Translate to...

દારૂ, ગાંજો જ નહીં ભેંસ-રાશનની પણ ચોરી થાય છે, સંબંધી બનાવીને નેપાળી યુવતીઓને ભારત લાવવામાં આવે છે

દારૂ, ગાંજો જ નહીં ભેંસ-રાશનની પણ ચોરી થાય છે, સંબંધી બનાવીને નેપાળી યુવતીઓને ભારત લાવવામાં આવે છેબિહારના સુપૌલ જિલ્લામાં આવેલા વીરપુરમાં પોલીસે 180 બોટલ નેપાળી દારૂ પકડ્યો છે. વીરપુર એ જ જગ્યા છે, જ્યાંથી નેપાળની બોર્ડર થોડાક ડગલા જ દૂર છે. વીરપુર માટે આ કોઈ નવી વાત નથી કારણ કે અહીંયા નેપાળ ભારત વચ્ચે થતી ચોરી સામાન્ય વાત છે. ચાર દિવસ પહેલા બોર્ડરની નજીક આવેલા માનિકપુરના બોરહા ગામમાં બાળકોને નદીમાં બે બોરીઓ મળી હતી, જેમાં નેપાળી દારૂ ભરેલો હતો.ગામના બાળકો નદીમાં લાકડા લેવા ગયા હતા. કોસી નદીમાં વહીને સળગેલા લાકડા બિહાર આવી જાય છે. ઘણા કિંમતી લાકડા પણ આવી જાય છે. એટલા માટે ગામના છોકરાઓ રોજ નદીમાં કુદે છે, જેથી લાકડા ભેગા કરી શકે. ત્યારે જ આ છોકરાઓને પાણીમાં બોરીઓ મળી, જેમાં દારૂ ભરેલો હતો.

આ પ્રકારે નેપાળથી લોકો ભારતમાં આવે છે અને થેલીમાં રાશન લઈ જાય છે.

કહેવા માટે તો ભારત-નેપાળ બોર્ડર હાલ પણ સીલ છે અને કોઈની અવર જવર શક્ય નથી પણ સાચુ તો એ છે કે બોર્ડર પર માત્ર લોકો જ અવર જવર નથી કરી રહ્યા પરંતુ ચોરી પણ પહેલાની જેમ જ ચાલી રહી છે. અવર જવર ચોર રસ્તાથી થાય છે. ખેતરોના કાંઠે કાંઠે થાય છે.

નેપાળ-બિહાર બોર્ડર પર માત્ર દારૂની જ ચોરી નથી થઈ રહી પણ ગાંજા, ભેંસથી માંડી રાશન સુધીની ચોરીઓ થાય છે. જ્યારે અમે રક્સૌલના પંટોકા ગામમાં હતા તો જોયું કે ચોકીઓ પર તો SSB એકદમ કડક છે પરંતુ ખેતરોના રસ્તે ચોરીઓ કરાઈ રહી છે. મધવાપુર-મટિહાની પહોંચ્યા તો આવું લાગ્યુ જ નહોતું કે બોર્ડર સીલ પણ છે.

આ તસવીર મધવાપુર-મટિહાનીની છે, જ્યાં નેપાળ અને ભારતની બોર્ડર સામ સામે છે.

ખુલ્લેઆમ રાશનની ચોરી થતી જોવા મળી. વીરપુરમાં રહેતા સામાજિક કાર્યકર્તા અને લોક ભારતી સેવા આશ્રમ ચલાવનારા પંચમ નારાયણ સિંહ કહે છે કે નેપાળમાં ગાંજાની ખેતી ઘણી થાય છે. જ્યારે ભારતમાં આ ખેતી કરવી ગેરકાયદે છે. એટલામાટે ત્યાંથી ગાંજાની ચોરી થાય છે. ત્યાંથી ભારત આવતો ગાંજો સસ્તો હોય છે. અઢી-બે હજાર રૂપિયામાં નેપાળથી જેટલો ગાંજો બિહાર પહોંચી જાય છે, દિલ્હી આવતા તેનો ભાવ 25 થી 30 હજાર રૂપિયા સુધી થઈ જાય છે.આ જ કારણે નેપાળથી મેલા જૂના કપડા પહેરીને ચોરી સાથે સંકળાયેલા લોકો થેલીમાં ગાંજો લાવીને સરળતાથી તેને બિહારમાં વેચીને જતા રહે છે. આ લોકોનું એક નેટવર્ક છે. ડિલીવરીના વાત પહેલા જ નક્કી હોય છે. ક્યારેક રોડ માર્ગે આવે છે તો ક્યારેક પાણીના રસ્તે આવે છે.

