Translate to...

તિરુવનંતપુરમ એરપોર્ટ પરથી સોનુ ભરેલી UAE એમ્બેસીની બેગ પકડી હતી , UAEએ કહ્યું- અમારા રાજદ્વારી તેમા સંડોવાયેલ નથી

તિરુવનંતપુરમ એરપોર્ટ પરથી સોનુ ભરેલી UAE એમ્બેસીની બેગ પકડી હતી , UAEએ કહ્યું- અમારા રાજદ્વારી તેમા સંડોવાયેલ નથી




એરપોર્ટ પર શુક્રવારે સંયુક્ત અરબ અમિરાત (UAE)એમ્બેસીની એક બેગ કસ્ટમ અધિકારીઓને હાથ લાગી હતી. આજે UAEના અધિકારીઓએ દાવો કરતાકહ્યું કે આ દાણચોરીની ઘટનામાં અમારા કોઈ રાજદ્વારીનો હાથ નથી. ભારતમાં UAEના રાજદૂત અહમદ અલ બન્નાએ કહ્યું કે તે આ ઘટના માટે કેરળના અધિકારીઓ સાથે વાતચીત કરશે.કસ્ટમ અધિકારીઓને એરપોર્ટ પર સોનાની દાણચોરીની માહિતી મળી હતી. ત્યારબાદ તેમણે એક ડિપ્લોમેટીક બેગની તપાસ કરી હતી. તેમા કેરળ સ્થિત UAEના કોન્સુલેટનું સરનામુ હતું. આ બેગ UAEથી એક ચાર્ટર્ડ પ્લેનથી એરપોર્ટ લાવવામાં આવતી હતી અને તેમા 30 કીલો સોનુ હતું.

કોન્સુલેટના ભૂતપુર્વ કર્મચારીનો હાથ, તે કેરળમાં રહે છેતિરુવનંતપુરમમાં UAE કોન્યુલેટે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઘટનામાં અમારા કોઈ ડિપ્લોમેટનો હાથ નથી. દાણચોરીમાં સંડોવાયેલ કોઈ વ્યક્તિ દ્વારા ડિપ્લોમેટીક ચેનલનો ઉપયોગ કરવામાં આવી તેની અમે ટીકા કરી છીએ.શરૂઆતી તપાસમાં જાણવા મળ્યુ છે કે કોન્સુલેટ માટે સ્થાનિક સ્તર પર રાખવામાં આવેલ એક કર્મચારી આ કામમાં સંડોવાયેલ છે. આ કર્મચારીને દાણચોરીની ઘટના અગાઉ અયોગ્ય ગતિવિધિઓને પગલે નોકરીમાંથી હટાવવામાં આવી હતી. તેણે કોન્સુલેટમાં પોતાની જાણકારી અને સંબંધોનો ગુનાહિત પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કર્યો હતો.







UAE embassy bag full of gold seized from Thiruvananthapuram airport, UAE says - our diplomat is not involved