બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી
ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા 10 લાખને પાર કરી ગઈ છે. અત્યાર સુધી એવા કસમાચાર આવી રહ્યા હતા કે, દિલ્હી-મુંબઇ જેવા દેશના મોટા શહેરોમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. પરંતુ હવે નાના શહેરો અને નગરોમાં પણ ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

આરોગ્ય મંત્રાલય ઉપરાંત WHO, CDC જેવી હેલ્થ એજન્સી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને વારંવાર હાથ ધોવાની સલાહ આપી રહી છે. ભારતની જનતા વધુ સજાગ છે. એપ્રિલમાં પ્રકાશિત થયેલ Ipsosના 15 નેશન્સ સર્વે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, શહેરી વિસ્તારોમાં રહેતા 4માંથી 3 ભારતીય (76%) માસ્ક પહેરે છે. પરંતુ, ફક્ત માસ્ક પહેરવાથી સુરક્ષિત નથી રહેવાતું. માત્ર ચેપ લગાવાનું જોખમ થોડું ઘટી જાય છે.

આ જ પરિસ્થિતિ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે પણ છે. આ કિસ્સામાં આપણે સતત જોખમો લઈ રહ્યા છીએ. મોટાભાગના લોકો સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું ભૂલી ચૂક્યા છે. તેની પાછળ આર્થિક જરૂરિયાતો, માનસિકતા અને રોજિંદા ટેવ જેવાં ઘણાં કારણો છે.

રાજધાની દિલ્હીમાં મહિલા શ્રી રામ કોલેજ ફોર વુમનનાં સાયકોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કનિકા કે આહુજાના જણાવ્યા મુજબ, મધ્યમ અથવા ઉચ્ચ વર્ગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન નથી કરાતું કારણ કે, તે જાળવવું ઘણા લોકો માટે શક્ય નથી. કેટલીકવાર ઘરમાં 6 ફૂટનું અંતર જાળવવું પણ શક્ય નથી હોતું કારણ કે, ઘણા મકાનોમાં જગ્યા ઓછી હોય છે અને લોકો વધારે હોય છે.

હેલ્થ એક્સપર્ટ્સના મતે, ભારત જેવા ગીચ વસ્તીવાળા દેશમાં માસ્ક, સોશિયલ ડિસન્સિંગ જેવાં પગલાં મદદગાર છે. પરંતુ તે પૂરતાં નથી. આવી સ્થિતિમાં આપણે આપણા જીવનની કેટલીક આદતો બદલવી પડશે. જેથી, આપણે પોતાને કોરોના વાઇરસથી સુરક્ષિત રાખી શકીએ અને બીજાઓને પણ રાખી શકીએ. આ ટેવો આપણને ભવિષ્ય માટેના પ્લાનિંગમાં પણ મદદ કરશે.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સિવાય કોરોનાથી બચવા માટે 10 બાબતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી

1. બહુ જરૂરી હોય તો જ કોઈ પ્રસંગનું આયોજન કરો અને ઓછા લોકોને આમંત્રોલોકડાઉન દરમિયાન પણ દેશમાં લગ્ન, જન્મદિવસ અને અન્ય ઉજવણીના સમાચાર અને ફોટા આવ્યા છે. જો કે, સોશિયલ ડિસ્ટન્સિંગ માટે આ સારું નથી. ભોપાલના ક્લિનિકલ સાઇકોલોજીસ્ટ ડો.પનમસિંઘ આનું કારણ સમાજનું દબાણ અને રૂઢિચુસ્ત વિચારસરણી ગણાવે છે.

સમયને ધ્યાનમાં રાખીને સમારંભનું કદ ઓછું કરી દો. ખૂબ જ ઓછા મહેમાનોને આમંત્રિત કરો. જેથી, સામાજિક અંતર સ્થળ પર અનુસરાય.

આમાં એક ઉપાય એ પણ અપનાવી શકાય કે, પ્રસંગ રાખવાની જગ્યા પ્રમાણમાં મોટી હોય. તેમજ, જુદા જુદા સમયે મહેમાનને બોલાવી શકાય. તેથી, ભીડ ભેગી ન થાય અને લોકો કોઈ પણ જાતની તકલીફ વિના એક બીજાથી વધુ અંતર રાખી શકે.

2. મજબૂરી હોય તો જ બહાર ખાઓગુજરાતના વડોદરામાં સિનિયર કન્સલ્ટન્ટ સર્જન અને સીએમઓ હિમાંશુ પાંડેના કહેવા મુજબ, આ સમયે બહારનું ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ. જો કે, એવા ઘણા લોકો છે જેઓ ઘરેથી દૂર રહીને કામ કરે છે અને તેમના માટે બહાર જમવાનો જ એકમાત્ર વિકલ્પ છે. જો આવી પરિસ્થિત હોય તો લંચ સર્વિસનું ટિફિન ન લો. જો તમારે બહાર ખાવું મજબૂરી હોય તો તમારું ટિફિન વાપરો. ખોરાક લેવા જતા પહેલાં ફોન પર ખોરાક તૈયાર રાખવાનું કહો.

