Translate to...

દિવંગત પુત્ર પાસેથી પ્રેરણા લઇ દંપતીની પહેલ- કોરોનાના કારણે બેરોજગાર થયેલા, જરૂરિયાતમંદોને મફત સાઇકલ આપે છે

દિવંગત પુત્ર પાસેથી પ્રેરણા લઇ દંપતીની પહેલ- કોરોનાના કારણે બેરોજગાર થયેલા, જરૂરિયાતમંદોને મફત સાઇકલ આપે છે



દુનિયાભરની જેમ ફિલિપાઇન્સમાં પણ કોરોના અને લૉકડાઉનના કારણે હજારો લોકોની નોકરી ગઇ. રોનાલ્ડો રોજેરિયો પણ તેમાંથી એક છે. તે લોકલ ફૂડ ચેન સાથે જોડાયેલો હતો. પત્ની અને 2 મહિનાના પુત્રની સારસંભાળ માટે તેણે સાઇકલ ભાડે લઇને રાઇસ કેક વેચવાનું કામ શરૂ કરી દીધું પણ કમાણીનો મોટો હિસ્સો સાઇકલના ભાડા અને તેની મરામતમાં ખર્ચાઇ જતો. એવામાં તેને ‘કરેજ ટુ બી કાઇન્ડ’ ફાઉન્ડેશનમાંથી એક નવી સાઇકલ મળી. આ ફાઉન્ડેશને વન બાઇક એટ અ ટાઇમ પહેલ હેઠળ અત્યાર સુધીમાં રોનાલ્ડો જેવા 50થી વધુ જરૂરિયાતમંદોની મદદ કરી છે.

આ પહેલ પાછળ દંપતી ગ્લેન્ડા અને જ્યોર્જ કૈનલસ છે. તેમના 17 વર્ષના પુત્ર બેન્જામિનનું એક વર્ષ અગાઉ મોત થયું હતું. તેણે ઘણી વાર સાઇકલ ચાલકોની મદદ કરી હતી. તેનાથી પ્રેરાઇને કૈનલસ દંપતીએ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદોને સાઇકલ વિના મૂલ્યે આપવાનું નક્કી કર્યું. તેમાં એ જરૂરી હતું કે કોઇ પરિચિત નોમિનેટ કરે કે જેથી જરૂરિયાત વિશે જાણી શકાય. લૉકડાઉન દરમિયાન નોકરી ગુમાવનારા, ફૂડ અને પાર્સલ ડિલીવરીના કામ સાથે જોડાયેલા લોકોને પ્રાથમિકતા અપાઇ, કેમ કે તાપ, વરસાદ કે ઠંડી હોય, દરેક ઋતુમાં તેમને તકલીફ પડે છે.

આ પહેલની ઘણી ચર્ચા છે. સ્થિતિ એવી છે કે નોમિનેશન બંધ થયા બાદ પણ રજિસ્ટ્રેશનની લાઇન છે. કામ માટે સાઇકલ લઇ જવાની અને પછી મૂકી જવાની પણ વ્યવસ્થા છે. જાહેર પરિવહન બંધ હોય અને બીજી કોઇ વ્યવસ્થા ન હોય તો જરૂરિયાતમંદોને આનાથી મોટી મદદ મળી છે.







મનીલાના ‘કરેજ ટુ બી કાઇન્ડ’ ફાઉન્ડેશનમાં પહોંચેલા જરૂરિયાતમંદો.