દરેક ફ્રેન્ડ જરૂરી છે, પરંતુ કોરોનાકાળમાં 10 બાબતો પણ મહત્ત્વપૂર્ણ છે; આ 5 ગીફ્ટ દ્વારા તમે મિત્રના સ્ટ્રેસને દૂર કરી શકો છો

દરેક ફ્રેન્ડ જરૂરી છે, પરંતુ કોરોનાકાળમાં 10 બાબતો પણ મહત્ત્વપૂર્ણ છે; આ 5 ગીફ્ટ દ્વારા તમે મિત્રના સ્ટ્રેસને દૂર કરી શકો છોઆજે ફ્રેન્ડશિપ ડે છે અને દરેક ફ્રેન્ડ પણ જરૂરી હોય છે. પરંતુ આ વર્ષે મિત્રતાનો દિવસ સૌથી મુશ્કેલ સમયમાં આવ્યો છે. આવી સ્થિતિમાં આ વખતે સેલિબ્રેશન કરતા જરૂરી છે, આપણે મિત્રની ચિંતા કેવી રીતે કરી શકીએ? તેનો તણાવ કેવી રીતે ઘટાડી શકીએ?

રિલેશનશિપ એક્સપર્ટ્સ અને સાયકોલોજિસ્ટ ડોક્ટર નિશા ખન્નાના જણાવ્યા પ્રમાણે, અંગ્રેજીમાં એક કહેવત છે 'અ ફ્રેન્ડ ઈન નીડ ઈઝ અ ફ્રેન્ડ ઈનડીડ'. એટલે કે સાચો મિત્ર તે છે જ્યારે સમયસર કામમાં આવે. એટલા માટે દરેક મનુષ્યના જીવનમાં સાચી મિત્રતા જરૂરી છે. પરંતુ આ વખતે મહામારીના સમયે જરૂરી નથી આપણે ફ્રેન્ડશિપ ડેને ફિઝિકલી એક-બીજાની સાથે સલિબ્રેટ કરીએ. આ વખતે ફ્રેન્ડશિપ ડેને મેન્ટલી રીતે પણ સેલિબ્રેટ કરવાની જરૂર છે. આપણે મિત્રોને એવી ગીફ્ટ આપીએ, જે તેમને માનસિક રીતે મજબૂત બનાવે અને સ્ટ્રેસ પણ ઓછો કરે.

આ 5 બાબતો દ્વારા તમે તમારા મિત્રનો સ્ટ્રેસ ઘટાડી શકો છો

ડો. નિશાના જણાવ્યા પ્રમાણે, આપણે મિત્રને સહાનુભૂતિપૂર્ણ વાતાવરણ ઉપલબ્ધ કરાવી શકીએ છીએ, એટલે કે આપણે મિત્રની વાતને સાંભળવી જોઈએ, જેથી તે પોતાના વિશે કહી શકે. કારણ કે છેલ્લા ચાર મહિના ઘણા સ્ટ્રેસવાળા રહ્યા છે. કોઈને સાંભળવાથી તણાવ પણ ઓછો થઈ જાય છે.આપણે મિત્રોની સાથે ઓલ્ડ મેમરી શેર કરી શકીએ છીએ. જૂની યાદોને તાજા કરવાથી સારું લાગે છે અને તણાવ પણ ઓછો થઈ જાય છે. મિત્રની સાથે જૂનો ફોટો અને વીડિયો શેર કરી શકાય છે.મિત્રને સ્પેશિયલ ફીલ કરાવી શકો છો. તેની પ્રશંસા કરી શકો છો. તમે ફોન અથવા વીડિયો કોલ કરીને મિત્રના વખાણ કરી શકો છો. જેથી તે પોઝિટિવ ફીલ કરે. તમે કંઈક સારું લખીને પણ આપી શકો છો.મિત્રોની સાથે હ્યુમર, કોમેડી અને જોક્સ કરી શકો છો, જેથી તેઓ હળવાશ અનુભવ કરી શકે. તમે તેની મજાક પણ ઉડાવી શકો છો, પરંતુ તે પર્સનલ ન હોવી જોઈએ.જો તમારો મિત્ર ઘણા દિવસથી એકલો રહેતો હોય તો, તમે તેને કંઈક સારું બનાવીને ખવડાવી શકો છો. તેના માટે કંઈક ફૂડ ઓર્ડર પણ કરી શકો છો. મળો તો સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું અને માસ્ક પહેરવાનું ન ભૂલવું

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે, આ સમયે મિત્રોએ એકબીજાને મળવાનું ટાળવું જોઈએ. અત્યારે ફોન કોલ, ટેક્સ્ટ મેસેજ, સોશિયલ મીડિયા અને વીડિયો કોન્ફરન્સ પણ મિત્રોને એક બીજા સાથે જોડીને રાખવા માટેની યોગ્ય રીત છે. તમે ઘણા દિવસો પછી મિત્રને મળીને સરપ્રાઈઝ આપી શકો છો, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું અને માસ્ક જરૂરથી પહેરવો.

