દિલ્હીમાં પહેલા 50 હજાર કેસ થતા 110 દિવસ લાગ્યા, જોકે 50 હજારથી 1 લાખ કેસ માત્ર 18 દિવસમાં જ થઈ ગયા; દેશમાં અત્યાર સુધીમાં 7.20 લાખ કેસ

દિલ્હીમાં પહેલા 50 હજાર કેસ થતા 110  દિવસ લાગ્યા, જોકે 50 હજારથી 1 લાખ કેસ માત્ર 18 દિવસમાં જ થઈ ગયા; દેશમાં અત્યાર સુધીમાં 7.20 લાખ કેસ



દેશમાં કોરોના સંક્રમિતોન સંખ્યા 7 લાખ 20 હજાર 473 થઈ છે. આ આંકડો covid19india.org મુજબ છે. બીજી તરફ દિલ્હીમાં સોમવારે રાતે દર્દીઓની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. અત્યાર સુધીમાં 100822 કેસ પ્રકાશમાં આવ્યા છે. દિલ્હીમાં પ્રથમ કેસ 2 માર્ચે પ્રકાશમાં આવ્યો હતો. પહેલા 50 હજાર કેસ થતા 110 દિવસો લાગ્યા હતા.(18 જૂન સુધી). એટલે કે શરૂઆતમાં કોરોનાની ગતિ રાજધાનીમાં ધીમી હતી. પછીથી માત્ર 8 દિવસમાં જ 50 હજાર દર્દીઓ વધ્યા.

સારી વાત એ છે કે રાજધાનીમાં રિકવરી રેટ પણ 70 ટકાથી વધુ થઈ ગયો છે. હાલ એક્ટિવ કેસ 25 હજાર 620 છે, જ્યારે 72 હજાર 88 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. અહીં હવે 17 હજાર 141 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. છેલ્લા 24 કલાકમાં 12 હજાર 879 ટેસ્ટ થયા છે. રાજધાનીમાં અત્યાર સુધીમાં કુલ 6 લાખ 57 હજાર 383 ટેસ્ટ થઈ ચુક્યા છે.

કર્ણાટકના મંત્રી બોલ્યા- રાજ્યમાં કોરોનાનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છેકર્ણાટકમાં 25 હજારથી વધુ સંક્રમિત છે. રાજ્યના મંત્રી જે સી મધુસ્વામીએ કહ્યું કર્ણાટકમાં કોરોનાનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું છે. કેટલાક વિસ્તારની સ્થિતિ ખૂબ ખરાબ છે. જોકે મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા તેનો ઈનકાર કરતા રહ્યાં છે.

કોરોના અપડેટ્સ

સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સવારે આંકડાઓ જાહેર કર્યા છે. તે મુજબ છેલ્લા 24 કલાકમાં 22 હજાર 252 દર્દીઓ વધ્યા અને 467 લોકોના મોત થયા છે. તેની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7 લાખ 19 હજાર 665 થઈ ગઈ છે. તેમાંથી 2 લાખ 59 હજાર 557 એક્ટિવ કેસ છે અને 4 લાખ 39 હજાર 948 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. આ રીતે રીકવરી રેટ 61.63 ટકા થયો છે. અત્યાર સુધીમાં 20 હજાર 160 લોકોના મોત થયા છે. પુના નગર નિગમના ક્વોરેન્ટાઈન સેન્ટરમાં 60 વર્ષના કોરોનાના દર્દીએ આત્મહત્યા કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. મુંબઈ પોલીસના એક જવાનનું મંગળવારે સંક્રમણના કારણે મોત થયું છે. આ સાથે કોરોનાના કારણે જીવ ગુમાવનારા પોલીસ કર્મચારીઓની સંખ્યા 43 થઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેિડકલ રિસર્ચ(ICMR)એ જણાવ્યું કે 6 જુલાઈ સુધીમાં દેશમાં 1 કરોડ 2 લાખ 11 હજાર 92 કોરોનાના ટેસ્ટ થઈ ચૂક્યા છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 2 લાખ 41 હજાર 430 દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે.





It took 110 days for the first 50,000 cases in Delhi, though 50,000 to 1 lakh cases took place in just 18 days; 7.20 lakh cases in the country so far