દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ભૂકંપ; બપોરે મિઝોરમમાં આંચકા આવ્યા હતા

દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ભૂકંપ; બપોરે મિઝોરમમાં આંચકા આવ્યા હતા



દિલ્હી-NCRમાં શુક્રવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સાંજે સાત વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 નોંધાઇ છે. રિપોર્ટ્સ અનુસાર ભૂકંપનું કેન્દ્ર હરિયાણામાં ગુરૂગ્રામના રેવાણી પાસે હતું. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં પણ આંચકા અનુભવાયા હતા

દિલ્હી-NCRમાં એપ્રિલથી અત્યારસુધી14 ભૂકંપ આવ્યા

તારીખ તીવ્રતા 12 એપ્રિલ 3.5 13 એપ્રિલ 2.7 16 એપ્રિલ 2 3 મે 3 6 મે 2.3 10 મે 3.4 15 મે 2.2 28 મે 2.5 29 મે 4.5 અને 2.9 1 જૂન 1.8 અને 3 3 જૂન 3.2 8 જૂન 2.1

મિઝોરમમાં ચંફાઇ પાસે ભૂકંપ આવ્યોઆ પહેલા મિઝોરમમાં શુક્રવારે બપોરે 2 વાગ્યાને 35 મિનિટ પર ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 નોંધાઇ હતી. અગાઉ 24 જૂને પણ ચંફાઇ શહેરથી 31 કિમી દક્ષિણ પશ્વિમમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 22 અને 23 જૂને પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 22 જૂને 5.3ની તીવ્રતાવાળા ભૂકંપના કારણે અમુક મકાનોને નુકસાન થયું હતું.







A magnitude 4.6 earthquake shook Mizoram earlier in the day.