મિત્રના મૂડ પ્રમાણે વાતો કરો

ડો. નિશાના જણાવ્યા પ્રમાણે, આપણે હંમેશા મિત્રના મૂડ પ્રમાણે વાતો કરવી જોઈએ. જો તમારો મિત્ર પર્સનલ વાતો કરવા માગતો નથી તો ન કરો. જો તે લાઈટ મૂડમાં વાત કરવા માગે છે, તો તે વાત કરો. મિત્રની વાતો પર ધ્યાન આપવું. તેને એવું ન લાગવું જોઈએ કે, તમે તેની વાતો નથી સાંભળી રહ્યા. કમેન્ટેટિવ વાતોથી બચવું. મિત્રને ઈગ્નોર ન કરો. રિસ્પેક્ટ આપો, જો મિત્ર સંવેદનશીલ અને ઈમોશનલ છે તો તેને સમજવાનો પ્રયત્ન કરો. જરૂર નથી કે તમારા દરેક મિત્ર એક જેવા હોય.

જ્યારે એકલતા સાયકોલોજિકલ રિસોર્સને નાશ કરે છે તો લોકો જૂના સંબંધો તરફ આગળ વધે છે

જો કે, મહામારીએ મિત્રતાના અર્થને ફરીથી વ્યાખ્યાયિત કરી છે. કોરોનાના ડરથી મિત્રો અથવા દૂર થઈ ગયેલા લોકો ફરીથી નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રિસર્ચના જણાવ્યા પ્રમાણે, કોરોનાના કારણે જૂની મિત્રતાની તરફ લોકો આગળ વધી રહ્યા છે.ભલે આપણે આજે લોકોની ભીડની આસપાસ છીએ, પરંતુ આજુબાજુ હોવા છતાં આપણે એકલતા અનુભવી રહ્યા છીએ. જ્યારે એકલતા આપણા સાયકોલોજિકલ રિસોર્સનો નાશ કરે છે તો આપણે સ્પષ્ટ નથી વિચારી શકતા. આવી સ્થિતિમાં આપણે જૂના સંબંધો પ્રત્યે વધારે આકર્ષિત થઈએ છીએ.

રિસર્ચમાં જણાવ્યાનુસાર – જ્યારે આપણે મૃત્યુ વિશે જાણીએ ત્યારે મિત્રતાને વધુ નજીક લાવવા માગીએ છીએ

રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે આપણે આપણા મૃત્યુ વિશે જાણીએ ત્યારે મિત્રોને વધુ નજીક લાવવા માગીએ છીએ. આ સંજોગોમાં અસ્વીકાર થવાનો ભય નથી લાગતો. જૂના સંબંધોને ફરીથી શરૂ કરવા પાછળનું એક કારણ આરામ હોઈ શકે છે.રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, મિત્રતા મૂળભૂત રીતે આપણા તણાવને નિયંત્રિત કરવાની રીતને બદલે છે. સાઇકોલોજિસ્ટ અને રિલેશનશિપ એક્સપર્ટ ડોક્ટર મારિસા ફ્રેન્કોના જણાવ્યા પ્રમાણે, જ્યારે તમે તણાવ અનુભવતા હો અને તમારા મિત્ર સાથે વાત કરો તો અચાનક તમને તમારો સ્ટ્રેસ એટલો મોટો અને વધારે સ્ટ્રેસફુલ નથી લાગતો.એક્સપર્ટ્સ કહે છે કે, એવા પોઝિટિવ રિલેશન વિશે વિચારો જ્યાં તમારી કિંમત હોય. જો એવી મિત્રતા તમને યાદ આવતી હોય તો તેની સાથે તમે તમારો સંબંધ ગાઢ કરી શકો છો.રિસર્ચ જણાવે છે કે, મોટાભાગના મિત્રો માફ કરી દે છે જ્યારે તેમને જાણ થાય છે કે તેમના મિત્રના ઇરાદા સાચા હતા. જો તમે તમારા મિત્રોની મદદ કરવા માગતા હો તો એ વાત પર સ્પષ્ટ રહો કે તમે કેવી રીતે મદદ કરશો.

મિત્ર પાસેથી એવી આશા ન રાખો કે તે તમને ખુશ કરે ક્લિનિકલ સોશિયલ વર્કર અને થેરપિસ્ટ મોનિકા જુરાડો કેલી જણાવે છે કે, કોઈ જૂના મિત્ર પર દબાણ કરવું કે કોઇ વસ્તુની ડિમાન્ડ કરવી એ મદદ નથી હોતી. સારું એ રહેશે કે તમે વિચારો કે તમે તેને શું આપી શકશો. સામે એવી અપેક્ષા ન રાખો કે તમારો મિત્ર પણ તમને ખુશ કરશે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે ઘણા લાંબા સમયથી તેની સાથે વાત નથી કરી.

માફી માગવા માગો છો તો મિત્રને ડાયરેક્ટ મેસેજ કરો ડોક્ટર ફ્રેંકો જૂના મિત્રોની સાથે યાદો તાજી કરવાની સલાહ આપે છે. તમે સાથે વિતાવેલી યાદો વિશે વાત કરી શકો છો. તેનાથી તમારા સંબંધો વધુ ગાઢ બનશે અને તણાવને દૂર કરવામાં મદદ મળશે. એક્સપર્ટ પણ વાત પર સહમતિ વ્યક્ત કરે છે કે જો તમે માફી માગવા માગો છો તો સોશિયલ મીડિયા પર ડાયરેક્ટ મેસેજ અથવા ઈમેલ સારો ઓપ્શન છે.Every friend is necessary, but 10 things are also important in the Corona period; With these 5 gifts you can relieve the stress of a friend