જો કે, ઘણા લોકોને બહાર જમવાનું પસંદ હોય છે. આવી સ્થિતિમાં, તેમણે ખાતા પહેલાં તે સ્થળની સ્વચ્છતા પર ધ્યાન આપવું જોઈએ અને સર્વ કરનાર વ્યક્તિને માસ્ક પહેરવાનું કહો. એક્સપર્ટ્સના મતે, જો તમે બહાર જમવા જઇ રહ્યા હો તો ખુરશીઓ વચ્ચે અંતર રાખો અને માસ્ક ફક્ત ખાવા પૂરતું જ કાઢો.

3. ભણતર અને વાંચન માટે વર્ચ્યુઅલ તૈયારીરોગચાળો શરૂ થતાં જ વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપવામાં આવી હતી. જો કે, પછીથી ઝૂમ જેવી ગ્રુપ વીડિયો કોલિંગ એપ્સની મદદથી ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર આવી ઘણી તસવીરો અને સમાચાર આવ્યા હતા કે, બાળકો ઓનલાઇન ક્લાસિસને ગંભીરતાથી નથી લઈ રહ્યા. હવે જ્યારે પરિસ્થિતિ ખરાબથી વધુ ખરાબ થતી જઈ રહી છે ત્યારે આપણે ડિજિટલ એજ્યુકોશન તરફ જ વળવું પડશે. કારણ કે શાળા અને નાના વર્ગમાં બાળકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું અશક્ય છે.

ફિટનેસ ટ્રેનર અમરિક સિંહ જણાવે છે કે, જે લોકો પહેલાં એક શિડ્યૂલ સાથે વર્કઆઉટ કરતા હતા તેઓ અત્યારે જીમમાં નથી જઈ શકતા. આવી સ્થિતિમાં જ્યારે તેઓ જીમમાં જવાનું શરૂ કરે ત્યારે તેમના શરીર અને સ્વાસ્થ્યની ખરાબ અસરો બહાર આવશે કારણ કે, લાંબા સમયથી જીમમાં ન ગયા હોવાને કારણે તેમની એનર્જી અને સ્ટેમિનામાં ઘટાડો થયો છે. આ સ્થિતિમાં ફરીથી સ્ટેમિનાને રિકવર કરવામાં સમય લાગશે. તેથી, તમે ઓનલાઇન ક્લાસિસની મદદ લઈ શકો છો. પરંતુ તે પહેલાં ટ્રેનરની લાયકાત, એક્સર્સાઇઝ લિમિટ વગેરે જેવી સાવચેતી રાખવી.

યોગ એક્સપર્ટ ઓનલાઇન યોગાને ફાયદાકારક માનતા નથી. પરંતુ જો તમે વિવિધ આસન કરવાની રીત જાણતા હો તો તમે વર્ચ્યુઅલ ક્લાસિસ લઈ શકો છો. યોગ એક્સપર્ટ અને ડાયટિશિયન ડો.શૈલજા ત્રિવેદી કહે છે કે, યોગ કરવાથી જેટલા ફાયદો થાય છે તેટલું જ નુકસાન તેને ખોટી રીતે કરવાથી થાય છે. ગુજરાતના અમદાવાદમાં જ્ઞાનિશ ફિટનેસના ફાઉન્ડર અને યોગ એક્સપર્ટ જ્ઞાન આચાર્ય જણાવે છે કે, તમે ક્યાંક દૂર બેઠાં કોઈ યોગ્ય શિક્ષક સાથે પણ સંપર્ક કરી શકો છો. જેના કારણે પાર્કમાં થતી ભીડથી પણ બચી શકાશે અને ચેપ લાગવાનું જોખમ પણ ઘટાડી શકાશે.

4. આર્થિક સંકટની સ્થિતિ ઊભી ન થાય એ માટે ખર્ચ પર કન્ટ્રોલ રાખોરોગચાળા દરમિયાન ઘણા લોકો આર્થિક સંકટનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં, ફાઇનાન્શિયલ પ્લાનિંગ ખૂબ મહત્ત્વનું છે. બચતને ધ્યાનથી ખર્ચ કરો અને બજેટ તૈયાર કરો. ભોપાલની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રીતિ પટેલ સિંઘના જણાવ્યા અનુસાર, સૌપ્રથમ ખોરાક જેવી મૂળભૂત બાબતો પર જ ખર્ચ કરો. રોગચાળાના સમયમાં મેડિકલેમ પોલિસી અથવા ઇમરજન્સી ફંડ વિશે વિચારો. આ ફંડ મેડિકલ ઇમરજન્સી દરમિયાન તમને મદદ કરશે.

5. શક્ય એટલું લોકોને ઓછું મળોસામાજિક અંતર જાળવવું અત્યંત મહત્ત્વનું છે. નિષ્ણાંતોના મતે, લોકોને મળવાનું ઓછું કરવું જોઈએ. જો તમે બીમાર હો તો ઘરની બહાર નીકળવાનું ટાળો. એ જ રીતે, જો કોઈ તમારી નજીક આવી રહ્યું છે અથવા માસ્ક વિના વાત કરી રહ્યું હોય તો તેમે માસ્ક પહેરવાનું કહો. કારણ કે, આવું કરવાથી બંને વ્યક્તિ સુરક્ષિત રહેશે.

