Translate to...

દિલ્હી કેબિનેટે ઈંધણ પર વેટ ઘટાડ્યો, ડીઝલ લીટર દીઠ 8 રૂપિયા સસ્તું થશે

દિલ્હી કેબિનેટે ઈંધણ પર વેટ ઘટાડ્યો, ડીઝલ લીટર દીઠ 8 રૂપિયા સસ્તું થશે




નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. પાટનગરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે કેજરીવાલ સરકારે ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. દિલ્હીમાં હવે ડીઝલ પર માત્ર 16 ટકા વેટ લગાવવામાં આવશે. કેજરીવાલ સરકારે દિલ્હીમાં ડીઝલના ભાવમાં લીટર દીઠ રૂ. 8.36નો ઘટાડો કર્યો છે.

દિલ્હી સીએમએ કહ્યું છે કે, અત્યારે દિલ્હીમાં ડીઝલનો ભાવ લીટરદીઠ રૂ. 82 છે. અત્યાર સુધી ડીઝલ પર 30 ટકા વેટ લગાવવામાં આવતો હતો, જે હવે ઘટાડીને 16 ટકા કરી દેવામાં આવ્યો છે. તેના કારણે ડીઝલના ભાવમાં રૂ. 8નો ઘટાડો થઈને લીટર દીઠ ભાવ રૂ. 73.64 થયો છે.

કેજરીવાલે કહ્યું છે કે, કેબિનેટે રાજ્યમાં અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આ નિર્ણય કર્યો છે. દિલ્હીમાં હવે લોકો કામ પર પરત ફરી રહ્યા છે. વાતાવરણ સુધરી રહ્યું છે અને સાથે સાથે કોરોનાના કેસ પણ ઓછા થઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલના જણાવ્યા પ્રમાણે, વેપારીઓ અને ફેક્ટરીવાળા તરફથી આ વિશે સતત માંગણી કરવામાં આવતી હતી. તેથી આ સમયે સરકારે એટલા માટે રાહત આપી છે કે, દિલ્હીમાં ફરી પહેલાંની જેમ કામ શરૂ થઈ શકે.







The Kejriwal government has hiked diesel prices by Rs. Reduced to 8.36