Translate to...

તાપસી પન્નુએ એડિટેડ વીડિયો શૅર કરીને કંગનાની મજાક ઉડાવી, એક્ટ્રેસની ટીમે કહ્યું- તમે B ગ્રેડ વ્યક્તિ છો

તાપસી પન્નુએ એડિટેડ વીડિયો શૅર કરીને કંગનાની મજાક ઉડાવી, એક્ટ્રેસની ટીમે કહ્યું- તમે B ગ્રેડ વ્યક્તિ છો




સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદથી કંગના રનૌત તથા તાપસી પન્નુ વચ્ચે ટ્વિટર વૉર ચાલુ છે. હાલમાં જ તાપસીએ એક વીડિયો લિંક શૅર કરીને કંગનાની મજાક ઉડાવી હતી. આ વીડિયોમાં કંગના ‘ગલી બોય’ ફિલ્મના વખાણ કરતી જોવા મળી હતી. આ ટ્વીટ બાદ કંગનાની ટીમે અડધો વીડિયો શૅર કરવા પર તાપસીને માત્ર B ગ્રેડ એક્ટ્રેસ જ નહીં પણ B ગ્રેડ વ્યક્તિ કહી હતી.

તાપસીએ શૅર કરેલા વીડિયોમાં શું છે? વીડિયોમાં એક ઈવેન્ટમાં કંગનાને રણબીર કપૂર તથા રણવીર સિંહ બંનેમાંથી કોણ સારો એક્ટર તે સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલ પર કંગનાએ ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ તથા ‘ગલી બોય’માં રણવીર સિંહના પર્ફોર્મન્સને સારું ગણાવ્યું હતું. ત્યારબાદ વીડિયોમાં કંગના એક્ટર સુશાંતના અવસાન બાદ ‘ગલી બોય’ જેવી વાહિયાત ફિલ્મને અવોર્ડ મળે છે પરંતુ ‘છિછોરે’ને કોઈ યાદ પણ કરતું નથી, તે નિવેદનને બતાવવામાં આવે છે.