દર 10 લાખની વસ્તીએ હવે 11,173 ટેસ્ટ, તેમાંથી 947 પોઝિટિવ મળે છે, 22ના મોત થાય છે, રિકવરી રેટ 63 ટકા

દર 10 લાખની વસ્તીએ હવે 11,173 ટેસ્ટ, તેમાંથી 947 પોઝિટિવ મળે છે, 22ના મોત થાય છે, રિકવરી રેટ 63 ટકાશુક્રવારે દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 13 લાખને પાર કરી ગયો છે. આ વખતે માત્ર બે દિવસમાં એક લાખ કેસ નોંધાઇ ગયા છે. અગાઉ ત્રણ વખત ત્રણ-ત્રણ દિવસમાં એક લાખ કેસ વધ્યા હતા. દેશમાં હવે દર 10 લાખની વસ્તીએ 11173 લોકોની ટેસ્ટ થઇ રહી છે અને તેમાંથી 947 પોઝિટિવ કેસ નોંધાય છે. આટલી વસ્તીમાં 22 લોકોના મોત થઇ રહ્યા છે.

જોકે રાહતની વાત એ છે કે વધી રહેલા સંક્રમણ સામે સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. હવે દેશમાં રિકવરી રેટ 63.45 ટકા થઇ ગયો છે. મતલબ કે 100 દર્દીઓમાંથી 63 દર્દી સ્વસ્થ થઇ જાય છે. ડેથ રેટ 2.38 ટકા છે. મતલબ કે 100 દર્દીમાંથી બેના મોત થાય છે.

ભારતમાં ટેસ્ટિંગનો રેટ સૌથી ઓછો વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સંક્રમણનું સ્તર ઓછું છે પરંતુ દર દસ લાખની વસ્તીએ ટેસ્ટિંગ રેટ પણ ઓછો છે. રશિયામાં આટલી જ વસ્તીમાં 1.69 લાખ અને અમેરિકામાં 1.43 લાખ લોકોના ટેસ્ટ થાય છે. ભારતમાં દર 10 લાખની વસ્તીએ માત્ર 10 હજાર લોકોના ટેસ્ટ થાય છે. મેક્સિકોમાં આ સંખ્યા 6195 છે.

હવે દરરોજ લગભગ 50 હજાર કેસ વધે છે દેશમાં 30 જાન્યુઆરીએ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. તેના 110 દિવસ બાદ 10મેના સંખ્યા વધીને એક લાખ થઇ હતી. ત્યારબાદ સંક્રમણની ગતિ એટલી વધી કે માત્ર 15 દિવસોમાં જ આંકડો 2 લાખને પાર થઇ ગયો. પછી 2 લાખથી 3 લાખ કેસ થવામાં 10 દિવસ લાગ્યા હતા. 3થી 4 લાખ થવામાં 8 દિવસ અને 4થી 5 લાખ કેસ થવામા 6 દિવસ લાગ્યા હતા. કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે.

5થી 6 લાખ અને 6થી 7 લાખ કેસ થવામા માત્ર 5-5 દિવસ લાગ્યા હતા. 7થી 8 લાખ કેસ થવામાં ચાર દિવસ લાગ્યા. ત્યારબાદ દર ત્રણ દિવસે એક લાખ કેસ વધ્યા અને માત્ર 12 દિવસમાં સંક્રમિતોની સંખ્યા 8 લાખથી 12 લાખ સુધી પહોંચી ગઇ. આ વખતે 12 લાખથી 13 લાખ કેસ થવામા માત્ર બે દિવસ લાગ્યા.દરરોજ અમેરિકા બાદ ભારતમાં જ સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.

અત્યારસુધી 1.54 કરોડ લોકોના ટેસ્ટ, તેમાંથી 8.02 ટકા પોઝિટિવ દેશમાં અત્યારસુધી એક કરોડ 54 લાખ 28 હજાર 170 લોકોનું ટેસ્ટિંગ થઇ ચૂક્યું છે. તેમાંથી 8.02 ટકા લોકો સંક્રમિત છે. દેશમાં 897 સરકારી અને 393 ખાનગી લેબોરેટરી કામ કરી રહી છે. અમેરિકામાં 5 કરોડ ટેસ્ટ થયા છે અને તેમાંથી 8.09 ટકા લોકો પોઝિટિવ નોંધાયા છે. સૌથી ખરાબ પરિસ્થિતિ બ્રાઝીલની છે. અહીં અત્યારસુધી 55 લાખ લોકોના ટેસ્ટ થયા છે અને તેમાંથી 42.25 ટકા લોકો સંક્રમિત છે.

ભારત વિશ્વનો 7મો દેશ જ્યાં સૌથી વધુ મોત ભારત વિશ્વનો 7મો દેશ છે જ્યાં સંક્રમણના લીધે સૌથી વધુ મોત થયા છે. અહીં દર 10 લાખ લોકોમાં 22ના મોત થઇ રહ્યા છે. દેશમાં અત્યારસુધી 30 હજાર 941 લોકોના મોત થયા છે. દેશમાં મૃત્યુદર 2.38 ટકા છે. વિશ્વમાં સૌથી વધુ મોત અમેરિકામાં થયા છે. અહીં 1.42 લાખ લોકોના મોત થઇ ચૂક્યા છે. દર દસ લાખની વસ્તીએ 432 લોકોના મોત થઇ રહ્યાછે. બીજા નંબરે બ્રાઝીલ જ્યાં 78817 લોકોના મોત થયા છે. અહીં દસ લાખની વસ્તીએ 371ના મોત થઇ રહ્યા છે.For every 10 lakh population, there are now 11,173 tests, of which 947 are positive, 22 deaths, recovery rate 63%