દયાશંકરે કહ્યું- પોલીસની રેડ પહેલા વિકાસને ફોન આવ્યો હતો, ત્યાર પછી હુમલાનો પ્લાન બનાવાયો

દયાશંકરે કહ્યું- પોલીસની રેડ પહેલા વિકાસને ફોન આવ્યો હતો, ત્યાર પછી હુમલાનો પ્લાન બનાવાયો



ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના બિકરુ ગામમાં 8 પોલીસકર્મીઓની હત્યાના 3 દિવસ પછી પણ ગેંગસ્ટર વિકાસ દુબે ફરાર છે. જો કે, રવિવારે સવારે તેના સાથી દયાશંકર અગ્નિહોત્રીની ધરપકડ કરાઈ છે. તે પોલીસ હુમલાના સમયે વિકાસ સાથે હતો. તેની પર 25 હજારનું ઈનામ હતું. દયાશંકરે પોલીસને જણાવ્યું કે, વિકાસે જે બંદૂકથી ફાયરિંગ કર્યુ, એ મારા નામની છે. તેને એવો પણ દાવો કર્યો કે પોલીસની રેડ પહેલા વિકાસને એક ફોન આવ્યો હતો. ત્યારપછી હુમલાનું પ્લાનિંગ કરાયું. 25-30 લોકોને હથિયાર સહિત ઘરે બોલાવ્યા હતા.દયાશંકર કલ્યાણપુર વિસ્તારમાં પોલીસ સાથે થયેલી અથડામણ દરમિયાન ઝડપાયો હતો. તેના પગમાં ગોળી વાગી હતી. પોલીસે ઘેરાબંધી કર્યા પછી તેને સરેન્ડર થવા માટે કહ્યું હતું પણ, તેને દેશી તમંચાથી પોલીસ પર ફાયરિંગ કરી દીધું અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે વિકાસ પર ઈનામ વધારીને 50 હજારથી એક લાખ રૂપિયા કરી દીધું છે. વિકાસના 18 સાથીઓ પર પણ 25-25 હજાર રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું છે.

વિકાસે એક વ્યક્તિની જમીન પર કબજો કર્યો હતોકાનપુર જિલ્લાના ચૌબેપુર વિસ્તારના રાહુલ તિવારીના સસરા લલ્લન શુક્લાની જમીન પર વિકાસે બળજબરી કબજો કર્યો હતો. રાહુલે કોર્ટમાં વિકાસ વિરુદ્ધ કેસ કર્યો હતો. 1 જુલાઈએ વિકાસના સાથીઓની મદદથી રાહુલનું અપહરણ કરી લીધુ અને બંધક બનાવીને ઢોર માર માર્યો. જીવથી મારવાની ધમકી પણ આપી હતી. રાહુલે પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ કરી હતી.

વિકાસે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સાથે પણ મારામારી કરીપુછપરછ માટે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ આરોપી વિકાસના ઘરે પહોંચી. અહીં વિકાસે તેઓ સાથે મારામારી કરી. ત્યાર પછી પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે રાહુલની ફરિયાદ ઉપર ધ્યાન ન આપ્યું અને પોતાની સાથે થેયલા ખરાબ વ્યવહારની ચર્ચા પણ કોઈ સાથે ન કરી. બાદમાં અધિકારીઓના આદેશથી ચોબાપુર પોલીસ સ્ટેશનમાં વિકાસ સામે કેસ નોંધાયો. ગુરુવાર રાતે પોલીસ તેના ઘરે રેડ માટે ગઈ હતી. અહીં સીઓ, 3 એસઆઈ, 4 કોન્સેબલ શહીદ થયા. આ ઉપરાંત 2 ગ્રામજનો 1 હોમગાર્ડ અને 4 પોલીસમેન ઘાયલ થયા હતા.







પોલીસે વિકાસ દુબેના સાથી દયાશંકર અગ્નિહોત્રીને રવિવારે સવારે 5 વાગ્યે અથડામણ બાદ ઝડપી લીધો છે તેના પગમાં ગોળી વાગી છે.