Translate to...

દુનિયાની 70% રસી મેડ ઈન ઈન્ડિયા છે, કોરોના કાળમાં દેશની આરોગ્ય સંસ્થાઓ વધુ આત્મનિર્ભર થઈ છે : અદાર પુનાવાલા

દુનિયાની 70% રસી મેડ ઈન ઈન્ડિયા છે, કોરોના કાળમાં દેશની આરોગ્ય સંસ્થાઓ વધુ આત્મનિર્ભર થઈ છે : અદાર પુનાવાલા
કોવિડ-19 માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની રસીનું ભારતમાં ઉત્પાદન કરી રહેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પુનાવાલાનું કહેવું છે કે, 100થી વધુ કંપનીઓ રસી બનાવી રહી છે. આથી કયો દેશ પહેલા રસી રજૂ કરી શકશે એ હાલ કહી શકાય નહીં. અમને આશા છે કે, રસી બની જાય છે તો તેને છુપાવી શકાશે નહીં. તેમની સાથે વાતચીતના મુખ્ય અંશ...

સવાલ: શું ભારતીય ફાર્મા માસ્કેટ માટે કોવિડ-19ની સકારાત્મક અસર જોવા મળશે?પુનાવાલા: દુનિયામાં જેટલી રસી છે, તેમાંથી 70% ભારતીય છે. ભારતીય નિર્માતા, વિશ્વ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીની રેસમાં પહેલાથી જ આગળ છે. રોગચાળાના વર્તમાન સમયમાં વેપાર અને હેલ્થ ઈન્સ્ટિટ્યૂટશન બંને ભેગા થયા છે, જેથી ભારત આત્મનિર્ભરતા સાથે કોરોના સામે લડી શકે. સીરમ, માયલેબની સાથે રોજની 2 લાખ કિટ બનાવી રહી છે, જેથી ભારતની વધતી માગ પૂરી કરી શકાય. મને વિશ્વાસ છે, અમે ઉપલબ્ધ ટેલેન્ટ, ટેક્નોલોજી અને ઈનોવેશન યુક્ત ડેવલપમેન્ટથી મદદ કરી શકીશું, જેથી અન્ય દેશો પર નિર્ભરતા ઓછી કરી શકાય.

સવાલ: કોવિડ-19 રસીની ટ્રાયલ 100% સફળ થશે જ, તેનો આધાર શું છે?પુનાવાલા: રસી બનાવવી રોલર કોસ્ટર પર સવારી કરવા જેવું છે. રસી બનાવવામાં અપ એન્ડ ડાઉન આવે છે. આપણે ધીરજ રાખવાની છે અને તાત્કાલિક નિર્ણય પર પહોંચવાનું નથી. ટ્રાયલના ત્રણ તબક્કા છે. ત્રણેય તબક્કા પૂરા થવાની રાહ જોવી પડશે.

સવાલ: જો ટ્રાયલ સફળ નહીં થાય તો સીરમને કેટલું નુકસાન થશે અને તમે તેને કેવી રીતે વહન કરશો?પુનાવાલા: અમે લિસ્ટેડ કંપની નથી, આથી અમે કોઈ પણ રોકાણકારને નફો કે વળતર આપવા માટે જવાબદાર નથી. આથી અમે નક્કી કર્યું છે કે, અમે ટ્રાયલથી પહેલા રસીનું પ્રોડક્શન પોતાના જોખમે કરીશું. અમે થોડા સમય માટે અન્ય રસીનું ઉત્પાદન સંપૂર્ણપણે અટકાવી દીધું છે. અત્યારે જે ટ્રાયલ્સનું પરિણામ આવ્યું છે, તેને જોતાં અમે પોતાની પ્રોડક્શન ક્વોન્ટિટી ઘટાડી દીધી છે. અગાઉ અમે 1 કરોડ ડોઝ બનાવવાનો પ્લાન કર્યો હતો, જે હવે કેટલાક લાખ સુધી મર્યાદિત રાખ્યું છે.

સવાલ: શું દુનિયામાં આવું જોખમ અગાઉ કોઈએ ઉઠાવ્યું છે? જો ના તો તેના અંગે શું વિચારો છો?પુનાવાલા: અત્યારે આખી દુનિયા રોગચાળા સામે લડી રહી છે. તેણે આપણી જિંદગીઓને અનિશ્છિત હોલ્ટ પર મુકી દીધી છે. દરેક દેશ પોતાનાં સ્તરે કામ કરી રહ્યો છે. રોગચાળાના સામના માટે આપણે જે કરી શકીએ છીએ, તે કરવું જોઈએ.

