દીવના દરિયામાં કરંટ, ઉંચા મોજા ઉછળ્યાં, કાંઠે લાગરેલી 15 હોડીઓ તણાઇ




હવામાન વિભાગની આગાહીના પગલે આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અરબી સમુદ્રમાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. દીવના ઘોઘલા દરિયાકાંઠે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. આથી માછીમારોએ કાંઠે લાંગરેલી નાની 15 હોડીઓને દરિયો અંદર ખેંચતો નજરે જોવા મળ્યો હતો. હોડીઓ તણાતા જ માછીમારો દોડી આવ્યા હતા અને પોતાની આજીવિકાને બચાવવા દરિયા સાથે બાથ ભીડી હતી. મહામહેનતે માછીમારોએ આ હોડીઓને ફરી દરિયાકાંઠે લાવી દોરડાથી બાંધી લાંગરી દીધી હતી.

(જયેશ ગોંધિયા, ઉના)







દીવના દરિયામાં કરંટ જોવા મળતા ઉંચા મોજાએ નાની હોડીઓને અંદર ખેંચી