દયાભાભી બાદ હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલીભાભી પણ જોવા નહીં મળે?

દયાભાભી બાદ હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલીભાભી પણ જોવા નહીં મળે?28 જુલાઈના રોજ કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ 12 વર્ષ પૂરા કર્યા હતા. હાલમાં એવી ચર્ચા થઈ રહી છે કે સિરિયલમાં અંજલીભાભીનો રોલ પ્લે કરતી નેહા મહેતાએ શો છોડી દીધો છે. નેહા છેલ્લાં 12 વર્ષથી આ શોમાં કામ કરે છે. નોંધનીય છે કે દિશા વાકાણી અઢી વર્ષથી શોમાં જોવા મળી નથી.

નવા એપિસોડનું શૂટિંગ કર્યું નથી સૂત્રોના મતે, નેહાએ નવા એપિસોડનું શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ પ્રોડ્યૂસર્સને પોતે આ શોમાં હવે કામ નહીં કરે તે વાત જણાવી દીધી હતી. લૉકડાઉન પછી બીજીવાર શૂટિંગ શરૂ કરવામાં આવ્યું ત્યારથી નેહા મહેતા સેટ પર પરત ફરી નથી. નેહા આ સિરિયલમાં તારક મહેતા (શૈલેષ લોઢા)ની પત્ની અંજલી મહેતાના રોલમાં હતી. શોમાં અંજલી મહેતા ડાયટ અંગે સજાગ હોવાનું બતાવવામાં આવ્યું હતું. સિરિયલનું શૂટિંગ 10 જુલાઈથી શરૂ કરવામાં આવ્યું હતું. નવા એપિસોડ 22 જુલાઈથી પ્રસારિત કરવામાં આવી રહ્યા છે.

હાલમાં જ સેટ પર કેક કટિંગ સેરેમની કરી હતી સિરિયલને 12 વર્ષ પૂરા થતા સેટ પર કેક કટિંગ સેરેમની રાખવામાં આવી હતી.

#hasohasaodivas ⁦@TMKOC_NTF⁩ ⁦⁦@SonySABTV ⁦@sabtv⁩ #tmkocsmileofindia #TMKOC