દર્દીએ ફાયરબ્રિગેડમાં ફોન કરી કહ્યુ- અમે આગમાં ફસાઇ ગયા છીએ, ફટાફટ આવો, અમે ગૂંગળામણમાં મરી જઇશું સાહેબ




અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનામાં કોરોનાના આઠ દર્દીઓના મોત થયા હતાં. આ આગની ઘટના સમયે હોસ્પિટલમાંથી ભાવિન શાહ નામના દર્દીએ ફાયરબ્રિગેડને કોલ કરી આગની માહિતી આપી હતી. જેનું કોલ રેકોર્ડિગ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. જેમાં દર્દીઓ બચાવો... બચાવોની બુમો પાડતા સંભળાઇ રહ્યા છે. જ્યારે ફાયરબ્રિગેડનો કર્મચારી પાકુ સરનામું અને સંપર્ક નંબર માગતા સંભળાય છે.

ઓડિયો ક્લિપમાં ભાવિન શાહ એમ પણ કહેતા સંભળાય છે કે શ્રેય હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે. અમે કોવિડના પેશન્ટ છીએ અને ફસાઇ ગયા છીએ. અમે ગૂંગળામણમાં મરી જઇશું સાહેબ. તમે ફટાફટ કરો. અમે મરી જઇશું અહીંયા.







શ્રેય હોસ્પિટલ.