Translate to...

દુબઇથી આવેલા એર ઇન્ડિયાના પ્લેનનુ કોઝિકોડમાં ક્રેશ લેન્ડિંગ થવાથી બે ટુકડાં થયા, બે પાયલટ સહિત ચારના મોત, ફ્લાઇટમાં ક્રૂસ સહિત 191 મુસાફરો હતાં

દુબઇથી આવેલા એર ઇન્ડિયાના પ્લેનનુ કોઝિકોડમાં ક્રેશ લેન્ડિંગ થવાથી બે ટુકડાં થયા, બે પાયલટ સહિત ચારના મોત, ફ્લાઇટમાં ક્રૂસ સહિત 191 મુસાફરો હતાં




કેરળના કોઝિકોડ એરપોર્ટ પર શુક્રવારે મોટી દુર્ઘટના થઇ હતી. દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે ફસડાઇ ગયું હતું. આ ફ્લાઇટમાં ક્રૂ સહિત 191 મુસાફરો હતા. તેમાં 128 પુરુષ, 46 મહિલા, 10 નવજાત બાળકો અને 7 ક્રૂ મેમ્બર્સ (બે પાયલટ અને 5 કેબિન ક્રૂ) સામેલ હતા. કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરનના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં પ્લેનના બન્ને પાયલટનું મૃત્યુ થયું છે. 35 જેટલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.

કકોરોના મહામારીના લીધે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ચાલી રહેલા વંદે ભારત મિશન અંતર્ગત આ પ્લેન અહીં આવ્યું હતું. આ દુર્ઘટનામાં બે પાયલટ સહિત ચાર લોકોના મૃત્યુના સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પી. વિજયન સાથે આ દુર્ઘટના અંગે વાત કરી હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાનને અત્યારે ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન અંગે માહિતગાર કર્યા હતા.

PM Narendra Modi spoke to Kerala CM Pinarayi Vijayan on phone about Karipur plane crash. CM informed PM that a team of officials including Kozhikode & Malappuram District Collectors & IG Ashok Yadav have arrived at the airport & participating in the rescue operation: Kerala CMO pic.twitter.com/hAMuR0R9Rz

— ANI (@ANI) August 7, 2020

પ્રાથમિક રિપોર્ટ અનુસાર દુબઇ-કોઝિકોડે ફ્લાઇટ X1344 એ બોઇંગ 737 પ્લેન છે . સાંજે 7.38 વાગ્યે તે એરપોર્ટ પર લેન્ડ થયું હતું. લેન્ડ થયા બાદ અચાનક ફસડાઇ પડ્યું હતું . અત્યારે 24 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્ડર એરપોર્ટ પર પહોંચી ગયા છે. અત્યારે બે પાલયટના મૃત્યુના સમાચાર છે. કેરળ પોલીસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 35 જેટલા લોકો અત્યારે અલગ અલગ હોસ્પિટલમાં શિફ્ટ કરવામા આવ્યા છે. બાકીના 100 જેટલા લોકોની શોધખોળ ચાલુ છે. રાત્રિનો સમય હોવાથી ટોર્ચની અછત અને અન્ય બાબતો કામગીરીને અસર કરી રહી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મીડિયા વિભાગના એડિશનલ ડીજી રાજીવ જૈનના જણાવ્યા પ્રમાણે પ્લેનમાં બે પાયલટ અને 5 કેબિન ક્રૂ સિવાય 174 પેસેન્જર અને 10 નવજાત બાળકો હતાં. ઘટના બાદ અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

#WATCH Kerala: Visuals from outside the Karipur Airport, after Dubai-Kozhikode Air India flight (IX-1344) with 190 people onboard skidded during landing at the airport. pic.twitter.com/hCimakcNRY

— ANI (@ANI) August 7, 2020

DGCA દ્વારા તપાસના આદેશ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા આ ઘટના મામલે તપાસના આદેશ આપવામા આવ્યા છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે એક નિવેદનમા કહ્યું કે આ ફ્લાઇટમાં બે પાયલટ સહિત 6 ક્રૂ મેમ્બર ઓનબોર્ડ હતા. તેમાં 174 પેસેન્જર હતા અને આજે એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પ્લેન ફસડાઇ ગયું હતું. દુર્ઘટનાની તસવીરો સામે આવી છે તે ડરામણી છે. કારણ કે આ તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે પ્લેનના બે ટુકડા થઇ ગયા છે. વરસાદના લીધે આ દુર્ઘટના બની હોવાની શક્યતા છે.

30 ફુટ ઉંડી ખીણમાં પ્લેન પડ્યું રિપોર્ટ્સ પ્રમાણે સાંજે 7.38 વાગ્યે આ ફ્લાઇટ એરપોર્ટ પર લેન્ડ કરી રહી હતી. ત્યારે ભારે વરસાદ થઇ રહ્યો હતો. ટચડાઉન કરતાજ પ્લેન રનવે પર લપસી પડ્યું હતું અને 30 ફુટ ઉંડી ખીણમાં પડી ગયું હતું.

ગૃહમંત્રી અમિત શાહનું ટ્વિટ એર ઇન્ડિયા એક્સપ્રેસ દુર્ઘટના અંગે સાંભળીને દુખ થયું. રેસ્ક્યૂ માટે NDRFની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના આદેશ આપ્યા છે.

Distressed to learn about the tragic accident of Air India Express aircraft in Kozhikode, Kerala. Have instructed NDRF to reach the site at the earliest and assist with the rescue operations.

— Amit Shah (@AmitShah) August 7, 2020

Dubai-Kozhikode Air India flight (IX-1344) skidded during landing at Karipur Airport at around 7.45 pm today: Kondotty Police. #Kerala pic.twitter.com/UaXZuGrvhB

— ANI (@ANI) August 7, 2020

અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…







Air India plane crashes in Kozhikode, pilot killed, 18 on board from Dubai