6. વર્ક ફ્રોમ હોમની ટેવ પાડોચેપના કેસો સતત વધી રહ્યા હોવાથી ઓફિસનો સ્ટાફ અને શિક્ષકો ઘરેથી જ પોતાનું કામ કરી રહ્યા છે. ઘરેથી કામ કેટલો સમય ચાલશે તે પણ સ્પષ્ટ નથી. ઘણી કંપનીઓ લોન્ગ ટર્મ માટે વર્ક ફ્રોમ હોમ મોડેલ પર કામ કરી રહી છે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી ઘરેથી કામ કરવા માટે તમારી જાતને માનસિક રીતે તૈયાર કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

કન્સલ્ટન્ટ સાઇકોલોજીસ્ટ ડોક્ટર રીના રાજપૂત કહે છે કે, તમે ઘરેથી કામ કરતા હોવ તો પણ આળસ વધવા ન દો. ગમે ત્યાં કામ કરવાને બદલે એક જગ્યા નક્કી કરો અને તેના કારણે નોર્મ રૂટિન બગાડો નહીં.

7. ગેજેટ્સનું ધ્યાન રાખોકંપનીઓ પણ વાઇરસનું ટ્રાન્સમિશન રોકવા માટે રિમોટ વર્કિંગનો આશરો લઈ રહી છે. વર્ક ફ્રોમ હોમની સ્થિતમાં સ્માર્ટફોન, ટેબ્લેટ્સ, લેપટોપનો વધુ ઉપયોગ થાય છે. તેથી, નવા ગેજેટ્સ ખરીદવાની સાથે તેમની જાળવણી અને રિપેરિંગને લઇને પણ સજાગ રહેવું મહત્ત્વપૂર્ણ બન્યું છે.

નિષ્ણાતોના મતે, નવું ગેજેટ બગડે તો નવું લેવાને બદલે તેને રિપેર કરવાની ટેવ પાડો. જો તમે ડિવાઇસને સાચવીને વાપરશો તો તે લાંબા સમય સુધી તમારી સાથે રહેશે.

8. પરિવાર સાથે વધારે સમય પસાર કરોરિમોટ વર્કિંગ અથવા ઓનલાઇન ક્લાસિસને કારણે તમે તમારા પરિવાર સાથે પહેલા કરતા વધારે સમય પસાર કરી રહ્યા છો. આવી સ્થિતિમાં, જીવનસાથી અથવા પરિવારના કોઈ સભ્ય સાથે ઝઘડો કરવાનું ટાળો. આ સિવાય, જો તમે કોઈપણ રીતે વાઇરસના સંપર્કમાં આવ્યા હો તો ઘરના બધા લોકો સાથે ખુલીને વાત કરો. નિષ્ણાતોના મતે, દરેકની સાથે રહ્યા બાદ પોતાના માટે સમય કાઢવો પણ બહુ જરૂરી છે.

9. ડિજિટલ સમજ વધારો અને ઓનલાઇન શોપિંગ કરોસેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન કન્ટ્રોલના જણાવ્યાનુસાર, વાઇરસ ફેલાવવાનું મુખ્ય સાધન માનવથી માનવીય સંપર્ક છે. પરંતુ કોઈ વાઇરસયુક્ત સપાટીને સ્પર્શ કરતાં પણ ચેપ લાગી શકે છે. આવી સ્થિતિમાં, કેશ પેમેન્ટ અથવા પ્રિન્ટેડ રસીદ પર આધાર રાખવાને બદલે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરો.

એરપોર્ટ પર ચેક ઇન કરવા માટે મોબાઇલ એપ્સનો સહારો લો. બેંકમાં જવાને બદલે ઇન્ટરનેટ બેંકિંગ પસંદ કરો. શાકભાજી અને દૂધવાળાને ઓનલાઇન પેમેન્ટ કરો. કરિયાણા અને અન્ય ખરીદી પણ ઓનલાઇન કરો. આની મદદથી તમે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પોતાનું વધુ રક્ષણ કરી શકશો.

10. પ્રયત્ન કરો કે કોઈની મદદ ન લેવી પડેલોન્ડ્રી, સફાઈ જેવા ઘરના નાના-નાના કામ કરવાની ટેવ પાડો. આનાથી તમારા ઘરમાં કામદારો ઓછા આવશે. ટ્રાવેલ હિસ્ટ્રી રાખનારા સભ્યની મદદ પણ ઓછી લો કારણ કે, કોરોના વાઇરસના ઘણા એવા દર્દીઓ છે જેમનામાં લક્ષણો નથી દેખાતાં. ઘરમાં પૂરતા પ્રમાણમાં વેન્ટિલેશન રાખવાનો પ્રયાસ કરો.With over 1 million cases of corona in the country, not only social distancinf but also 10 special things need to be taken care of to avoid corona.