ખેતરોના રસ્તે ચોરીનું કામ કરવામાં આવે છે, કારણ કે રસ્તા પર ચેકિંગ થાય છે

નેપાળ અને ભારત વચ્ચે 1751 કિમી લાંબી બોર્ડર છે અને તે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્વિમ બંગાળ, બિહાર અને સિક્કીમથી પસાર થાય છે. સૌથી વધુ 726 કિમીનો ભાગ બિહાર સાથે જોડાયેલો છે. બન્ને દેશો વચ્ચે આ ઓપન બોર્ડર છે. ઠેર ઠેર ચેક પોસ્ટ છે. SSBના કેમ્પ છે, ચોકીઓ છે પણ બાકીનો આખો વિસ્તાર એવો છે જે ખુલ્લો છે. સ્થિતિ એવી છે કે ઘણા ખેતરના અડધા ભાગ ભારતમાં છે તો અડધા નેપાળમાં છે.સાથે જ બિહારના પશ્વિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરરિયા અને કિશનગંજ એવા જિલ્લા છે, જેની સાથે નેપાળની અડધી સીમા આવેલી છે. એટલા માટે આ જિલ્લામાં ચોરીઓ થવી સામાન્ય બાબત છે. પૂર્વ ચંપારણ, સીતામઢી, મધુબની અને સુપૌલમાં અમે જોયું કે દિવસમાં રાશન અને રાતે નશીલા પદાર્થ અહીંયાથી ત્યાં પહોંચાડવામાં આવી રહ્યા છે.

બિહારમાં ઘણી વખત પોલીસ નેપાળથી આવતા દારૂની ચોરીને પકડી ચુકી છે.

બિહારમાં દારૂબંધી છે, એટલા માટે ત્યાં નેપાળથી દારૂની ચોરી થાય છે. પંચમ સિંહના જણાવ્યા પ્રમાણે, દારૂનો આટલો જથ્થો તો રાજ્યમાં ત્યારે પણ નહોતો જ્યારે રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ ન હતો. પ્રતિબંધ પછી તો જથ્થો વધી ગયો છે અને સરકારને મહેસૂલનું પણ નુકસાન થઈ રહ્યું છે.ભારતમાંથી તેલ, મીઠુ, દાળ-ચોખાથી માંડી કપડા સુધીની ચોરી કરવામાં આવી રહી છે અને આ માલ નેપાળમાં જાય છે. જો તેને પ્રોસિજરથી મોકલવામાં આવે તો કસ્ટમ ડ્યુટી ભરવી પડશે એટલા માટે લોકો ખેતરોના રસ્તે રાશન ત્યાં લઈ જાય છે. જ્યારે અમે મધવાપુર-મટિહાનીમાં હતા તો જોયું કે, ખેતરના રસ્તે નેપાળી મહિલાઓ ચોખાની બોરીઓ માથ પર લઈને જાય છે.

આ પ્રકારે નેપાળી મહિલાઓ ચોખાની બોરીઓ ભારતમાંથી લઈ જાય છે, કારણ કે રાશન નેપાળની જગ્યાએ ભારતમાં સસ્તુ મળે છે