સવાલ: કોરોનાની મેડિસિન પહેલા આવશે કે રસી? શું સીરમ મેડિસિન પર પણ રિસર્ચ કરી રહી છે?પુનાવાલા: અમે યુએસ બાયોટેક ફર્મ કોડાનેક્સ, ઓસ્ટ્રિયાની થેમિસ જેવી અનેક રસી પર કામ કરી રહેલી કંપનીઓ સાથે ભાગીદારીમાં કામ કરી રહ્યા છે. આ ઉપરાંત પણ બે કંપની છે. બધી કંપની રસી ડેવલપ કરવા અને ઉપલબ્ધતા વધારવામાં સહયોગ આપી રહી છે.

સવાલ: સ્વદેશી અને આત્મનિર્ભર ભારતની વાત થઈ રહી છે. શું ફાર્મા કંપની માટે સ્વદેશી હોવું શક્ય બનશે? જેમ કે, સીરમ અમેરિકાની કોડાજેનિક્સ અને પેરિસની સનોફી સાથે કામ કરી રહી છે?પુનાવાલા: આપણે સંયુક્ત મોડલ પર રિસર્ચ, ડેવલપમેન્ટ અને ઈનોવેશન પર કામ કરવું જોઈએ. જેથી મોટા પ્રમાણમાં રસીનું પ્રોડક્શન થઈ શકે અને વૈશ્વિક સ્તરે તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય.

સવાલ: ભારતમાં રસી બને છે તો તેની શું કિંમત હશે? વિદેશી કંપનીઓએ પહેલા રસી બનાવી તો તેની કિંમત આપણાં દેશમાં કેટલી હોઈ શકે છે?પુનાવાલા: અત્યારે કિંમત અંગે કહેવું ઉતાવળ હશે. અમે નિશ્ચિંત છીએ કે કિંમત પરવડે તેવી હશે. આશા છે, તેને સરકાર ખરીદશે અને કોઈ ચાર્જ વગર લોકોને ઉપલબ્ધ કરાવશે.

સવાલ: રસી બનાવવામાં તમારી ટીમ સામે સૌથી મોટો પડકાર કયો હતો?પુનાવાલા: ટાઈમલાઈન. અત્યારે અનેક દેશોમાં લૉકડાઉનના કારણે સમસ્યાઓ છે. તેમ છતાં અમારી ટેક્નોલોજી આધુક છે, જેથી રસીની ડિમાન્ડ પુરી કરી શકાશે.

સવાલ: ટ્રાયલ સફળ રહી તો સૌથી પહેલા તમારી રસી કયા માર્કેટમાં આવશે? સરકારી સપ્લાય કે ખાનગી બજારમાં?પુનાવાલા: સરકારની માગ અને રસીની ટ્રાયલની સફળતાના આધારે ભારતને રસી ઉપલબ્ધ થશે. અમને આશા છે કે, બધા લોકો તેનું સન્માન કરશે, કે તેનો મહત્ત્મ જથ્થો ભારતને મળે.

સવાલ: તમે કોવિડમાં કેવા પ્રકારની તક જૂઓ છો?પુનાવાલા: અંગ્રેજીની એક કહેવત છે - ‘એવરી ક્લાઉડ હેઝ એ સિલ્વર લાઈનિંગ’(દરેક દુ:ખ કે કઠણાઈની સ્થિતિમાં એક તક છુપાયેલી હોય છે). ભારતમાં જ્યારે કોરોનાવાઈરસ આવ્યો તો સક્રિય અને ત્વરિત નિર્ણયો લેવાયા, જેથી ભારત સૌથી આગળ રહ્યું. આ સ્થિતિને આપણે એડવાન્ટેજ તરીકે લેવી જોઈએ, જેમાં આપણે પોતાનાં આરોગ્ય ક્ષેત્રના માળખાને મજબૂત કરી શકીએ. આપણી હેલ્થકેર પોલિસીઝને રિવાઈઝ કરી શકીએ. આપણાં દેશમાં જે હેલ્થકેર ફ્રેમવર્ક છે, તેમાં સુધારો કરી શકીએ.સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પુનાવાલા.