Translate to...

દૌલત બેગ ઓલ્ડી અને દેપસાંગ પ્લેન્સમાં મોટી સંખ્યામાં સૈનિકો ગોઠવવામાં આવ્યા, T-90 ટેન્કની રેજીમેન્ટ પણ ચીનને જવાબ આપવા સજ્જ

દૌલત બેગ ઓલ્ડી અને દેપસાંગ પ્લેન્સમાં મોટી સંખ્યામાં સૈનિકો ગોઠવવામાં આવ્યા, T-90 ટેન્કની રેજીમેન્ટ પણ ચીનને જવાબ આપવા સજ્જ



ચીને દૌલત બેગ ઓલ્ડી (DBO) અને દેપસાંગ પ્લેન્સમાં 17 હજાર જવાનો ગોઠવ્યા છે. તેના જવાબમાં ભારતે પણ મોટી સંખ્યામાં આ વિસ્તારો જવાનો ગોઠવ્યા છે. આ ઉપરાંત T-90 ટેન્કની રેજીમેન્ટ ચીન સેનાની કોઈ પણ ગતિવિધિનો જવાબ આપવા માટે અહીં મોજૂદ છે.

એપ્રિલ-મે મહિનામાં ચીને આ વિસ્તારોમાં તેના સૈનિકો ગોઠવ્યા સરકારી સૂત્રોને ટાંકીને ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે આ બન્ને વિસ્તારોમાં પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ની કોઈ પણ ગતિવિધિનો જવાબ આપવા માટે ભારત સંપૂર્ણપણે સક્ષમ છે. આ ગોઠવણ કારાકોરમ પાસે પેટ્રોલિંગ પોઈન્ટ 1થી લઈ દેપસાંગ પ્લેન્સ સુધી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ચીનના 17 હજાર સૈનિકો છે. ચીને એપ્રિલથી મે વચ્ચે સૈનિકો ગોઠવ્યા હતા. ત્યારબાદ તે આ વિસ્તારમાં PP-10થી PP-13 સુધી ભારતીય સૈનિકોને પેટ્રોલિંગ કરતા અટકાવી રહ્યું છે.

આ અગાઉ આ વિસ્તારમાં ભારતની માઉન્ટેન બ્રિગેડ દ્વારા પેટ્રોલિંગ થતુ હતુ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ટેન્કની ઉપસ્થિતિને પગલે ચીનના સૈનિકો કોઈપણ ગતિવિધિ કરતા અટકશે. આ માટે આ સ્થિતિમાં ઓપરેટ કરવું મુશ્કેલ બનશે. DOB અને દેપસાંગ પ્લેન્સની અન્ય બાજુના વિસ્તારમાં ચીને જ્યારે પોતાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવાની શરૂઆત કરી હતી, ત્યારે ભારતીય સેનાના માઉન્ટેન બ્રિગેડ અને આર્મર્ડ બ્રિગેડ પેટ્રોલિંગ કરતા હતા. જોકે, હવે આ વિસ્તારોમાં 15 હજારથી વધારે જવાનો અને કેટલીક ટેન્ક રેજીમેન્ટ પણ ગોઠવવામાં આવી છે. જવાનો અને ટેન્કોને રોડ તથા એર રુટથી અહીં લાવવામાં આવ્યા છે.

ચીનનો પ્લાન TWD બટાલિયન હેડક્વોર્ટરથી કારાકોરમ સુધી રોડ બનાવવાનો છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન આ વિસ્તારમાં માર્ગ તૈયાર કરવાની યોજના ધરાવે છે, જે તેની TWD બટાલીયન હેડક્વોર્ટરને કારાકોરમ દર્રે સાથે જોડે છે. આ પ્રયત્નને ભારત અગાઉ પણ નિષ્ફળ બનાવી ચુક્યુ છે. જો ચીન પોતાની યોજનામાં સફળ થઈ જશે તો તેની સૈનિક ટુકડી આ વિસ્તારોમાં ગણતરીના કલાકોમાં જ પહોંચી શકશે. અત્યારે G2019 હાઈવે મારફતે આવવામાં 15 કલાક સમય લાગે છે. અગાઉ પણ ચીને PP-7 અને PP-8 પાસે ભારતીય વિસ્તારમાં પોતાની બ્રિગેડને ગોઠવી હતી. પણ કેટલાક વર્ષ અગાઉ ભારતે તેને પાછળ ધકેલી દીધી હતી. ઠંડીની સિઝનમાં સીમાની દેખરેખ માટે 35 હજાર સૈનિક ગોઠવવામાં આવ્યા લદ્દાખ સેક્ટરમાં ખૂબ જ ઠંડી પડે છે ત્યારે ભારતીય સેનાને કોઈ જવાબી કાર્યવાહી કરવાની જરૂર પડે તો તે માટે પણ સંપૂર્ણપણે સજ્જ છે. ભારતીય સેનાએ ઠંડીની સિઝનમાં લડી શકાય તે માટે તેવા માહોલમાં લડવા 35 હજાર સૈનિકોને તૈયાર કર્યા છે. આ જવાનો અગાઉથી જ ઉંચાઈ પર આવેલી જગ્યાઓ અને ઠંડીની સ્થિતિમાં ફરજ બજાવી ચુક્યા છે અને લડવા માટે તૈયાર છે.







ટેંકો ગોઠવવામાં આવી હોવાથી ચીનના સૈનિકો અહીં ગતિવિધિ કરતા અટકશે