દેશમાં આજથી પ્રથમ ખેડૂત ટ્રેન શરૂ થશે, ED સામે હાજર થશે રિયા ચક્રવર્તી અને કેવી રીતે 10 દિવસમાં ઝડપથી 10થી 20 લાખ થઈ ગયા કોરોનાના કેસ

દેશમાં આજથી પ્રથમ ખેડૂત ટ્રેન શરૂ થશે, ED સામે હાજર થશે રિયા ચક્રવર્તી અને કેવી રીતે 10 દિવસમાં ઝડપથી 10થી 20 લાખ થઈ ગયા કોરોનાના કેસઆજે તારીખ છે 7 ઓગસ્ટ. દિવસ શુક્રવાર. શરૂઆત સારા સમાચારથી. દેશમાં આજે પ્રથમ ખેડૂત ટ્રેન શરૂ થશે. આ ટ્રેનની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કરી હતી. જણાવી દઈએ કે આ ટ્રેન મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુર વચ્ચે ચાલશે. આ ટ્રેનથી અનાજ, ફળ અને શાકભાજી લઈ જવાશે.

આજે સુશાંત રાજપૂત કેસ સાથે જોડાયેલા એક મહત્વના સમાચાર પણ છે. શુક્રવારે રિયા ચક્રવર્તી ED સામે હાજર થશે. ગત સપ્તાહે EDએ તેની સામે કેસ નોંધ્યો હતો. CBIએ પણ સુશાંતના કેસને પોતાના હાથમાં લઈ લીધો છે. તેની તપાસ ગુજરાત કેડરના ઓફિસરને સોપવામાં આવી છે. સુશાંત કેસ સાથે જોડાયેલ બીજા ડેવલપમેન્ટ પણ તમે અહીં વાંચી શકો છો.

ગઈકાલના તમારા માટે મહત્વના જે સમાચાર છે તે આ રહ્યા

પ્રથમ સમાચાર અમદાવાદમાં એક હોસ્પિટલમાં આગ લાગવાથી 8 કોરોના દર્દીઓના મોત થયા. આ કેસમાં સૌથી દર્દનાક કહાની અરવિંદભાઈની છે. આપવીતી કહેનાર મુજબ અરવિંદભાઈ વારંવાર બેડ ઉપરથી ઊભા થઈ રહ્યા હતા, એટલા માટે તેમને બેડશીટના સહારે બાંધી દેવાયા હતા. જ્યારે ઘટના બની અને આગ લાગી તો તેઓ ઊભા ન થઈ શક્યા.

બીજા સમાચાર કોરોના સાથે જોડાયેલા વધુ એક સમાચાર તમને ચિંતામાં મૂકી દેશે. દેશમાં કોરોના કેસની ઝડપ વિશ્વમાં સૌથી ઝડપી બની ગઈ છે. ભારતમાં છેલ્લા 10 દિવસમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 લાખથી 20 લાખ થઈ ગઈ છે.

ત્રીજા સમાચાર ગઇકાલે વધુ એક સમાચાર ચીન અંગે આવ્યા હતાં. સુરક્ષા મંત્રાલયે આખરે સ્વીકારી લીધુ હતું કે ચીને ભારતની જમીન પર ઘુસણખોરી કરી હતી. આ અંગે સુરક્ષા મંત્રાલયની વેબસાઇટ પર માહિતી અપડેટ કરવામાં આવી હતી. જો કે બાદમાં આ વાત વાયરલ થઇ તો એ દસ્તાવેજ હટાવી લેવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ પહેલા પણ કહ્યુ હતું કે આપણી જમીન પર ચીન નથી આવ્યું. રાહુલ ગાંધીએ આ વિવિદને આગળ વધાર્યો હતો. આખરે રાહુલ ગાંધીએ કહ્યું તેનો સંદર્ભ શું હતો. જાણવા માંગીશુ.

ચોથા સમાચાર શું તમે લોન લીધી છે.? તો આરબીઆઇ લોન રિસ્ટ્રક્ચરિંગની સુવિધા આપે છે. આરબીઆઇએ બીજી ઘણી બધી સુવિધાઓ શરૂ કરી છે.

પાંચમાં સમાચાર અયોધ્યામાં ભૂમિ પૂજન થઇ ગયું છે. પરંતુ ત્યાર બાદ રામલલ્લાના દર્શને આવનારાઓની સંખ્યા અચાનક વધી ગઇ છે. લોકડાઉન બાદ મંદિર ખોલ્યું તો એક દિવસમાં વધુમાં વધુ 200 લોકો આવી રહ્યા હતાં. પરંતુ 5 ઓગસ્ટે ભૂમિપૂજન બાદ 6 ઓગસ્ટની સવારે 12 વાગ્યા સુધીમાં જ 1400 લોકો દર્શન માટે આવ્યા હતાં. રમલલા, સરયૂ ઘાટ, હનુમાન ગઢી અને કારસેવકપુરમનો આખો દેખ્યો અહેવાલ અહીં વાચો

અને છેલ્લે જો તમે પણ ભાગ્ય અને કિસ્મતની વાતો પર વિશ્વાસ રાખો છો તો તે પ્રમાણે પોતાના દિવસના નિર્ણય નક્કી કરશો તો તમારા માટે પ્રસ્તુત છે શુક્રવારનું રાશિફળ અને ટેરો રાશિફળ. ચંદ્ર પર શનિની વક્રદ્રષ્ટિ પડવાથી 7 રાશિના લોકોને લેવડ-દેવડ અને મૂડીરોકણ પર નુકશાન થઇ શકે છે. તમારી રાશી શું કહે છે આવો જાણીએ.The first farmer train in the country will start from today, Riya Chakraborty will appear before the ED and how the case of Corona quickly went from 10 to 20 lakh in 10 days