દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વઘઈમાં 4 ઈંચ ખાબક્યો

દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વઘઈમાં 4 ઈંચ ખાબક્યો



ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ નોંધાયો છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના વઘઈમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

પાંચ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદદક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તમામ 32 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વઘઈમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે નવસારી જિલ્લાના નવસારી, ચીખલી અને જલાલપોરમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના પલસાણા અને વલસાડમાં પણ બે ઈંચથી વધુવરસાદ નોંધાયો છે.

આગામી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહીગુજરાતના ઉપર સર્જોયલ અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સાથે બંગાલની ખાડી સુધી મોન્સૂન ટ્ર્ફ બની છે. જેથી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. આગામી બે દિવસ સુધી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

તાલુકો વરસાદ(મીમી) વઘઈ 102 વલસાડ 56 નવસારી 54 પલસાણા 53 જલાલપોર 51 ચીખલી 48 કપરાડા 47 સુરત સિટી 42 કામરેજ 40 વાપી 40 માંગરોળ 39 ઓલપાડ 38 ડોલવણ 36 ઉમરપાડા 31 ખેરગામ 30 પારડી 30 માંડવી 29 વાલોડ 28 મહુવા 27 ગણદેવી 27 ઉમરગામ 27 પારડી 25





ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા