Translate to...

થેરાપિસ્ટને ટાર્ગેટ કરવામાં આવતા સ્વરા ભાસ્કરે તેનો બચાવ કર્યો, કહ્યું- આપણે ષડયંત્રની કહાણીઓને બદલે મેન્ટલ હેલ્થ વિશે વાત કરવી જોઈએ

થેરાપિસ્ટને ટાર્ગેટ કરવામાં આવતા સ્વરા ભાસ્કરે તેનો બચાવ કર્યો, કહ્યું- આપણે ષડયંત્રની કહાણીઓને બદલે મેન્ટલ હેલ્થ વિશે વાત કરવી જોઈએ
સુશાંત સિંહ રાજપૂતની થેરાપિસ્ટે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં સુશાંત બાયપોલર ડિસઓર્ડરથી પીડિત કહેતા રિયા ચક્રવતીનૉ બચાવ કર્યો છે. ત્યારબાદ સુશાંતના જિજાજીએ થેરાપિસ્ટના નિવેદનને જવાબદારીહિન, અનૈતિક અને ગેરકાયદે ગણાવ્યું હતું. હવે એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે બેક ટુ બેક ટ્વીટ કરી થેરાપિસ્ટનું સમર્થન કરતાં તેનો બચાવ કર્યો છે.

સ્વરાએ તેના ટ્વીટનાં માધ્યમથી જણાવ્યું કે, તમામ નિયમો અને કાયદાઓ ત્યારે જ તૂટી ગયા જ્યારે સુશાંતના ડેડબોડીની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ. સાથે જ તેણે લખ્યું કે, લોકો વ્યક્તિગત બદલો લેવા માટે અને રાજનીતિક લાભ લેવા માટે સુશાંતની મોતનો ઉપયોગ કરી રહ્યા છે.

તમાશાએ બોલવા પર મજબૂર કરી સ્વરાએ તેના પ્રથમ ટ્વીટમાં લખ્યું કે, ‘આ થેરાપિસ્ટ પર ‘પ્રોફેશનલ એથિકલ કોડ તોડવા’ સહિતની બાબતો પર હુમલો કરીએ, સુશાંત સિંહ રાજપૂતના દુખદ નિધન, ખોટું ચિત્રણ અને અવસાદને લઈ કલંક લગાવવા જેવી બાબતોના તમાશાએ આ મહિલાને બોલવા પર મજબૂર કરવા પ્રેરણા આપી, જેથી અન્ય લોકો સુશાંતની જેમ પીડિત ન બને.

Before we attack this therapist abt ‘breaking professional ethical code’ etc. The disgusting Tamasha over #SushantSinghRajput ‘s tragic demise & misrepresentation & stigmatisation of #depression has driven this lady to break her silence so others don’t suffer like Sushant did! (1 https://t.co/PsbZkjwBDp

— Swara Bhasker (@ReallySwara) August 2, 2020

મૃત્યુના દિવસે જ તમામ નૈતિકતાઓ પડીભાંગી હતી સ્વરાએ બીજા ટ્વીટમાં લખ્યું કે, ‘નૈતિકતાના બધા જ કોડ તે દિવસે બહાર ફેંકી દેવામાં આવ્યા જ્યારે સુશાંતની ડેડબોડીના ફોટો ફરતા થયા હતા. હવે આપણે સામુહિક રીતે આચાર સંહિતા વિશે વાત કરવી જોઈએ કે, પ્રથમ દિવસથી લઈને આજદિન સુધી આપણે જે પણ જોયું છે તેમાં ખરેખર અપરાધિક માનહાનિ આખરે શું છે?’

ALL codes of conduct were thrown out of the window from minute 1 - when the pic was his corpse was circulated. Rich that v as a collective should talk of codes of conduct now- when v have been consuming what is actually criminal defamation from day 01 on every forum available? (2 https://t.co/PsbZkjwBDp

— Swara Bhasker (@ReallySwara) August 2, 2020

આ કેસ એક અપવાદ છે ત્રીજા ટ્વીટમાં લખ્યું કે, ‘ટેક્નિકલી માની લઈએ કે તે નૈતિકતાના કોડનું ઉલ્લંઘન કરી રહી છે, પરંતુ અપવાદ એ છે કે આ કેસમાં અસાધરણ પરિસ્થિતિ હતી. મીડિયા તો કોઈ પણ કેસ અને પ્રૂફ વગર એ જણાવી ચૂકી છે કે હત્યારો કોણ છે.. અહીં તો ભીડ સ્વરૂપે ન્યાય માટે મીડિયા ટ્રાયલ ચાલી રહ્યું છે.’

