દ. આફ્રિકામાં સંક્રમિતોનો આંકડો 4 લાખને પાર, બધી સ્કૂલ ચાર અઠવાડિયા માટે બંધ કરવામા આવી, વિશ્વમાં 1.53 કરોડ કેસ

દ. આફ્રિકામાં સંક્રમિતોનો આંકડો 4 લાખને પાર, બધી સ્કૂલ ચાર અઠવાડિયા માટે બંધ કરવામા આવી, વિશ્વમાં 1.53 કરોડ કેસવિશ્વમાં કોરોનાવાયરસના અત્યારસુધી 1 કરોડ 56 લાખ 51 હજાર 601 કેસ નોંધાયા છે. તેમાંથી 95 લાખ 35 હજાર 209 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે જ્યારે 6 લાખ 36 હજાર 464 લોકોના મોત થયા છે. આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. દક્ષિણ આફ્રિકામાં સંક્રમિતોનો આંકડો 4 લાખને પાર થઇ ગયો છે. રાષ્ટ્રપતિ રામફોસાએ ગુરૂવારે કહ્યું કે વધી રહેલા કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને કેબિનેટે દેશમાં દરેક સ્કૂલને આગામી ચાર અઠવાડિયા માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું કે સ્કૂલ અને કોલેજમાં વર્તમાન એકેડમિક સેશનને 2021 સુધી લંબાવવામા આવશે જેથી બાળકોનો અભ્યાસ પૂર્ણ થઇ શકે. અમે સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞો સાથે ચર્ચા કરીને આ નિર્ણય કર્યો છે.

10 દેશ જ્યાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ

કેટલા સંક્રમિત મોત સ્વસ્થ થયા અમેરિકા 41,69,991 1,47,333 19,79,617 બ્રાઝીલ 22,89,951 84,207 15,70,237 ભારત 12,88,130 30,645 8,17,593 રશિયા 7,95,038 12,892 5,72,053 દ. આફ્રિકા 4,08,052 6,093 2,36,260 પેરૂ 3,71,096 17,654 2,55,945 મેક્સિકો 3,70,712 41,908 2,36,209 ચિલી 3,38,759 8,838 3,11,431 સ્પેન 3,17,246 28,429 પ્રાપ્ત નથી બ્રિટન 2,97,146 45,554 પ્રાપ્ત નથી

ફ્રાન્સ: બેરોજગાર યુવાનો માટે પેકેજની જાહેરાતફ્રાન્સે મહામારીના લીધે બેરોજગાર થયેલા યુવાનો માટે 6.5 બિલિયન યુરો (લગભગ 5650 હજાર કરોડ રૂપિયા)ના પેકેજની જાહેરાત કરી છે. વડાપ્રધાન જ્યાં કાસ્તેએ ગુરૂવારે જણાવ્યું કે આ બે વર્ષની યોજના છે. યોજના પ્રમાણે સરકાર કંપનીઓને 25 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને નોકરી આપવા માટે સબસિડી આપશે.

22 જુલાઇએ ફ્રાન્સના શહેરની હોસ્પિટલની એક તસવીર.

ઈરાક- આંતરરાષ્ટ્રીય ઉડાનોને મંજૂરીસંક્રમણ વધી રહ્યું હોવા છતા ઈરાકે ગુરૂવારે આંતરરાષ્ટ્રીય ઉડાનો ફરી શરૂ કરવા માટે મંજૂરી આપી દીધી છે. ત્યાંના સિવિલ એવિએશન વિભાગે કહ્યું કે બગદાદ, બસરા અને નજફ એરપોર્ટ પર વિદેશ જવાની માંગ વધી છે. તેને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ઉડાનો ફરી શરૂ કરવાની મંજૂરી આપવામા આવી છે. અહીં છેલ્લા 24 કલાકમાં નવા 2361 કેસ નોંધાયા હતા. કુલ સંક્રમિતોનો આંકડો 1 લાખ 2 હજાર 226 થઇ ગયો છે. મોતનો આંકડો 4122નો છે. અત્યારસુધી 69 હજાર 405 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે.

અમેરિકા- ટ્રમ્પે તેમની પાર્ટીનો કાર્યક્રમ રદ્દ કર્યોઅમેરિકામાં કોરોના કેસની સંખ્યા લગાતાર વધી રહી છે. કુલ કેસ 40 લાખને પાર થઇ ગયા છે. કેસની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્ર્મ્પે ફ્લોરિડામાં આયોજિત રિપબ્લિકન પાર્ટીનો કાર્યક્રમ રદ્દ કરી નાખ્યો હતો. અમુક દિવસો પહેલા જ સંક્રમણને ધ્યાનમાં રાખીને તેમણે તેમની રેલીઓ રદ્દ કરીને ટેલી રેલી કરવાની જાહેરાત કરી હતી. જોન હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર અહીં 4 લાખ 21857 કેસ સાથે કેલિફોર્નિયા સૌથી પ્રભાવિત રાજ્ય બની ગયું છે.

એક ટેસ્ટિંગ સેન્ટર પર લોકોની ટેસ્ટ કરી રહેલા કર્મચારી.

બ્રાઝીલ- એક દિવસમાં 59 હજાર નવા કેસબ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં 59 હજાર 961 નવા કેસ સામે આવ્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 22 લાખ 87 હજાર 475 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે જણાવ્યું કે દેશમાં અત્યારસુધી 84 હજાર 82 લોકોના મોત થયા છે. અત્યારસુધી 15 લાખ 70 હજાર લોકો સ્વસ્થ થયા છે. અમેરિકા પછી બ્રાઝીલ સૌથી વધુ પ્રભાવિત દેશ છે.

હોસ્પિટલમાં દર્દીને લઇ જઇ રહેલા કર્મચારી.

તુર્કી- સંક્રમિતોનો આંકડો 2 લાખને પારતુર્કીમાં છેલ્લા 24 કલાકમાં 913 કેસ નોંધાતા કુલ આંકડો 2 લાખ 23 હજાર 315 થઇ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રી ફહરેતિન કોકાએ ટ્વિટ કરીને કહ્યું કે અત્યારસુધી 44 લાખ 46 હજાર 373 લોકોના ટેસ્ટ થયા છે. 2 લાખ 6 હજાર 365 લોકો સ્વસ્થ થયા છે. મોતનો આંકડો 5563નો છે. તુર્કીમાં સંક્રમણનો પહેલો કેસ 11 માર્ચના દિવસે સામે આવ્યો હતો.દ. આફ્રિકાના કેપટાઉનમાં 22 જુલાઇએ રેસ્તરાંમાં કામ કરી રહેલા કર્મચારીઓએ દેખાવો કર્યા હતા. તેમણે સરકાર પાસે રેસ્તરાં શરૂ કરવાની મંજૂરી માગી છે.