Translate to...

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડમાં 6 ઈંચ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડમાં 6 ઈંચ




દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારો અને રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

વલસાડ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે પારડી, કામરેજ, ગણદેવી અને ચીખલીમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સાથે મહુવા અને વાપીમાં 2 ઈંચથી વધુ અને 6 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકનો વરસાદ

તાલુકો વરસાદ(મિમિ) વલસાડ 143 પારડી 108 કામરેજ 103 ગણદેવી 98 ચીખલી 96 મહુવા 66 વાપી 64 સુરત 45 નવસારી 41 ખેરગામ 40 પલસાણા 35 વાલોડ 31 જલાલપોર 31 વાંસદા 23 બારડોલી 22





અમલસાડ પાસે રેલવે ટ્રેક ઉપર પાણીનો ભરાવો