Translate to...

દીપિકાને પ્રભાસ સાથેની ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા મળશે, સાઉથમાં સૌથી વધુ ફી મેળવનારી પહેલી બોલિવૂડ એક્ટ્રેસ

દીપિકાને પ્રભાસ સાથેની ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા મળશે, સાઉથમાં સૌથી વધુ ફી મેળવનારી પહેલી બોલિવૂડ એક્ટ્રેસ




પ્રભાસની આગામી ફિલ્મમાં દીપિકા પાદુકોણ જોવા મળશે. દીપિકા આ ફિલ્મથી તેલુગુ સિનેમામાં ડેબ્યૂ કરી રહી છે. સાઉથની આ ફિલ્મ માટે દીપિકાને 20 કરોડ રૂપિયા મળ્યાં હોવાની ચર્ચા છે. સાઉથમાં હિંદી એક્ટ્રેસને અત્યાર સુધીની આ સૌથી વધુ ફી મળી હોવાની ચર્ચા છે. આ ફિલ્મ માટે પ્રભાસને 50 કરોડ રૂપિયા મળ્યા હોવાની ચર્ચા છે. દીપિકા પહેલાં આલિયા ભટ્ટને ‘RRR’ માટે 12 કરોડ તથા ‘થલાઈવી’ માટે કંગના રનૌતને 18 કરોડની આસપાસ ફી મળી હોવાની ચર્ચા છે.

Deepika Padukone, welcome on board! Thrilled to have you be a part of this incredible adventure. #Prabhas @deepikapadukone @nagashwin7#Prabhas21 #DeepikaPrabhas pic.twitter.com/PLdgPT6igz

— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 19, 2020

દીપિકા માટે ફિલ્મની વાર્તામાં ફેરફાર કરવામાં આવ્યોફિલ્મમાં પહેલાં દીપિકાનાં રોલનું મહત્ત્વ ઓછું હતું. જોકે, દીપિકાએ ફિલ્મમાં કામ કરવાની હા પાડતા હવે તેનાં રોલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મને નાગ અશ્વિન ડિરેક્ટ કરશે અને વૈજયંતી પ્રોડક્શન ફિલ્મને પ્રોડ્યૂસ કરશે. હાલમાં જ આ પ્રોડક્શન કંપનીને 50 વર્ષ પૂરા થયાં હતાં. આ ફિલ્મ સાયન્સ-ફિક્શન પર આધારિત છે અને ફિલ્મમાં વર્લ્ડ વૉર 3ની વાત કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. સોશિયલ મીડિયામાં હવે દીપિકા તથા પ્રભાસે એકબીજાને ફોલો કરવાનું શરૂ કર્યું છે.શ્રદ્ધાએ પ્રભાસ સાથે કામ કર્યું હતુંદીપિકા પહેલાં શ્રદ્ધા કપૂરે પ્રભાસ સાથે કામ કર્યું હતું. પ્રભાસ તથા શ્રદ્ધા ફિલ્મ ‘સાહો’માં સાથે જોવા મળ્યાં હતાં. હાલમાં જ પ્રભાસની 20મી ફિલ્મ ‘રાધે શ્યામ’નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં પૂજા હેગડે છે. દીપિકાની ફિલ્મ ‘83’ડિસેમ્બરમાં રિલીઝ થશે.







Deepika to get Rs 20 crore for film with Prabhas, first highest paid Bollywood actress in South