Translate to...

દુનિયામાં સૌથી કડક લોકડાઉન છતાં ભારતમાં 4 ભૂલ ભારે પડી, 6 બાબતોથી સ્થિતિ કાબુમાં આવી શકી હોત

દુનિયામાં સૌથી કડક લોકડાઉન છતાં ભારતમાં 4 ભૂલ ભારે પડી, 6 બાબતોથી સ્થિતિ કાબુમાં આવી શકી હોત
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર કરી ગઈ છે. એ માટે ફક્ત 5 મહિના અને 16 દિવસ લાગ્યા છે. પ્રથમ કેસ 30 જાન્યુઆરીએ નોંધાયો હતો. કોરોનાનો પ્રસાર રોકવા માટે ભારતમાં દુનિયાનું સૌથી વધુ ચુસ્ત લોકડાઉન લાગુ કરાયું હતું. આ દાવો આપણે નહિ, પરંતુ ઓક્સફર્ડ યુનિવર્સિટીનો ડેટા કહી રહ્યો છે.ઓક્સફર્ડ યુનિવર્સિટીએ દુનિયાભરમાં કોરોના સંક્રમણ સંબંધિત અભ્યાસ માટે ઓક્સફર્ડ કોવિડ-19 ગવર્ન્મેન્ટ રિસ્પોન્સ ટ્રેકર બનાવ્યો છે. જેમાં 17 અલગ અલગ માપદંડોના આધારે રેટિંગ આપવામાં આવે છે. એ મુજબ, ભારતમાં જેટલી કડકાઈથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું એટલી ચુસ્તી દુનિયામાં ક્યાંય લાગુ કરાઈ નથી.

સમયની સાથે લોકડાઉનમાં ઢીલાશ આવી, રેટિંગ પણ ઘટ્યુંસંક્રમણ ફેલાતું રોકવા માટે સૌ પ્રથમ 22 માર્ચે એક દિવસનો જનતા કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો. એ પછી 25 માર્ચથી દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ થયું. ચાર અંતરાલમાં સળંગ બે મહિના સુધી લોકડાઉન જારી રહ્યું. પ્રથમ લોકડાઉન 25 માર્ચથી 14 એપ્રિલ સુધી લાગુ થયું હતું. લોકડાઉનનો આ તબક્કો સૌથી વધુ કડક હતો. એ દરમિયાન ઓક્સફર્ડ ટ્રેકરમાં ભારતના લોકડાઉનને 100માંથી 100 પોઈન્ટ મળ્યા હતા.15 એપ્રિલથી 3 મે સુધી લોકડાઉનનો બીજો તબક્કો હતો. જોકે 20 એપ્રિલ પછી લોકડાઉનમાં ઢીલાશ આવવા માંડી હતી. ત્રીજો તબક્કો 4 મેથી 17 મે અને ચોથો તબક્કો 18થી 31 મે સુધી ચાલ્યો હતો. 1 જૂનથી અનલોકની પ્રક્રિયાનો આરંભ થયો હતો, જે હાલ બીજા તબક્કામાં છે.

લોકડાઉનમાં છૂટછાટથી સંક્રમણની ઝડપ વધીવડાપ્રધાન મોદીએ 24 માર્ચે લોકડાઉનની જાહેરાત કરી ત્યારે તેમનું ફોકસ 'જાન હૈ તો જહાન હૈ' ઉપર હતું. એ પછી જ્યારે 14 એપ્રિલે બીજા લોકડાઉનની જાહેરાત કરતી વખતે તેમણે 'જાન ભી, જહાન ભી' પર ભાર મૂક્યો. એ પછી દેશમાં લોકડાઉન તો જારી રહ્યું પરંતુ તેના અમલમાં ઢીલાશ આવવા લાગી. પરિણામ એ આવ્યું કે એ સમયગાળા દરમિયાન દેશભરમાં સંક્રમણનું પ્રમાણ ઝડપભેર વધવા લાગ્યું.

લોકડાઉન પહેલાં રિક્વરી રેટ 7%થી ઓછો હતો, હવે 63%થી વધુલોકડાઉન લાગ્યા પછી અને ખૂલ્યા પહેલાં ભલે દેશમાં સંક્રમિતોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો હોય. પરંતુ એક સારી વાત એ પણ નોંધવી રહી કે સાજાં થનાર દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી. લોકડાઉન લાગુ થયું એ પહેલાં કોરોના સંક્રમિતોનો રિકવરી રેટ ફક્ત 6.86% હતો, જે હાલમાં 63%થી વધુ છે.

પ્રથમ 5 લાખ કેસ માટે 148 દિવસ લાગ્યા, બીજા 5 લાખ ફક્ત 20 દિવસમાંભારતમાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીએ નોંધાયો હતો. એ પછી 2 ફેબ્રુઆરી સુધી કેરળમાં 3 સંક્રમિતો નોંધાયા હતા. એ ત્રણેય ચીનના વુહાન શહેરથી પરત ફર્યા હતા. એ પછી એક મહિના સુધી દેશમાં કોરોનાનો કોઈ નવો કેસ ધ્યાનમાં આવ્યો ન હતો. પરંતુ 2 માર્ચ પછી સંક્રમિતોની સંખ્યા રોજબરોજ સતત વધતી જ ગઈ હતી. પ્રથમ 5 લાખ કેસ માટે 148 દિવસ લાગ્યા હતા, જ્યારે એ પછીના 5 લાખ કેસ માટે ફક્ત 20 દિવસ થયા છે.