લગભગ 34 વર્ષ CRPFમાં સેવા આપનારા સુપૌલના ઈન્દર સિંહ કહે છે કે, ચોરીઓ ખુલ્લેઆમ બોર્ડર પર ચાલી રહી છે.સૌથી વધુ ચોરી ગાંજા, દારૂ અને અફીણની થાય છે કારણ કે આ બધુ નેપાળમાં પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને ભારતમાં સૌથી વધુ ચોરી રાશનની થાય છે. કોસી બૈરાજ નેપાળમાં આવેલું છે. ત્યાંથી બોટ દ્વારા પણ ચોરી કરવામાં આવે છે.જોકે વચ્ચે વચ્ચે SSBના કેમ્પ પણ છે, ઘણી વખત જવાનો ઝડપી લે છે તો લોકો પાણીમાં સામાન નાંખી દે છે.જેમ કે બે દિવસ પહેલા અમારા ગામના છોકરાઓને બે બોરી ભરીને નેપાળી દારૂ મળ્યો છે. આ એ દારૂ હતો, જે SSB જવાનોને જોઈને પાણીમાં નાંખી દેવાયો હતો અને છોકરાના હાથમાં આવ્યો હતો.જો કે ઘણી વખત SSB વાળા પણ પૈસાની લેવડ દેવડ કરીને ચોરી કરનારાઓને છોડી મુકે છે. ઘણી વખત પકડી પણ લે છે. બિહારમા જ્યારે દારૂ પર પ્રતિબંધ નહોતો, ત્યારે દારૂથી 37% મહેસૂલ મળતી હતી પણ હવે તો આ મહેસૂલ પણ નથી મળતી અને દારૂનો જથ્થો સતત વધી રહ્યો છે. ફાયદો તો નેપાળને પણ નથી થઈ રહ્યો પણ ત્યાંના વેપારીઓ નફો મળી રહ્યો છે.

બિહારમાં દારૂબંધીનો ફાયદો ચોરી કરતા લોકો ઉઠાવી રહ્યા છે. અને નેપાળનો દારૂ અહીંયા મોકલી રહ્યા છે.

બોર્ડર પારથી યુવતીની ચોરીઓ થવી પણ સામાન્ય છે. સિંહના જણાવ્યા પ્રમાણે, નેપાળમાં ગરીબી વધુ છે. એજન્ટ તેમના માતા પિતાને લાલચ આપીને તમારી દીકરીને નોકરી અપાવીશું એમ કહીને યુવતીને સાથે લઈને આવે છે. અહીંયા પણ આવે તો સંબંધી કહીને લાવે છે કારણ કે સીમા પાસે આવેલા જિલ્લાઓનો તો નેપાળ સાથે દીકરીની લેવડ દેવડનો સંબંધ છે.લગભગ દરેક ઘરે આવા સંબંધ છે. એટલા માટે સંબંધી કહીને લાવે છે. અહીંયાથી છોકરીઓને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવાય છે. બિહારની હોટલમાં પણ નેપાળની યુવતીઓ અને નેપાળી દારૂ મળી આવે છે. જો કે, લોકડાઉન પછી આ તમામ વસ્તુઓ પર લગામ લગાવાઈ હતી પણ ચોરી છુપે પણ આ બધુ ચાલી રહ્યું છે.2016માં તો એક આખી બસ ભરીને નેપાળમાંથી છોકરીઓ બિહાર લવાઈ હતી, આ તમામને વેચવાની તૈયારી કરાઈ હતી, પરંતુ ત્યારે જ સ્થાનિક લોકોને બસ પર શંકા ગઈ તો તેમણે તાત્કાલિક જ પોલીસને જાણ કરી દીધી હતી. ત્યારપછી તમામ લોકોની ધરપકડ કરી લેવાઈ હતી અને છોકરીઓને તેમના ઘરે પાછી મોકલવામાં આવી હતી.

બોર્ડરથી 15 કિમની સુધીના વિસ્તારમાં SSBને એક્શન લેવાનો અધિકાર છે.

