Translate to...

ત્રણ મહિનામાં 7 લાખ લોકોએ વીમો ઉતરાવ્યો, રૂ. 600 કરોડ ભર્યા, એપ્રિલ-જૂન વચ્ચે પોલિસી લેનારા 1000 ટકા વધ્યા

ત્રણ મહિનામાં 7 લાખ લોકોએ વીમો ઉતરાવ્યો, રૂ. 600 કરોડ ભર્યા, એપ્રિલ-જૂન વચ્ચે પોલિસી લેનારા 1000 ટકા વધ્યા




આજેય મોટા ભાગના લોકો માટે વીમા પોલિસી ટેક્સ બચાવવાનું સાધન છે. જોકે, કોરોના વાઈરસના કાળમાં વધુને વધુ લોકો પરિવારના ભવિષ્યની ચિંતામાં વીમા પોલિસી ખરીદી રહ્યા છે. કોરોના પછી પરિવારનો મુખ્ય આધાર ગણાતી વ્યક્તિ ના રહે, એવી સ્થિતિમાં પરિવાર આર્થિક રીતે આત્મનિર્ભર રહી શકે એવું વિચારીને મોટી સંખ્યામાં લોકો વીમા રોકાણ તરફ વળ્યા છે.

જીવન વીમા ક્ષેત્રે 70% હિસ્સો ધરાવતી એલઆઈસીના આંકડા કહે છે કે, ગુજરાતમાં એપ્રિલની તુલનામાં જૂન દરમિયાન વીમા પોલિસીના ખરીદનારાની સંખ્યા 10 ગણી થઈ ગઈ. આ દરમિયાન વીમા પ્રીમિયમની આવકમાં પણ 500%નો જંગી વધારો થયો. નિષ્ણાતો કહે છે કે, કામ-ધંધા બંધ થવાથી કે મંદ પડવા છતાં લોકો પોતાની બચતમાંથી વીમો કરાવી રહ્યા છે, જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત રહે. ગુજરાતમાં એપ્રિલમાં ફક્ત 5073 લોકોએ નવી પોલિસી ખરીદીને ફક્ત રૂ. 63.47 કરોડ પ્રીમિયમ ભર્યું હતું. જોકે, જૂનમાં તેનાથી 1000% વધુ એટલે કે 50,904 લોકોએ રૂ. 347.2 કરોડ ચૂકવીને નવા વીમા ખરીદ્યા. હાલ લોકો પાસે પૈસાની તંગી છે, એટલે મોટી સંખ્યામાં ઓછી રકમની પોલિસી વધુ ખરીદાઈ રહી છે. તેથી પોલિસીઓની સંખ્યાની સરખામણીએ પ્રીમિયમમાં ઓછો વધારો નોંધાયો છે. વીમા કંપનીઓ પણ લોકોને કોરોના જેવી આકસ્મિક આફત સામે વીમા કવચ ઉપલબ્ધ કરાવી રહી છે.

ગત 3 મહિનાથી ટર્મ પોલિસી ખરીદનારા પણ વધ્યાકોરોનાના કારણે જાહેર કરાયેલા લૉકડાઉન અને અનલૉક-2 દરમિયાન એપ્રિલથી જૂન સુધી આશરે 7.05 લાખ લોકોએ જીવન વીમો ખરીદ્યો. તેમાં ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદનારા પણ મોટી સંખ્યામાં છે. આ ત્રણ મહિનામાં એલઆઈસીને પહેલા હપ્તાના રૂપમાં રૂ. 589.39 કરોડ પ્રીમિયમ મળ્યું છે.

પોલિસી ખરીદવામાં ભાવનગર સૌથી પાછળ, આવક પણ ઓછીએલઆઈસીના આંકડા પ્રમાણે, મોટા શહેરના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગે મોટા પ્રીમિયમની પોલિસીઓ ખરીદી છે. સુરતના લોકોએ એપ્રિલ-જૂનમાં સૌથી વધુ રૂ. 125.95 કરોડ પ્રીમિયમ ભર્યું, જ્યારે અમદાવાદ 111.63 કરોડ પ્રીમિયમ સાથે બીજા નંબરે છે. ગુજરાતમાં ભાવનગરમાંથી સૌથી ઓછું રૂ. 28.55 કરોડ પ્રીમિયમ મળ્યું છે.

છેલ્લા ત્રણ મહિનામાં વેચાયેલી પોલિસી

શહેર અમદાવાદ સુરત ગાંધીનગર પોલિસી પ્રીમિયમ પોલિસી પ્રીમિયમ પોલિસી પ્રીમિયમ એપ્રિલ 633 13.25 586 13.18 1450 8.59 મે 1921 29.78 3240 40.27 4484 27.34 જૂન 7354 68.6 7541 72.5 14010 52.77 કુલ 9908 111.63 11367 125.95 19944 88.7

વડોદરા, રાજકોટ, ભાવનગર અનેનડિયાદ

શહેર વડોદરા રાજકોટ ભાવનગર નડિયાદ પોલિસી પ્રીમિયમ પોલિસી પ્રીમિયમ પોલિસી પ્રીમિયમ પોલિસી પ્રીમિયમ એપ્રિલ 551 11.62 841 7.61 337 3.16 675 6.06 મે 2512 33.38 2925 22.38 1196 8.72 2840 16.85 જૂન 5921 64.2 7514 36.73 2783 16.67 5871 35.73 કુલ 8984 109.2 11280 66.72 4316 28.55 9386 58.64





7 lakh people took out insurance in three months, Rs. 600 crore, with policyholders increasing by 1000 per cent between April-June