Translate to...

ત્રણ દિવસ બાદ સિરિયલનું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું, સ્ટોરીલાઈનમાં ફેરફાર થશે

ત્રણ દિવસ બાદ સિરિયલનું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું, સ્ટોરીલાઈનમાં ફેરફાર થશે




રવિવાર, 12 જુલાઈના રોજ પાર્થ સમથાનનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાર્થ સિરિયલ ‘કસૌટી જિંદગી કે’નું શૂટિંગ કરતો હતો ત્યારે સેટ પર 30 સભ્યો હતાં. ત્રણ દિવસ સુધી શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. હવે, બીજીવાર શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્થ હાલમાં શૂટિંગ કરી શકશે નહીં અને તેથી જ સ્ટોરીલાઈનમાં એ પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો છે. સિરિયલના સેટ પર બીજા ચાર લોકોના રિપોર્ટપોઝિટિવ આવ્યા હતાં, જેમાં બે સિક્યોરિટી ગાર્ડ, એક ઓફિસ મેન તથા એક સ્પોટબોય સામેલ છે. આ માહિતી ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)ના પ્રમુખ બી એન તિવારીએ આપી હતી.

View this post on Instagram

Hi everyone , I have been tested Postive for covid 19 .although I have mild symptoms.. I would urge and request everyone whose been with me in close promitixy over the last few days please go and get yourself tested . The Bmc has regularly been in touch and with the doctors guidance I am in self quarantine and I am grateful to them for all their support . Please be safe and take care