Technically she may be breaking an ethical code except that there was a genuinely exceptional circumstance in this case. Media has predecided who is the murderer without any trial & frankly without any conclusive proof.. There is a mob justice driven media trial that is on. (3 https://t.co/ko5t7uEKRN

— Swara Bhasker (@ReallySwara) August 2, 2020

લોકો આ કેસથી વ્યક્તિગત અને રાજનીતિક ફાયદો મેળવી રહ્યા છે સ્વરાએ તેના ચોથા ટ્વીટમાં લખ્યું કે, ‘આ વાત સ્પષ્ટ છે કે સુશાંતના મૃત્યુનો ઉપયોગ વ્યક્તિગત બદલો અને રાજનીતિક લાભ માટે કરવામાં આવી રહ્યો છે. હું એ પણ સમજી શકું છું કે તેમણે (થેરાપિસ્ટ)એ બોલવાની જરૂર કેમ પડી. તમામ વાતચીત ડિપ્રેશનને બદનામ કરી રહી છે અને તેને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. મને લાગે છે કે આપણે ષડયંત્રની કહાણીઓને બદલે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવી જોઈએ.’

It’s clear his death is being used for personal vendetta & political gains. I can see why she spoke out. The whole discourse stigmatises and misrepresents depression.. I think we need to be talking about mental Health and not conspiracy theories. (4/4) fin. #SushantSinghRajput https://t.co/ko5t7uEKRN

— Swara Bhasker (@ReallySwara) August 2, 2020

સુસાન વૉકરે શું નિવેદન આપ્યું હતું? શનિવારે એક ઈન્ટરવ્યૂમાં સુશાંતના થેરાપિસ્ટ સુસાન વૉકરે દાવો કર્યો હતો કે, સુશાંત બાયપોલર ડિસઓર્ડરથી પીડિત હતો. તેણે કહ્યું કે, સુશાંત ડિપ્રેશન અને હાઈપોમેનિયાને કારણે તકલીફમાં હતો. રિયા સુશાંતને સપોર્ટ કરતી હતી. હું પહેલા આ કપલને મળી ત્યારે સુશાંત પ્રત્યે રિયાની ચિંતા, પ્રેમ અને સપોર્ટ જોઈ પ્રભાવિત થઈ હતી. તે એ વાતનું પ્રમાણ હતું કે બંને એકબીજાના નજદીક છે. રિયા અપોઈન્ટમેન્ટ લેતી હતી અને સુશાંતને હિંમત આપતી હતી. જ્યારે સુશાંત ગંભીર રીતે બીમીર પડ્યો ત્યારે એક માતાની જેમ રિયાએ સુશાંતનું ધ્યાન રાખ્યું હતું.

સુશાંતના જિજાજી થેરાપિસ્ટ પર ગુસ્સે થયા થેરાપિસ્ટના આ ખુલાસા બાદ સુશાંતના જિજાજી વિશાલ થેરાપિસ્ટ સુસાન પર ગુસ્સે થયા હતા. તેમણે બ્લોગમાં લખ્યું કે, માનસિક સ્વાસ્થ્યની માહિતી કાયદામાં આવે છે. કોઈ મનોચિકિત્સક દ્વારા તેને ઉજાગર કરવી એ અનૈતિક સાથે ગેરકાયદે પણ છે. આ વાતને હવે હું મારા સસરા કે કે સિંહ પર છોડું છું કે તેઓ થેરાપિસ્ટ પર કોઈ ચાર્જ લગાડશે કે કેમ? વિશાલ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિના પતિ છે, જે અમેરિકામાં રહે છે.સ્વરા ભાસ્કરે સુશાંત સિંહ રાજપૂતને બાયપોલર ડિસઓર્ડરથી પીડિત કહેનારી થેરાપિસ્ટનો બચાવ કર્યો છે