લોકડાઉનમાં સરકારની ક્ષતિ1. ટેસ્ટિંગ પર ફોકસનો અભાવકોરોના સંક્રમણ ફેલાતું રોકવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ તો કરાયું પરંતુ એ સમયનો યોગ્ય ઉપયોગ ન કરી શકાયો. અન્ય દેશોમાં લોકડાઉન લાગુ કર્યા પછી એ સમયનો મહત્તમ ઉપયોગ ટેસ્ટિંગ માટે થયો. ચીને તો વુહાનમાં 10 દિવસનું લોકડાઉન એટલા માટે લગાવ્યું હતું કે ત્યાંની તમામ વસ્તીનું ટેસ્ટિંગ થઈ શકે અને સંક્રમિતોને અલગ તારવી શકાય. ભારતમાં એવું થઈ શક્યું નહિ. ટેસ્ટ ફક્ત એમનો જ થયો જે માંદગીના લક્ષણો પછી સામે ચાલીને ટેસ્ટ કરાવવા ગયા.

2. પરપ્રાંતિયોની સમસ્યા અંગે સદંતર બેખબરમોદી સરકારે 25 માર્ચથી દેશમાં લોકડાઉન લાગુ કર્યું એનાં ત્રણ દિવસ અગાઉ રેલવે સેવા બંધ કરી દેવામાં આવી હતી. લોકડાઉનમાં જ્યારે તમામ ગતિવિધિ થંભી ગઈ, તો રોજની કમાણી પર આધારિત મજૂરોને કામ મળતું પણ બંધ થઈ ગયું. જ્યારે દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગુ થયું તો દેશના અનેક પ્રાંતોમાંથી મજૂરો પોતાના રાજ્ય તરફ ભાગવા મંડ્યા. પરિણામે લોકડાઉનના પાંચમા દિવસે એટલે કે 29-30 માર્ચે જ દિલ્હીના આનંદવિહાર બસ ટર્મિનલ ખાતે 15 હજાર મજુરો એકઠાં થઈ ગયા. મહામુસીબતે આ ભીડને ખાનગી બસ અને અન્ય રસ્તે તેમના વતન મોકલવાની ફરજ પડી.

3. શ્રમિક સ્પેશ્યલ ટ્રેન નીકળી અને સંક્રમણ વધ્યુંએક સરકારી અહેવાલ અનુસાર, 1918માં જ્યારે દેશમાં સ્પેનિશ ફ્લુની મહામારી ફેલાઈ હતી ત્યારે તેનો ફેલાવો વધારવામાં રેલવેની બહુ મોટી ભૂમિકા હતી. 1 મેથી મોદી સરકારે પ્રવાસી મજૂરોને તેમના વતન સુધી પહોંચાડવા માટે શ્રમિક સ્પેશ્યલ ટ્રેન શરુ કરી. તેનું પરિણામ એ આવ્યું કે અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણ ઝડપભેર ફેલાવા લાગ્યું. તેનું એક ઉદાહરણ ગોવા પણ છે. ગોવાને 19 એપ્રિલે કોવિડ ફ્રી સ્ટેટ જાહેર કરી દેવાયું હતું. પરંતુ ટ્રેન શરૂ થયા પછી ગોવામાં પણ કેસ વધવા લાગ્યા. સ્થાનિક આરોગ્યમંત્રી વિશ્વજીત રાણેએ પણ સ્વીકાર્યું કે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનથી આવી રહેલાં મજૂરોના કારણે રાજ્યમાં સંક્રમણ વધ્યું છે.

4. કેસ વધતા હતા તોય શરાબની દુકાનો ખોલી દેવાઈદેશમાં જ્યારે લોકડાઉન-3 લાગુ થયું ત્યારે વધુ છૂટછાટો આપી દેવામાં આવી. સરકારે આ તબક્કે દારુની દુકાનો ખોલવાની પણ છૂટ આપી દીધી. પરિણામે દારુની દુકાને ભારે ભીડ ઉમટી પડી. વધતી ભીડને જોઈને દિલ્હી સરકારે શરાબની કિંમતમાં 70%નો વધારો કરી દીધો. જ્યારે કે મહારાષ્ટ્રમાં શરાબની હોમ ડિલિવરી થવા લાગી.

6 બાબતો, જેનાંથી સંક્રમણ કાબુમાં આવી શક્યું હોત1. હાઈ રિસ્ક ઝોનમાં વોર્ડ લેવલ સુધીનું ટેસ્ટિંગ2. સંક્રમણ ખાળવા કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તાલમેલ3. નાના શહેરો અને ગામડાંઓ સુધી ટેસ્ટિંગ સુવિધા પહોંચાડવી4. એન્ટિજન ટેસ્ટ વધારવા જેથી લક્ષણરહિત સંક્રમિતોને ઓળખી શકાય5. જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત, સોશિયલ ડિસ્ટન્સિંગનું સખ્તાઈથી પાલનDespite the toughest lockdown in the world, 4 mistakes fell heavily in India, 6 things could have brought the situation under control