Translate to...

દુનિયામાં સંક્રમિત દર્દીઓના સાજા થવાનો દર 61.1%, જ્યારે મૃત્યુ દર 4% છે; ભારતમાં રિકવરી રેટ 63.5% અને મૃત્યુદર 2.3%

દુનિયામાં સંક્રમિત દર્દીઓના સાજા થવાનો દર 61.1%, જ્યારે મૃત્યુ દર 4% છે; ભારતમાં રિકવરી રેટ 63.5% અને મૃત્યુદર 2.3%




કોરોના વાઈરસનું સંક્રમણ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. પણ બીજી બાજુ આ વાઈરસને હરાવનારા દર્દીઓની સંખ્યા પણ ઓછી નથી. આ જ કારણ છે કે રવિવારે દુનિયામાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા 1 કરોડનો આંકડો પાર કરી ગઈ છે. આ મુશ્કેલ સમયમાં આ સમાચાર દરેકને હિંમત આપનારા છે.

દુનિયાભરમાં હવે દરરોજ કોરોના સંક્રમણથી લગભગ બે લાખ દર્દી સાજા થઈ રહ્યા છે.દર્દીઓના સાજા થવાની ટકાવારી, સંક્રમણ વધવા અને મોતની ટકાવારીથી વધુ છે. આ તમામ માટે રાહતની વાત છે. સંક્રમણ 10.5%થી વધી રહ્યું છે અને મોતનો આંકડો વધવાની ટકાવારી 5.6% છે. પરંતુ સાજા થઈને ઘરે પહોંચનારા દર્દીઓની સંખ્યા 13%થી વધી રહી છે.

8 મહિનામાં 1.62 કરોડ લોકો સંક્રમિત થયા આઠ મહિનામાં કોરોના વાઈરસથી દુનિયામાં 1.62 કરોડ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે 6 લાખ 49 હજાર 884 મોત થયા છે, પરંતુ હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા માત્ર 62 લાખ છે.

ભારતમાં રિકવરી રેટ અને મૃત્યુદર દુનિયાના સરેરાશ કરતા સારો

દુનિયામાં કોરોના સંક્રમણથી સાજા થવાની ટકાવારી 61.1% છે, જ્યારે મૃત્યુદર 4% છે. ભારતમાં રિકવરી રેટ 63.5% છે. અહીંયા કુલ 13.82 લાખ દર્દીમાંથી 8.81 લાખ સાજા થઈ ચુક્યા છે. ભારતનો મૃત્યુદર દુનિયાની સરખામણીએ ઘણો ઓછો 2.3% રહ્યો છે.દુનિયામાં સંક્રમણ 10.5% અને મોત 5.6%ના દરે વધી રહ્યું છે, પણ દર્દી સાજા થવાની ગતિ 13% છે.ભારતમાં સૌથી સારો રિકવરી રેટ દિલ્હીમાં છે. અહીંયા 86.4% દર્દી સાજા થઈ ચુક્યા છે.સારા રિકવરી વાળા દેશ- કતારમાં સૌથી વધુ 97% અને તુર્કીમાં 92% દર્દી સાજા થયાઆ દેશનો રિકવરી રેટ સૌથી ખરાબ- અમેરિકામાં સૌથી ઓછા 47.7% દર્દી જ સાજા થઈ શક્યા





The recovery rate of infected patients in the world is 61.1%, while the mortality rate is 4%; India has a recovery rate of 63.5% and a mortality rate of 2.3%.