બિહાર સીમા જાગરણ મંચના પ્રદેશ અધ્યક્ષ મહેશ અગ્રવાલે જણાવ્યું કે, નેપાળમાંથી મોટી સંખ્યામાં માત્ર દારૂ ગાંજા જ નહીં ભેંસની ચોરી પણ થાય છે. ભેંસને ભારતથી નેપાળ મોકલવામાં આવે છે કારણ કે ત્યાં ભેંસ વધુ ખાવામાં આવે છે.પશુ ચરાવવાનું કહીને પ્રાણીઓને સીમા પર લઈ જવામાં આવે છે અને ત્યાં છોડીને આવી જાય છે. બન્ને દેશો વચ્ચે બોર્ડર ખુલ્લી હોવાનો ફાયદો એ છે કે આપણી ઈન્ટેલિજેન્સ સિસ્ટમ મજબૂત છે.આપણા ઈન્ટેલિજેન્સના લોકો, ગામના લોકો ત્યા અવર જવર કરે છે તો દરેક ખબર પડે છે. જો બાઉન્ડ્રીવોલ બની જશે તો સૂચનાની આપ લે અટકી જશે અને જે દેશ સાથે બાઉન્ડ્રી છે ત્યાં પણ ચોરી તો અટકી રહી નથી. સ્થિતિ એવી છે કે બિહારથી લોકો ક્રાઈમ કરીને નેપાળ ભાગી જાય છે અને નેપાળથી ક્રાઈમ કરીને બિહારમાં આવી જાય છે.

આ પંટોકા ગામમાં આવેલી બોર્ડર છે. અહીંયાથી પણ લોકો અવરજવર કરી રહ્યા છે

જો કે, 2003માં SSBના ડિપ્લોયમેન્ટ પછીની સ્થિતિ થોડી સારી થઈ છે, પરંતુ હવે આવડી મોટી બોર્ડર પર SSB પણ ક્યાં સુધી નજર રાખી શકે. બોર્ડરથી માંડી અંદર 15 કિમી સુધી SSBનો વિસ્તાર છે. અહીંયા SSB કોઈને પણ રોકીને પુછપરછ કરી શકે છે. ત્યારપછી પોલીસનું કાર્યક્ષેત્ર શરૂ થઈ જાય છે.

નેપાળ અને ભારત વચ્ચે કોઈ ટ્રીટી નથી થઈ કે આપણે એકબીજાના દેશના ગુનાખોરોને સોંપીશું પરંતુ તેમ છતા સીમા પર તહેનાત બન્ને દેશોના અધિકારીઓની સમજણથી આ કામ થતું રહે છે. છેલ્લા ઘણા દિવસોમાં ઓલી સરકાર પછી સંબંધોમાં તણાવ આવ્યો છે અને હવે બોર્ડર પર જવાનો વચ્ચે પણ પ્રેમ જોવા મળી રહ્યો નથી, જે પહેલા જોવા મળતો હતો.

આખી બોર્ડર ખુલ્લી છે એટલા માટે ટોર રસ્તાથી જ બિહારમાં એન્ટ્રી કરે છે.

ચાર દિવસ પહેલા ભારતીય વિસ્તારના સિજુઆ અને નેપાળના અડનાહા ગામના લોકો વચ્ચે પણ અથડામણ થઈ હતી. ગામના લોકોએ જણાવ્યું કે, રાતે નેપાળથી દારૂ અને દિવસે કપડા, રાશન, યૂરિયા ખાતરની મોટી સંખ્યામાં ચોરી થઈ રહી છે. ચોરી અંગે બન્ને ગામ વચ્ચે થોડો વિવાદ થયો હતો.બહેરા પંચાયતના મુખી લાલબાબૂ સિંહે કહ્યું કે, ખુલ્લેઆમ ચોરીઓ ચાલી રહી છે પરંતુ ન તો તેને SSB અટકાવી શકી છે અને ન તો તંત્ર કંઈ કરી રહ્યુ છે. જ્યારે અમે મધેપુરા-મટિહાની બોર્ડર પર હતા, તો અમને નેપાળ સુરક્ષાદળે વીડિયો અને ફોટો લેવાની ના પાડી દીધી હતી. જેનું એક કારણ હતું કે, દિવસમાં પણ ખુલ્લેઆમ રાશનની ચોરી ચાલી રહી હતી.કેમેરા જોયા પછી જવાનોએ મુખ્ય રસ્તા પર અવર જવર બંધ કરી દીધી હતી અને લોકો ખેતરોનો રસ્તે ફરીને જઈ રહ્યા હતા.બોર્ડરથી માંડી અંદર 15 કિમી સુધી SSBનો વિસ્તાર છે. અહીંયા જવાન કોઈને પણ અટકાવીને પુછપરછ કરી શકે છે.